ચીની યુવકોને પરણી બેઠેલી 90 પાકિસ્તાની દુલ્હનોને ચીને વિઝા જ ન આપ્યા, જાણો કેમ?

નકલી લગ્ન કરીને પાકિસ્તાની યુવતીઓને ચીનમાં તસ્કરી કરીને લાવવાના અહેવાલો વચ્ચે અહીંના ચીની દૂતાવાસે 90 પાકિસ્તાની દુલ્હનોના વિઝા પર રોક લગાવી છે. પાકિસ્તાનમાં ચીનના 'ડિપ્યુટી ચીફ ઓફ મિશન' લિઝિયાન ઝાઓએ મંગળવારે જણાવ્યું કે આ વર્ષે ચીની નાગરિકોની 140 અરજી મળી જે પોતાની પાકિસ્તાની દુલ્હનો માટે વિઝા ઈચ્છે છે. 
ચીની યુવકોને પરણી બેઠેલી 90 પાકિસ્તાની દુલ્હનોને ચીને વિઝા જ ન આપ્યા, જાણો કેમ?

ઈસ્લામાબાદ: નકલી લગ્ન કરીને પાકિસ્તાની યુવતીઓને ચીનમાં તસ્કરી કરીને લાવવાના અહેવાલો વચ્ચે અહીંના ચીની દૂતાવાસે 90 પાકિસ્તાની દુલ્હનોના વિઝા પર રોક લગાવી છે. પાકિસ્તાનમાં ચીનના 'ડિપ્યુટી ચીફ ઓફ મિશન' લિઝિયાન ઝાઓએ મંગળવારે જણાવ્યું કે આ વર્ષે ચીની નાગરિકોની 140 અરજી મળી જે પોતાની પાકિસ્તાની દુલ્હનો માટે વિઝા ઈચ્છે છે. 

'એક્સપ્રેસ ટ્રિબ્યુન'એ ઝાઓના હવાલે જણાવ્યું કે વિઝાની 50 અરજીઓ મંજૂર કરાઈ જ્યારે બાકીની અરજીઓ સ્વીકારવામાં આવી નથી. દૂતાવાસને 2018માં આવી 142 અરજીઓ મળી હતી. પાકિસ્તાન સરકારે હાલમાં જ એફઆઈએને આદેશ આપ્યા છે કે તેઓ લગ્નના નામે પાકિસ્તાની છોકરીઓની ચીનમાં થઈ રહેલી દાણચોરીમાં સામેલ ગેંગ વિરુદ્ધ કાર્યવાહી કરે. 

સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ લગ્ન કરાવનારા ગેરકાયદેસર કેન્દ્ર ખ્રિસ્તી સમુદાયની ગરીબ યુવતીઓને પાકિસ્તાનમાં કાર્યરત કે ત્યાં પ્રવાસ પર જનારા ચીની પુરુષો સાથે વિવાહ કરાવીને ધન તથા 'સારા જીવન'ની લાલચ આપે છે. 

આ કેન્દ્રો ચીની પુરુષોના નકલી દસ્તાવેજોમાં તેમને ખ્રિસ્તિ કે મુસલમાન દર્શાવે છે. મોટાભાગની યુવતીઓ કથિત રીતે માનવ તસ્કરીનો ભોગ બની છે અથવા તો દેહ વ્યાપારમાં ધકેલાઈ ગઈ છે. 

જુઓ LIVE TV

ચીની રાજદૂતે કહ્યું કે, "બંને દેશોના નાગરિકો વચ્ચે થનારા લગ્નની સંખ્યામાં અચાનક વધારો જોઈને અધિકારીઓ સતર્ક થઈ ગયાં અને અમે અમારા પાકિસ્તાની સમકક્ષોનો સંપર્ક કર્યો જેમણે આ મામલે તપાસ શરૂ કરી છે."

જો કે ઝાઓએ કહ્યું કે મીડિયા રિપોર્ટ્સમાં તથ્યોને તોડી મરોડીને રજુ કરાયા છે. કારણ કે એ વાતનો કોઈ પૂરાવો નથી કે મહિલાઓને દેહ વ્યાપારમાં ધકેલવામાં આવી છે. રિપોર્ટ મુજબ રાજદૂતે એ વાતનો પણ ઈન્કાર કર્યો છે કે બધા લગ્ન નકલી છે. 

તેમણે કહ્યું કે ચીનમાં પાકિસ્તાની મહિલાઓને તેમના પતિઓ દ્વારા પરેશાન કરવા અંગેની કેટલીક ફરિયાદો મળી છે, જે અંગે કાર્યવાહી પણ કરવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news