Joe Biden Inauguration Date And Time: ભારતમાં ક્યારે, કઈ રીતે જોઈ શકશો બાઈડેન-હેરિસનો શપથગ્રહણ સમારોહ? જાણો તમામ માહિતી
Joe Biden Inauguration: 20 જાન્યુઆરીએ અમેરિનાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ પોત-પોતાના પદોના શપથ લેશે. વોશિંગટન ડીસીની કેપિટલ ઇમારતમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.
વોશિંગટનઃ અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઈડેન (Joe Biden) દેશની સત્તા સંભાળવાથી માત્ર એક દિવસ દૂર છે. 20 જાન્યુઆરી એટલે કે બુધવારે દેશની રાજધાની વોશિંગટન ડીસીમાં 46માં રાષ્ટ્રપતિ તરીકે પદના શપથ ગ્રહણ કરશે. આ સાથે દેશના પ્રથમ મહિલા અને અશ્વેત ઉપરાષ્ટ્રપતિ પદે કમલા હેરિસ પણ શપથ લેશે. આમ તો આ કાર્યક્રમ દર વખતે ચર્ચિત હોય છે, આ વર્ષે વિશ્વભરની નજર ઘણા કારણે મંડાયેલી છે. તેવામાં તે જાણવું મહત્વનું થઈ જાય છે કે ભારતમાં આ સમારોહને કઈ રીતે જોવામાં આવે છે.
ક્યાં આયોજીત થશે કાર્યક્રમ?
અમેરિકામાં રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહને Inauguration કહેવામાં આવે છે. આ વોશિંગટનમાં (washington DC) સ્થિત સંસદની યૂએસ કેપિટલ ઇમારતમાં આયોજીત કરવામાં આવે છે. આ વર્ષની થીમ છે ' અમેરિકા યુનાઇટેડ (America United) આ વર્ષની શરૂઆતમાં 6 જાન્યુઆરીએ સંદની ઇમારત હિંસાનો શિકાર થઈ હતી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ સંસદ પર આક્રમણ કર્યુ હતુ, જેની આચોલના વિશ્વભરમાં થઈ હતી. તેના જવાબદાર ગણતા ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગ લાવવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ 20મીએ અમેરિકાની સત્તા પલટાશે, હજારો સૈનિકોની ફોજ આવી Washington DC
કઈ રીતે જોઈ શકાય?
આ વર્ષે કોરોના વાયરસને કારણે મોટી સંખ્યામાં લોકોએ આ સમારોહ ઓનલાઇન જોવો પડશે. તેનું આયોજન બુધવારે બપોરે 12 (ભારતીય સમયાનુસાર રાત્રે 10.30 કલાકે) કરવામાં આવશે. તેને અમેરિકાની દરેક મોટી ટીવી ચેનલ અને તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર જોઈ શકાશે જેમાં ABC, NBC, CBS, Fox, CNN, PBS, Telemundo, Univision અને MSNBC સામેલ છે. તને વાઇટ હાઉસની સત્તાવાર વેબસાઇટ અને બાઇડેન ઇનોગરલ કમિટીની યૂટ્યુબ ચેનલ પર પણ જોઈ શકાશે.
આ વખતે શું અલગ?
કોરોના વાયરસની મહામારીને કારણે આ વખતે મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમ જોવા પહોંચી શકશે નહીં. એટલું જ નહીં બે સપ્તાહ પહેલા થયેલી હિંસાને કારણે સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. કેપિટલ સહિત રાજધાનીના બીજા સ્થળો પર હુમલાની આશંકાને કારણે એલર્ટ જારી છે અને ત્યાં આવવાના રસ્તા બંધ કરી દેવામાં આવે છે. સંસદને કિલ્લો બનાવી દેવામાં આવી છે.
આ પણ વાંચોઃ Melania Trumpનો Farewell મેસેજ, 'હિંસા કોઈ પણ સ્થિતિમાં માન્ય નથી'
કાર્યક્રમમાં શું જોવા મળશે?
બાઈડેન અને હેરિસ પોત-પોતાના પદના શપથ ગ્રહણ કરશે. કાર્યક્રમમાં હોલીવુડ સ્ટાર જેનિફર લોપેજ પરફોર્મ કરશે જ્યારે લેડી ગાગા રાષ્ટ્રપિત ગાશે. બાઇડેન દેશને સંબોધિત કરશે. દર વર્ષે થનારા બોલને સેલેબ્રિટિંગ અમેરિકા નામના કાર્યક્રમના રૂપમાં પ્રસારિત કરવામાં આવશે જેમાં બાઈડેન અને હેરિસ પોત-પોતાના પાર્ટનર્સની સાથે બોલ ડાન્સ કરશે.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube