નવી દિલ્હીઃ ટેસ્લા અને સ્પેસએક્સ કંપનીના માલિક અને દુનિયાના સૌથી ધનીક વ્યક્તિ એલન મસ્ક એકવાર ફરી ચર્ચામાં છે. આ વખતે મસ્ક કોઈ બિઝનેસને કારણે નહીં પરંતુ રિલેશનશિપને કારણે ચર્ચામાં છે. વિશ્વના સૌથી ધનીક વ્યક્તિ મસ્કની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે જેમાં તે પોતાની 23 વર્ષ નાની ગર્લફ્રેન્ડ સાથે સમય પસાર કરી રહ્યો છે. તમે પણ જાણો કોણ છે એલન મસ્કની નવી ગર્લફ્રેન્ડ..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણો કોણ છે મસ્કની નવી ગર્લફ્રેન્ડ
એલન મસ્કની નવી ગર્લફ્રેન્ડનું નામ નતાશા બાસેટ છે. મસ્કની આ નવી ગર્લફ્રેન્ડ અભિનેત્રી છે અને ઉંમરમાં તેનાથી 23 વર્ષ નાની છે. જીવનની 50 વસંત જોઈ ચુકેલા મસ્કની નવી ગર્લફ્રેન્ડ નતાશા 27 વર્ષની છે. 


મહત્વનું છે કે મસ્ક અને નતાશા એક હોટલમાં ભોજન કરતા જોવા મળ્યા હતા. આ કપલને ધનીકોનું સ્વર્ગ કહેવાતા સેન્ટ ટ્રોપેઝમાં ડેટ કરતા જોવા મળ્યા હતા. આ હોટલમાં એક રાતનો ખર્ચ લાખો ડોલર હોય છે, જે સામાન્ય વ્યક્તિના વિચારથી બહાર છે, પરંતુ મસ્ક માટે આ સામાન્ય વાત છે. 


ચીનના શાંઘાઈમાં લોકોને બે મહિના બાદ ક્રૂર લૉકડાઉનથી મળશે મુક્તિ, કોરોના કેસ ઘટ્યા


નોંધનીય છે કે એલન મસ્ક પોતાની ગર્લફ્રેન્ડ નતાશા માટે કરિયરમાં પણ ખુદ મદદગાર છે. તે નતાશાના એક્ટિંગ કરિયરને મજબૂત બનાવવામાં સહયોગ કરે છે. નતાશા જલદી બાયોપિક એલ્વિસમાં અમેરિકી ગાયકની પ્રથમ ગર્લફ્રેન્ડની ભૂમિકામાં જોવા મળશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube