close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

પીએમ મોદીએ ચીનને રોકડું પરખાવ્યું, આતંકી ફંડિંગ પર કાર્યવાહી બાબતે રાજનીતિ ન કરે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(PM Narendra Modi) જણાવ્યું છે કે, આતંકવાદ(Terrorism) સામેની લડાઈ લડવા માટે વિશ્વના તમામ દેશોએ હાથ મિલાવાની જરૂર છે. પીએમ મોદીએ આતંકવાદને પ્રોત્સાહન આપનારા દેશો પર યુએન(UN) દ્વારા લગાવાયેલા આર્થિક પ્રતિબંધો અંગે સવાલ ઉઠાવનારા દેશોને આ મુદ્દે રાજનીતિ ન કરવા સલાહ આપી છે. 

Yunus Saiyed - | Updated: Sep 24, 2019, 04:36 PM IST
પીએમ મોદીએ ચીનને રોકડું પરખાવ્યું, આતંકી ફંડિંગ પર કાર્યવાહી બાબતે રાજનીતિ ન કરે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(PM Narendra Modi) જણાવ્યું છે કે, આતંકવાદ(Terrorism) સામેની લડાઈ લડવા માટે વિશ્વના તમામ દેશોએ હાથ મિલાવાની જરૂર છે. પીએમ મોદીએ આતંકવાદને પ્રોત્સાહન આપનારા દેશો પર યુએન(UN) દ્વારા લગાવાયેલા આર્થિક પ્રતિબંધો અંગે સવાલ ઉઠાવનારા દેશોને આ મુદ્દે રાજનીતિ ન કરવા સલાહ આપી છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 'સ્ટ્રેટજિક રિસ્પોન્સિસ ટૂ ટેરરિસ્ટ એન્ડ વાયોલન્ટ એક્સ્ટ્રિમિસ્ટ નેરેટિવ્સ' સત્રને સંબોધિત કરતા પીએમ મોદીએ આતંકવાદ સામે વૈશ્વિકને એક થવા અને આગળ આહવા આહ્વાન કર્યું હતું. 

સંયુક્ત રાષ્ટ્રમાં બોલતા પીએમ મોદીએ કહ્યું કે, આતંકવાદીઓને કોઈ પણ પ્રકારનું ફંડ અને હથિયાર ન મળવા જોઈએ. ચીનનું નામ લીધા વગર તેમણે કહ્યું કે, "આપણે યુએનની યાદી અને ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ જેવી વ્યવસ્થાઓ પર કોઈ પણ પ્રકારની રાજકારણ ન કરવું જોઈએ. આ પ્રકારની વ્યવસ્થાઓ આપણે લાગુ કરવી જોઈએ અને તેને વધુ મજબૂત કરવા આગળ વધવું જોઈએ."

ડૂંગળીના વધતા ભાવ પર કેન્દ્રીય મંત્રીએ સંગ્રાહખોરોને આપી ચેતવણી

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન સતત એમ કહી રહ્યું છે કે, ભારત તેના અર્થતંત્રને પ્રભાવિત કરવા માટે તેને બ્લેકલિસ્ટ કરવા પર ભાર મુકી રહ્યું છે. ભારતના અનુભવો વર્ણવતા પીએમ મોદીએ આગળ કહ્યું કે, "લોકશાહી મૂલ્યો, વિવિધતા અને સર્વસમાવેશખ વિકાસ આતંકવાદ, ઉગ્રવાદ અને કટ્ટરતાને પ્રોત્સાહન આપતી વિચારધારાઓ સામે સૌથી મહત્વપૂર્ણ હથિયાર છે."

સોશિયલ મીડિયાઃ જજ બોલ્યા, હું તો વિચારી રહ્યો છું કે સ્માર્ટફોનનો ઉપયોગ બંધ કરી દઉં...

જુઓ LIVE TV....

દુનિયાના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...