નવી દિલ્હી: અમેરિકાના મિસૌરીની એક યુવતીને કાર વીમા કંપનીએ 5.2 મિલિયન ડોલર એટલે કે લગભગ 40 કરોડ રૂપિયાની ભારે ભરખમ રકમ ચૂકવવાનો વારો આવ્યો. યુવતીએ એવો દાવો કર્યો કે તેણે તેના એક પૂર્વ પ્રેમી સાથે કારની પાછલી સીટ પર શારીરિક સંબંધ બનાવ્યા હતા. ત્યારબાદ તેને ગુપ્ત રોગ થઈ ગયો પછી તેણે આ વીમો ક્લેમ કર્યો. મામલો કોર્ટ સુધી પહોંચ્યો જ્યાં આ કેસમાં યુવતીને 40 કરોડ જેટલી માતબાર રકમ ચૂકવવાનો આદેશ અપાયો. કોર્ટે આ ઘટનાને કારમાં ઘટેલા એક એક્સીડન્ટ તરીકે ધ્યાનમાં લીધી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મામલો અમેરિકાના મિસૌરીનો છે. વર્ષ 2014માં Hyundai Genesis કારમાં કપલે રોમાન્સ કર્યો હતો. વાત જાણે એમ હતી કે યુવતીના એક્સ બોયફ્રેન્ડને Sexually transmitted disease હતો. જેના કારણે તે પણ બીમાર પડી. આ કેસમાં 5 વર્ષ બાદ મિસૌરી કોર્ટ ઓફ અપીલ્સે હવે GEICO જનરલ ઈન્શ્યુરન્સ કંપનીને યુવતીને તગડી રકમ ચૂકવવાનો આદેશ આપ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ ત્રણ જજની પેનલે આ ચુકાદો આપ્યો છે. 


ડેઈલી મેઈલને મળેલા કોર્ટ પેપર્સ મુજબ યુવતીએ ફેબ્રુઆરી 2021માં GEICO પાસે વળતરની માંગણી કરી હતી. કપલ વર્ષ 2017થી જ રોમેન્ટિક રિલેશનશીપમાં હતું. કોર્ટના દસ્તાવેજો મુજબ યુવતીએ આરોપ લગાવ્યો કે તેના એક્સ બોયફ્રેન્ડને થ્રોટ કેન્સર ટ્યુમર હતું. તેને  HPV (the human papillomavirus) પણ હતું. આમ છતાં તે પ્રોટેક્શન વગર તેની સાથે સેક્સ કરતો હતો. 


મે 2021માં જજે જાણ્યું કે કપલે ગાડીની અંદર સેક્સ કર્યું હતું. જેના કારણે જ છોકરીને HPV ઈન્ફેક્શન થયું. એક્સ બોયફ્રેન્ડને ઈન્ફેક્શનની જાણકારી છૂપાવવા માટે જવાબદાર ગણવામાં આવ્યો કારણ કે તેને કેન્સર અને HPV હતા છતાં તેણે અસુરક્ષિત શારીરિક સંબંધ બનાવ્યા. આરોપીએ કારનો વીમો કરાવી રાખ્યો હતો આથી તે વળતર માટે જવાબદાર હતો અને આ રકમ ડેમેજ અને ઈન્જરી બદલ યુવતીને GEICO દ્વારા ચૂકવવામાં આવશે. 


ચુકાદા બાદ GEICO આ કેસમાં ફરીથી સુનાવણી માટે કોર્ટ પહોંચ્યું. પરંતુ ત્રણ જજોની પેનલે પણ નીચલી કોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો. 


વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


જુઓ LIVE TV