શું હોય છે હેલ્થ પાસપોર્ટ? વિદેશ જવું હોય તો પહેલાં આટલું જાણી લો
Health Passport: આજના સમયમાં તમામ લોકો ખાસ કરીને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ચિંતિત હોય છે. એટલા માટે લોકો હેલ્થ માટે ખૂબ જ કાળજી રાખતા હોય છે. પરંતુ શું તમને ખબર છે હેલ્થ પાસપોર્ટ પણ હોય છે. આ એક એવું સર્ટિફિકેટ છે જેનાથી ખબર પડે છે કે તમે બિમાર છો કે સ્વસ્થ.
Health Passport: વિદેશમાં જવા માટે પાસપોર્ટની જરૂર પડતી હોય છે. જો પાસપોર્ટ ના હોય તો વિદેશ જઈ શકતા નથી. જો કે કેટલાક એવા દેશ છે જ્યાં જવા માટે પાસપોર્ટની જરૂર પડતી નથી. પરંતુ મોટાભાગના દેશમાં જવા માટે જરૂર પડતી હોવાથી આજે તમામ લોકો પાસપોર્ટ બનાવડાવે છે. પરંતુ એવું કહેવામાં આવે કે તમે પાસપોર્ટની સાથે હેલ્થ પાસપોર્ટ કઢાવ્યું છે કે નહીં, તો મોટાભાગના લોકોને તેની માહિતી નહી હોય. તો આવો જાણીએ કે હેલ્થ પાસપોર્ટ એટલે શું હોય છે અને તેની ક્યાં જરૂર પડે છે.
શું છે હેલ્થ પાસપોર્ટ?
કોરોના મહામારીના કહેર બાદ વિદેશ જવા અને આવવા માટે ઘણા નિયમો બદલાયા છે. જેથી તમારે વિદેશ જવું હોય તો આ નિયમોનું પાલન કરવું જરૂરી છે. જેમાં કેટલાક દેશો હવે હેલ્થ પાસપોર્ટ પણ માંગે છે. આ પાસપોર્ટ એક પ્રકારનું પ્રમાણ પત્ર છે કે જેનાથી ખબર પડે છે તમે કોઈ બિમારીથી પીડાતા તો નથી ને. ખાસ કરીને કોરોનાથી. આમાં હૃદયની બિમારીઓનું પણ સમાવેશ થાય છે. હેલ્થ પાસપોર્ટ પર લખેલું હોય કે તમે કોઈ બિમારીથી પીડાઓ છો તો મુસાફરીમાં તમારું ખાસ ધ્યાન રાખવામાં આવે છે.
આ પણ વાંચો:
BBCની દિલ્હી-મુંબઈ સહિત 20 ઓફિસ પર Income Tax ના દરોડા
આઝાદી બાદ પહેલીવાર અમૂલમાં ભાજપની સરકાર, જાણો કોણ બન્યા નવા ચેરમેન અને વાઈસ ચેરમેન?
માર્ચ-એપ્રિલ મહિનામાં સસ્તા ભાડામાં કરો પશુપતિનાથની જાત્રા, જમવા-રહેવાનું Free
શું છે હેલ્થ પાસપોર્ટના ફાયદા?
વારંવાર વિદેશ જનારા લોકો માટે હેલ્થ પાસપોર્ટ ખૂબ જ જરૂરી છે. ડોક્ટર, બિઝનેસમેન, ક્રિકેટર સહિતના લોકો માટે આ ખૂબ જરૂરી છે. જેથી આમનું મુસાફરીમાં ખાસ ધ્યાન રાખવામાં આવે. હેલ્થ પાસપોર્ટની મદદથી તમે કોઈ પણ તકલીફ વગર મુસાફરી કરી શકો છો.
હેલ્થ પાસપોર્ટ કેવો છે?
હેલ્થ પાસપોર્ટની પેપર પર હાર્ડ કોપી અને ડિજિટલ પણ હોઈ શકે છે. એટલું જ નહીં પણ નોર્મલ પાસપોર્ટની સાથે હેલ્થ પાસપોર્ટને લીંક કરવામાં આવે છે. એરપોર્ટ પર ઘણીવખત હેલ્થ સંબંધી કેટલાક ડોક્યુમેન્ટ આપવામાં આવે છે. જેમાં બિમારીઓ અંગે ઉલ્લેખ કરવામાં આવે છે.
હેલ્થ પાસપોર્ટ કેવી રીતે બને છે?
હેલ્થ પાસપોર્ટ માટે તમારે પાસપોર્ટ સેન્ટર પર હેલ્થ ફોર્મ ભરવું પડશે. આ સિવાય એરપોર્ટ પર પણ આ સેવા તમને મળી રહે છે. તમને એરપોર્ટ પર એક ફોર્મ મળશે જેમાં તમારી બિમારીઓ વિશે માહિતી આપી શકો છો. જેને એરપોર્ટના અધિકારીઓ તપાસ કરી મંજૂરી આપશે.
આ પણ વાંચો:
Malaika Arora એ કાતિલ અદાઓથી કર્યા ફેન્સને ઘાયલ, ટાઈટ વ્હાઈટ ગાઉનમાં શેર કર્યા Photo
અદાણી-હિંડનબર્ગ વિવાદ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શું કહ્યું? વીડિયો વાયરલ
UP: બુલડોઝર એક્શન દરમિયાન માતા-પુત્રી જીવતા ભૂંજાયા, અનેક ઓફિસરો પર FIR
નોંધ- અહીં આપેલી સલાહ અને માહિતીને માત્ર સૂચના તરીકે લેવી. આવી કોઈપણ સારવાર, દવા, આહાર અને સૂચનાનો અમલ કરતા પહેલાં નિષ્ણાંતોની સલાહ લેવી જોઈએ. ZEE મીડિયા આની પુષ્ટી કરતું નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube