વોશિંગટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મતદાન સમાપ્ત થતા મંગળવારે ડોનાલ્ડ ટ્રમ્પ કોર્ટમાં અપીલ કરવાની યોજના બનાવી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે જો તેમની અપીલ પર કોર્ટ કોઈ ચુકાદો આપે છે તો તેનાથી અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામ આવવામાં વિલંબ કરવો પડી શકે છે. ટ્રમ્પે નોર્થ કૈરોલાઇનાના શારલોટ એરપોર્ટ પર કહ્યુ કે, તેમની ટીમ સુપ્રીમ કોર્ટના એક ચુકાદાના સંબંધમાં ચૂંટણી થતા કાયદાકીય લડાઈની તૈયારી કરી રહી છે. મંગળવારે અમેરિકી સમયાનુસાર સવારે 6 કલાકથી રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન શરૂ થશે જે રાત્રે 9 કલાક સુધી ચાલશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોસ્ટલ બેલેટ પર સુપ્રીમ કોર્ટના નિર્ણયથી ક્રોધિત છે ટ્રમ્પ
ટ્રમ્પે કહ્યુ કે, મારૂ માનવુ છે કે આ ખતરનાક વાત છે કે કોઈ ચૂંટણી બાદ મતપત્ર (પોસ્ટલ બેલેટ) એકત્રિત કરી શકાય. મને લાગે છે કે આ ખતરનાક વાત છે કે જ્યારે લોકો કે રાજ્યોને ચૂંટણી સંપન્ન થયા બાદ લાંબા સમય સુધી મતપત્રોને જમા કરવાની મંજૂરી હોય. તેમણે અનેક મતદાન ક્ષેત્રોમાં ચૂંટણી બાદ મતપત્ર પ્રાપ્ત કરવાની મંજૂરી આપવાના સુપ્રીમ કોર્ટના ચુકાદાની આલોચના કરતા કહ્યુ કે, અમે ચૂંટણી થવાની તે રાત્રે અમારા વકીલોની સાથે તૈયાર રહીશું. 


પહેલા વ્યક્ત કરી ચુક્યા છે છેતરપિંડીની આશંકા
ડોનાલ્ડ ટ્રમ્પે પોસ્ટલ બેલેટને લઈને ઘાલમેલની આશંકા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, મને લાગે છે કે તેનાથી એક ખતરો છે. તેનાથી મોટા સ્તરે છેતરપિંડી થઈ શકે છે તથા તેનો દુરૂપયોગ થઈ શકે છે. આ ખતરનાક વાત છે કે આપણે કમ્પ્યૂટરના આધુનિક જમાનામાં પણ ચૂંટણીની રાત્રે પરિણામ નહીં જાણી શકીએ. ટ્રમ્પ ડાક દ્વારા થનારા મતદાનમાં વ્યાપક છેતરપિંડીનો વારંવાર દાવો કરતા રહ્યા છે. 


શું થાય જો અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી ટાઈ થાય તો? ટ્રમ્પ કે બાઇડેન કોને મળશે તક  


ટ્રમ્પને છે જીતનો વિશ્વાસ
રાષ્ટ્રપતિએ કહ્યુ કે, તેઓ ચૂંટણીમાં સારૂ કરી રહ્યા છે અને તેમની રેલીમાં લોકો આવી રહ્યાં છે. અમે ખુબ સારૂ કરી રહ્યાં છીએ. ફ્લોરિડામાં ખુબ સારૂ પ્રદર્શન છે. ઓહાયો, જેમ તમે સાંભળ્યું હશે અમે સારૂ કરી રહ્યાં છીએ. મારૂ માનવુ છે કે ઓહાયોમાં અમે ચાર વર્ષ પહેલાની સ્થિતિથી ખુબ આગળ છીએ જ્યાં અમે આઠ ટકાથી વધુ મતથી જીત્યા હતા. જો તમે નોર્થ કૈરોલિનાને જુઓ તો અમે ખુબ સારૂ પ્રદર્શન કરી રહ્યાં છીએ. 


ટ્રમ્પ-બાઇડેન વચ્ચે કાંટાની ટક્કર
ચૂંટણી સર્વેક્ષણોમાં કહેવામાં આવ્યું છે કે જે મહત્વપૂર્ણ રાજ્યોમાં મતદાતા પહેલાથી મતદાન કરી ચુક્યા છે, ત્યાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઇડેન આગળ છે જ્યાં હવે મતદાન થવાનું છે ત્યાં ટ્રમ્પને મહત્વપૂર્ણ લીડ મળવા જઈ રહી છે. હવે મંગળવારે રાત્રે માહિતી મળી જશે કે અમેરિકી ચૂંટણીમાં જીત કોના હાથે લાગે છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube