New Zealand New Name ઓકલેન્ડ: ન્યૂઝીલેન્ડનું નામ તો તમે સાંભળ્યું જ હશે.કેમ કે ભારતની ક્રિકેટ ટીમે ન્યૂઝીલેન્ડની સાથે અનેકવખત ક્રિકેટ મેચ રમી છે. હવે આ ન્યૂઝીલેન્ડનું નામ બદલવાની તૈયારી ચાલી રહી છે. જી,હા ત્યાંનો એક વર્ગ તેમાં સફળ થઈ જશે તો તેનું નામ બદલાઈ શકે છે. ન્યૂઝીલેન્ડના એક પાર્ટી માઓરી પાર્ટીએ એક પિટિશન લોન્ચ કરી છે. જેમાં ન્યૂઝીલેન્ડનું નામ બદલવાની અપીલ કરવામાં આવી છે. ત્યારે તમારા મનમાં સવાલ થતો હશે કે આખરે ન્યૂઝીલેન્ડનું નામ બદલવાની વાત કેમ થઈ રહી છે. અને આ લોકો ન્યૂઝીલેન્ડનું નામ બદલીને શું રાખવા માગે છે. સાથે જ તે નામ વિશે પણ જાણીશું જેને ન્યૂઝીલેન્ડનું નામ રાખવા માગે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું હોવું જોઈએ નવું નામ
ન્યૂઝીલેન્ડની એક પાર્ટી તરફથી પિટિશન કરવામાં આવી છે કે ન્યૂઝીલેન્ડનું નામ Aotearoa કરી દેવું જોઈએ. આ નામનો અર્થ એક એવું સ્થાન છે જ્યાં લાંબા સફેદ વાદળ રહે છે. જેને અંગ્રેજીમાં લેન્ડ ઓફ ધ લોન્ગ વ્હાઈટ ક્લાઉડ કહેવામાં આવે છે. Aotearoa આ ત્યાંની સ્થાનિક ભાષા માઓરીમાં છે. અને તે પાર્ટી લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. આ નામ પણ વાદળોને લઈને બનેલું છે. કહેવામાં આવે છે કે ઘણા વર્ષ પહેલાં આ નામ તે વ્યક્તિએ આપ્યું હતું અને તેણે દૂરથી વાદળ દેખાતા he ao શબ્દનો ઉપયોગ કર્યો હતો. જેના પછી આ Aotearoa બન્યું છે. 


કેમ નામ બદલવાની થઈ રહી છે માગ
ન્યૂઝીલેન્ડની આ પાર્ટીએ પ્રધાનમંત્રી જેસિન્ડા અર્ડનને પણ નામ બદલવાની અપીલ કરી છે. સાથે જ આ પાર્ટીનું કહેવું છે કે હવે ન્યૂઝીલેન્ડની અલગ-અલગ જગ્યાઓના નામ માઓરી ભાષામાં કરી દેવા જોઈએ. તેમનું કહેવું છે કે તેમની સંસ્કૃતિ અને ભાષાનું પતન થયું છે. તેને જીવંત રાખવા માટેનો પ્રયાસ કરવો જોઈએ અને ત્યાંના લોકોને ખાસ જગ્યા મળવી જોઈએ. જોકે કેટલાંક લોકોનું કહેવું છે કે આ નામ એક વિસ્તારનો સંકેત છે અને આથી ન્યૂઝીલેન્ડનું આ નામ ન રાખવું જોઈએ. 


રાજકારણથી લઈને ખેલના મેદાન સુધી ઉથલપાથલ....એક જ અઠવાડિયામાં 3 દિગ્ગજોના રાજીનામા પડ્યા


ન્યૂઝીલેન્ડ કરતા ભારત 12 ગણો મોટો દેશ 
ન્યૂઝીલેન્ડ ક્ષેત્રફળની દ્રષ્ટિએ ઘણો નાનો દેશ છે. જો ભારત સાથે તેની સરખામણી કરીએ તો ન્યૂઝીલેન્ડ ભારત કરતાં 12 ગણો મોટો દેશ છે. જોકે ત્યાંની જનસંખ્યા ભારત કરતાં ઘણી ઓછી છે. ઈન્ટરનેટ પરની માહિતી પ્રમાણે ન્યૂઝીલેન્ડમાં માત્ર 49.2 લાખ લોકો રહે છે. જ્યારે ભારતમાં 130 કરોડથી વધારે લોકો રહે છે. જણાવવામાં આવે છે કે ન્યૂઝીલેન્ડની કુલ વસ્તીના માત્ર 5 ટકા જ ભાગ જ માણસ છે. જ્યારે અહીંયા બાકીના પશુ છે. ન્યૂઝીલેન્ડ ભલે ઘણો નાનો હોય પરંતુ તે પહેલો એવો દેશ છે જેણે 1893માં સૌથી પહેલાં મહિલાઓને મત આપવાનો અધિકાર આપ્યો હતો. 


3 ટકા વસ્તી છે માઓરી પ્રજાતિની:
માઓરીની ભાષાનો બોલચાલની ભાષામાં ઉપયોગ કરનારા નાગરિકોની સંખ્યા વર્ષ 1910થી 1950 દરમિયાન 90 ટકા ઘટી 26 ટકા થઈ ગયેલી. છેલ્લાં 40 વર્ષમાં આટલા વ્યાપક પ્રમાણમાં પરંપરાગત ભાષા લુપ્ત થઈ હતી. વર્તમાન સમયમાં તો આ આંકડો અત્યંત આઘાતજનક છે, એટલે કે ફક્ત 3 ટકા લોકો જ માઓરી ભાષા બોલે છે. હવે જે અરજી કરવામાં આવી છે એમાં દેશ, નગરો, શહેરો અને પ્રાંતોનાં નામોને 2026 સુધીમાં બદલવા માટે કહેવામાં આવ્યું છે, એટલે કે દેશના પ્રાચીન ઈતિહાસ અને મૂળ નામને ફરી પ્રસ્થાપિત કરવામાં આવે. 


PHOTOS: 47 વર્ષની ઉંમરે મલાઈકાએ બોલ્ડનેસની બધી હદો કરી પાર, તસવીરો જોઈને ફેન્સના હોશ ઉડી ગયા


દુનિયાના સૌથી શાંત દેશોમાં ગણતરી
ન્યૂઝીલેન્ડમાં ઘેટાની સંખ્યા ઘણી વધારે છે. જો જનસંખ્યાના આધારે ગણતરી કરવામાં આવે તો દરેક માણસની પાસે 9-10 ઘેટા છે. અહીંયાનું રાષ્ટ્રીય પક્ષી કીવી છે. જેના કારણે ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમ માટે કીવી શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. ઓછી જનસંખ્યા, પ્રકૃતિની વચ્ચે રહેવાના કારણે આ દેશની ગણતરી દુનિયાના સૌથી શાંત દેશમાં કરવામાં આવે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube