નવી દિલ્હી: દક્ષિણ એશિયાની તાકાત, સંભાવના, અને ભવિષ્ય (Unleashing the Power of South Asia) પર WION દ્વારા 20 ફેબ્રુઆરી એટલે કે આજે દુબઈમાં એક કોન્કલેવનું આયોજન કરાયું છે. આ વૈશ્વિક આયોજનમાં દુનિયાભરના બુદ્ધિજીવીઓ, એકેડેમિક અને દક્ષિણ એશિયા ક્ષેત્રના નેતાઓ સયુંક્ત ભવિષ્ય પર પોતાના મત રજુ  કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આધ્યાત્મિક ગુરુ સદગુરુ દક્ષિણ એશિયાના દેશો વચ્ચે આર્થિક સહયોગની જરૂરિયાત પર પોતાના વિચાર રજુ કરશે. પૂર્વ આર્મી ચીફ જનરલ બ્રિક્રમ સિંહ, અમેરિકામાં પાકિસ્તાનના પૂર્વ રાજદૂત હુસૈન હક્કાની અને અન્ય ક્ષેત્રમાં આતંકવાદ, શાંતિ અને પ્રગતિના મુદ્દે પોતાના મત રજુ કરશે. 


શું મીડિયા અને એન્ટરટેઈનમેન્ટનો ચહેરો બદલાઈ રહ્યો છે? આ સત્રને આંતરરાષ્ટ્રીય પત્રકાર રિઝ ખાન મોડરેટ  કરશે. દક્ષિણ એશિયાની વાત થાય અને ક્રિકેટની ચર્ચા ન થાય તે શક્ય નથી. આ કડીમાં મશહૂર ક્રિકેટર વીવીએસ લક્ષ્ણ હાલના દોરના વૈશ્વિક ક્રિકેટમાં ભારતીય દબદબા પર વિચાર રજુ કરશે. 


દક્ષિણ એશિયાની આગળની રાહ શું હશે? શ્રીલંકાના સાંસદ નમાલ રાજપક્ષે, બાંગ્લાદેશના પૂર્વ મંત્રી અને સત્તાધારી આવામી લીગના સભ્ય હસન ઉલ હક ઈનુ અને દક્ષિણ એશિયા મામલાના વિશેષજ્ઞ માઈકલ કુગલમન આ મુદ્દે ચર્ચા કરશે. 


ZEEના આંતરરાષ્ટ્રીય ચેનલ WIONના 'Unleashing the Power of South Asia' કાર્યક્રમના મુખ્ય અતિથિ યુએઈના કેબિનેટ મંત્રી શેખ નહયાન મુબારક અલ નહયાન હશે. સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)માં ભારતના રાજદૂત નવદીપ સૂરી ગેસ્ટ ઓફ ઓનર હશે. 20 ફેબ્રુઆરીના રોજ આયોજિત આ  કોન્ક્લેવનું WION—World is One News— ચેનલ પર સવારે 11.30 કલાકથી જીવંત પ્રસારણ થશે. 


વિદેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...