નવી દિલ્હી: એક નવી પુસ્તકમાં આ દાવો કરવામાં આવ્યો છે કે, 2104માં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ તેમના ભારત પ્રવાસ દરમિયાન તિબ્બતના આધ્યાત્મિક નેતા દલાઇ લામાથી મળવા માટે સંમત થયા હતા. પરંતુ ભારત સરકાર ‘સાવચેતી’ લેતું હતું. જેના કારણ આ ઐતિહાસિક બેઠક થઇ શકી નહીં. દલાઇ લામા 1959ની શરૂઆતમાં ચીનથી ભાગી હિમાચલ પ્રદેશના શહેર ધર્મશાલા આવ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો:- Video: ઊંઘમાં ચાલતી હતી બાળકી, રેલિંગના સહારે 11માં માળે ચઢી માર્યો કૂદકો અને...


ચીનનું કહેવું છે કે, દલાઇ લામાના ઉત્તરાધિકારીની પસંદગી ધાર્મિક અનુષ્ઠાન અને ઐતિહાસિક સંમેલન સહિત શાસક કમ્યુનિસ્ટ પાર્ટીના સમર્થનથી થવું જોઇએ. દલાઇ લામાએ તેમના ઉત્તરાધિકારીને લઇને ચીનની સામે તેમની વાત મુકી નથી. પત્રકાર સોનિયા સિંહની પુસ્તક ‘Defining India: Through Their Eyes’માં 15 લોકોના ઇન્ટરવ્યૂ કરવામાં આવ્યા છે. જેમાં સંબંધિત લોકોએ તેમના જીવનના મહત્વપૂર્ણ ક્ષણોનો ઉલ્લેખ કર્યો છે.


વધુમાં વાંચો:- શ્રીલંકામાં સાંપ્રદાયિક હિંસા બાદ ફરી કરફ્યુ લદાયો, 100થી વધુ લોકોની ધરપકડ


આ પુસ્તક ‘પેંગ્વિન રૈંડમ હાઉસ ઇન્ડિયા’થી પ્રકાશિત કરવામાં આવી છે જેમાં અમર્ત્ય સેન, આમિર ખાન, રઘુરામ રાજન, સચિન તેંદુલકર, દાલઇ લામા, પ્રણવ મુખર્જી, અરૂણ જેટલી, નિર્મલા સીતારામણ અને સાનિયા મિર્ઝાના ઇન્ટરવ્યૂ છે. દલાઇ લામાનું કહેવું છે કે, ચીન-ભારતના સંબંધ ઘણા મહત્વપૂર્ણ છે.


વધુમાં વાંચો:- ચીની યુવકોને પરણી બેઠેલી 90 પાકિસ્તાની દુલ્હનોને ચીને વિઝા જ ન આપ્યા, જાણો કેમ?


લામાએ પુસ્તકમાં કહ્યું છે કે, ‘ના તો ભારત અને ના તો ચીન એક-બીજાને બર્બાદ કરવા ઇચ્છે છે. આપણે એક-બીજાની સાથે રહેવું જોઇએ. અમારું છેલ્લું લક્ષ્ય હિન્દી-ચીની ભાઇ-ભાઇ છે. આ એક વાસ્તવિક રીત છે.’ ચીનની સાથે આપણા સંબંધ પર દલાઇ લામાએ લેખકને જણાવ્યું છે, ‘2014માં જ્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જિગપિંગ ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા આવ્યા હતા તો મેં તેમને મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને શી જિગપિંગ સંમત પણ થયા હતા, પરંતુ ભારત સરકાર બેઠકને ળઇને ઘણી સતર્ક હતી અને એટલા માટે આ મુલાકાત થઇ શકી ન હતી.’
(ઇનપુટ: એજન્સી ભાષા)


જુઓ Live TV:-


વર્લ્ડના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...