Hydroxychloroquine: જે દવાને કોરોના સામે `સંજીવની` ગણાવામાં આવી હતી, તેની ટ્રાયલ પર WHOએ લગાવી રોક
અત્યાર સુધી કોરોના વાયરસ (Corona Virus)થી સંરક્ષણ મેળવવામાં જે દવાને જીવનરક્ષક, સંજીવની ગણવામાં આવી રહી હતી તેની તમામ આશાઓ પર પાણી ફરી વળ્યું છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ જાહેરાત કરી છે કે હવે કોરોના વાયરસથી બચવા માટે હાઈડ્રોક્સીક્લોરોક્વીન (Hydroxychloroquine) ની ટ્રાયલ થશે નહીં. દુનિયાના અનેક દેશોમાં કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે મલેરિયાની આ દવાના ટ્રાયલ (Trial) થઈ રહ્યાં હતાં. અત્રે જણાવવાનું કે હાઈડ્રોક્સીક્લોરોક્વીન એ જ દવા છે જેને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ કોરોના વાયરસથી બચવા માટે સૌથી કારગર દવા ગણાવી હતી.
નવી દિલ્હી: અત્યાર સુધી કોરોના વાયરસ (Corona Virus)થી સંરક્ષણ મેળવવામાં જે દવાને જીવનરક્ષક, સંજીવની ગણવામાં આવી રહી હતી તેની તમામ આશાઓ પર પાણી ફરી વળ્યું છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ જાહેરાત કરી છે કે હવે કોરોના વાયરસથી બચવા માટે હાઈડ્રોક્સીક્લોરોક્વીન (Hydroxychloroquine) ની ટ્રાયલ થશે નહીં. દુનિયાના અનેક દેશોમાં કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે મલેરિયાની આ દવાના ટ્રાયલ (Trial) થઈ રહ્યાં હતાં. અત્રે જણાવવાનું કે હાઈડ્રોક્સીક્લોરોક્વીન એ જ દવા છે જેને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ કોરોના વાયરસથી બચવા માટે સૌથી કારગર દવા ગણાવી હતી.
Hydroxychloroquine દવા અંગે ટ્રમ્પે આપ્યું મોટું નિવેદન, વ્હાઈટ હાઉસે પણ કરી સ્પષ્ટતા
સુરક્ષા કારણોસર ટ્રાયલ બંધ કરાઈ
WHOએ બહાર પાડેલા નિવેદનમાં જણાવ્યું છે કે હાઈડ્રોક્સીક્લોરોક્વીન મલેરિયાથી બચવા માટે સૌથી કારગર દવા છે પરંતુ આ દવા કોરોના વાયરસથી બચવા માટે કારગર નથી. સુરક્ષા કારણોસર દુનિયાના વિભિન્ન દેશોમાં ચાલી રહેલી હાઈડ્રોક્સીક્લોરોક્વીનની ટ્રાયલને તત્કાળ પ્રભાવથી બંધ કરવાના નિર્દેશ અપાયા છે.
FDA ની ચેતાવણી છતાં, કોરોનાથી બચવા માટે Hydroxychloroquine લઇ રહ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પ
હાઈડ્રોક્સીક્લોરોક્વીનથી રક્ષણ ઓછું અને મૃત્યુ વધુ થયા
હાલમાં જ બ્રિટનની સૌથી પ્રતિષ્ઠિત મેડિકલ પત્રિકા લેન્સેટ (Lancet) માં વૈજ્ઞાનિકોનો એક અભ્યાસ છપાયો છે. જેમાં વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસથી બચવા માટે હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવાના પ્રભાવની ચકાસણી કરી. તપાસમાં જાણવા મળ્યું કે આ દવાથી જેમની સારવાર હાથ ધરાઈ તેમાંથી મોટાભાગના લોકોના મૃત્યુ થયા છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube