કોરોના વાયરસ મહામારી અંગે WHO પ્રમુખે કર્યો મોટો દાવો, કહ્યું- પ્રકોપને રોકવા માટે પાણીની જેમ પૈસા વહાવી રહ્યા છીએ, પણ...`
વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) ના પ્રમુખ ટેડ્રોસ અધાનોમ ઘેબ્રેયેસસ (Tedros Adhanom Ghebreyesus) એ કોરોના વાયરસ મહામારી અંગે મોટો દાવો કર્યો છે.
જીનેવા: વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) ના પ્રમુખ ટેડ્રોસ અધાનોમ ઘેબ્રેયેસસ (Tedros Adhanom Ghebreyesus) એ કોરોના વાયરસ મહામારી અંગે મોટો દાવો કર્યો છે. શનિવાર 26 ડિસેમ્બરે એક મહત્વની જાહેરાત કરતા WHO ચીફે કહ્યું કે કોરોના વાયરસ દુનિયા માટે અંતિમ મહામારી સંકટ નથી. ટેડ્રોસે કહ્યું કે જો આપણે જળવાયુ પરિવર્તન અને પશુ કલ્યાણ અંગે ઉકેલ ન શોધી શકીએ તો માનવ સ્વાસ્થ્યને સારા કરનારા આપણા તમામ પ્રયત્નો વ્યર્થ સાબિત થશે.
Corona New Strain: કોરોનાના નવા સ્ટ્રેનથી ભયભીત આ દેશે વિદેશી નાગરિકોની એન્ટ્રી પર મૂક્યો પ્રતિબંધ
ટેડ્રોસ(Tedros Adhanom Ghebreyesus) એ કહ્યું કે આપણે પૈસાના ઉપયોગથી આ પ્રકારની મહામારીના પ્રકોપને રોકવાની કોશિશ કરી રહ્યા છીએ જે ખતરનાક ઢંગથી એક short-sighted રીત છે. International Day of Epidemic Preparedness ના પહેલા દિવસ રવિવારે એક વીડિયો મેસેજ બહાર પાડીને WHO પ્રમુખે એમ પણ કહ્યું કે લોકો ખતરનાક રીતે short-sighted છે. કોરોના વાયરસ મહામારીના પ્રકોપને રોકવા માટે પાણીની જેમ પૈસા વહાવી રહ્યા છે. પરંતુ એવું કઈ કરતા નથી કે જેનાથી આવનારી મહામારી માટે તૈયાર થઈ શકીએ.
ટેડ્રોસે કહ્યું કે લોકોએ કોવિડ-19 મહામારીથી શીખ લેવી જોઈએ. એક લાંબા સમયથી દુનિયા ડર અને બેદરકારીના ચક્રમાં રહીને કામ કરતી રહી છે. આપણે એક મહામારી પર પૈસા ખર્ચ કરીએ છીએ, પછી જ્યારે તે ખતમ થઈ જા, તો ભૂલી જઈએ છીએ અને આવનારા સંકટ માટે કોઈ તૈયારી કરતા નથી. એ સમજવું ખુબ અઘરું છે કે આપણે સોચ આવી કેમ છે, આપણે આગળનું કેમ વિચારી શકતા નથી?
પડતા પર પાટું!: કોરોનાનો પ્રકોપ ઝીલી રહેલા અમેરિકનો માટે ટ્રમ્પના એક નિર્ણયે વધારી મુશ્કેલીઓ
મહામારીઓ જીવનનું સત્ય
ઈતિહાસ આપણને જણાવે છે કે આ કોઈ અંતિમ મહામારી નથી, આવી અનેક મહામારી જીવનનું સત્ય છે. કોરોના વાયરસ મહામારીએ માણસો, જાનવરોના સ્વાસ્થ્ય અને આ ગ્રહ વચ્ચે મહત્વપૂર્ણ કડીને ઉજાગર કરી છે. આથી જો આપણે માણસો અને જાનવરો વચ્ચેની આ કડી અને ક્લાઈમેટ ચેન્જના પ્રભાવો પર કામ નહીં કરીએ, તો માનવ સ્વાસ્થ્યને વધુ સારા બનાવવાના આપણા તમામ પ્રયત્નો નિષ્ફળ જશે. ક્લાઈમેટ ચેન્જના કારણે આપણી ધરતી રહેવા માટે ઓછી યોગ્ય બનતી જઈ રહી છે.
ટેડ્રોસે કહ્યું કે છેલ્લા 12 મહિનામાં આપણી દુનિયા સંપૂર્ણ રીતે પલટી ગઈ. મહામારીનો પ્રભાવ બસ એક બીમારી તરીકે નહી થાય, પરંતુ સમુદાયો અને અર્થવ્યવસ્થાઓ પર તેના દૂરગામી પરિણામો સામે આવશે.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube