જીનેવા: કોરોના (Coronavirus) મહામારીના લીધે મોતનો જે આંકડો અત્યારે સામે આવ્યો છે, હકિકતમાં તસવીર વધુ ખૌફનાક છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) એ શુક્રવારે કહ્યું કે 2020 માં દુનિયાભરમાં COVID-19 થી ઓછામાં ઓછા 30 લાખ લોકોના મોતનું અનુમાન છે, જે મૃતકોની સત્તાવાર સંખ્યા કરતાં બમણી છે. WHO એ કહ્યું કે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રૂપથી કોરોના વાયરસથી જીવ ગુમાવનાર લોકોની સંખ્યા ખૂબ ઓછી બતાવવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગત વર્ષે આટલા થયા હતા Infected
અમારી સહયોગી વેબસાઇટ WION માં છપાયેલા સમાચાર અનુસાર WHO ની સહાયક મહાનિર્દેશક સમીરા અસ્મા (Samira Asma) એ કહ્યું કે દુનિયાભરમાં મૃતકોની સંખ્યા બતાવવામાં આવેલા આંકડા કરતાં ઘણી વધુ છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પોતાની વિશ્વ સ્વાસ્થ્ય આંકડાકીય રિપોર્ટમાં કહ્યું કે 31 ડિસેમ્બર 2020 સુધી દુનિયાભરમાં આઠ કરોડ 20 લાખથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા અને 18 લાખથી વધુ લોકોના મોત થયા હતા, પરંતુ પ્રારંભિક અનુમાનના અનુસાર આ સંખ્યા ખૂબ વધુ છે. 

ઘરેબેઠા જાણી શકશો ક્યારે-ક્યાં વેક્સીનના કેટલા સ્લોટ છે ઉપલબ્ધ, IIT એ બનાવી શાનદાર એપ


સાચી સંખ્યા 12 લાખ વધુ
WHO એ કહ્યું કે 2020 માં COVID-19 વડે પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ રીતે ઓછામાં ઓછા 30 લાખ લોકોના મોતનું અનુમાન છે, જે દેશો દ્વારા બતાવવામાં આવેલા સત્તાવાર સંખ્યા કરતાં લગભગ 12 વધુ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સંગઠનને કોરોના મૃતકોની તાજા સંખ્યા 33 લાખ બતાવવામાં આવી છે. જ્યારે 2020 ના અનુમાન મુજબ જોવા જઇએ તો પ્રત્યક્ષ અથવા પરોક્ષ રૂપથી થયેલા મોતની સંખ્યા ઓછી બતાવવામાં આવી છે. 

દેશમાં પ્રથમ કેસ: સુરતમાં યુવકના મગજમાં ડિટેક્ટ થયો Mucormycosis, જેને પણ સાંભળ્યું તે ડરી ગયું


Tedros Adhanom એ ચેતવ્યા
તો બીજી તરફ ડબ્લ્યૂએચઓ પ્રમુખ Tedros Adhanom એ દુનિયાની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે જ્યાં સુધી રસીમાં વૈશ્વિક અસમાનતા બની રહેશે, ત્યાં સુધી કોરોનાથી લોકોના મોત થતા રહેશે. તેમણે કહ્યું કે વેક્સીનેશનની ગતિ વધારવાની સાથે-સાથે એ પણ જરૂરી છે કે તમામ દેશો સુધી વેક્સીન પહોંચે. તમને જણાવી દઇએ કે વિશ્વ સ્વાસ્થ્ય મહામારી વચ્ચે સંગઠન આગામી અઠવાડિયે 74મી વિશ્વ સ્વાસ્થ્ય સભાનું આયોજન કરવાને તૈયારી કરી રહ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube