આંખ ઉઘાડનારો કિસ્સો...રોમાન્સમાં ઓતપ્રોત મહિલાને આવી ગયો હાર્ટએટેક, આ એક ભૂલ ભારે પડી
હાર્ટએટેક ગમે તેને ગમે ત્યારે આવી શકે છે. આવામાં આજકાલ શરીરમાં નાના મોટા ફેરફાર પણ જરાય અવગણવા જોઈએ નહીં.
નવી દિલ્હી: હાર્ટએટેક ગમે તેને ગમે ત્યારે આવી શકે છે. આવામાં આજકાલ શરીરમાં નાના મોટા ફેરફાર પણ જરાય અવગણવા જોઈએ નહીં. જો તમે કોઈ એવી દવાનું સેવન કરી રહ્યા છો જેની સાઈડ ઈફેક્ટ હોય તો તે સંલગ્ન સાવધાની જરૂર વર્તવી જોઈએ. આ વાતોને અવગણવા પર કોઈ પણ વ્યક્તિનું મોત થઈ શકે છે. અહીં આ વાતોનો ઉલ્લેખ કરવો એટલા માટે જરૂરી બને છે કારણ કે એક મહિલાએ ઓનલાઈન વેબસાઈટ રેડિટ પર પોતાની વન નાઈટ સ્ટેન્ડની સેક્સ્યુઅલ એક્ટિવિટ બાદ અચાનક આવેલા કાર્ડિયાક એપિસોડ અંગે જાણકારી શેર કરી.
આ એક ભૂલથી જીવ જઈ શકે તેમ હતો
બ્રિટિશ ન્યૂઝ વેબસાઈટ ધ સન મુજબ આ મહિલાને સેક્સ્યુઅલ એક્ટિવિટ બાદ અચાનક હ્રદયરોગનો હુમલો થયો હતો. રિપોર્ટ મુજબ આવું એટલા માટે થયું કારણ કે તે મહિલા હાર્ટ સંલગ્ન બીમારીની દવા લઈ રહી હતી અને તેને નિર્ધારિત ખાણીપીણીનું ધ્યાન રાખવાની સાથે સાથે વધુ પડતી મહેનત, કસરત અને એક્સાઈટમેન્ટવાળી એક્ટિવિટીથી દૂર રહેવાનું કહેવાયું હતું. અનેક એક્સપર્ટ સેક્સને માનવ શરીર માટે એક મહત્વની કસરત માને છે. પરંતુ અહીં આ મામલે બેદરકારી વર્તવાના કારણે મહિલાનો જીવ જઈ શકે તેમ હતો.
Iraq: પ્રધાનમંત્રીના ઘર પર વિસ્ફોટકો ભરેલા ડ્રોનથી હુમલો, માંડ માંડ થયો બચાવ, અનેક લોકો ઘાયલ
આ રીતે વર્ણવી ડરામણી ઘટના
મહિલાએ જણાવ્યું કે થોડા દિવસ પહેલા હું મારા એક મિત્રના લગ્નમાં ગઈ હતી. તે વખતે મારી મુલાકાત એક વ્યક્તિ સાથે થઈ. જો કે અમે સોશિયલ મીડિયાથી એક બીજાને લગભગ એક વર્ષથી જાણતા હતા. લગ્નમાં અમે ખુબ ડાન્સ કર્યો. ખુબ વાતો કરી. પાર્ટી ખતમ થયા બાદ હું તેની સાથે એક હોટલના રૂમમાં જતી રહી અને અમે એકબીજાની ખુબ નજીક આવી ગયા. અમારી વચ્ચે સેક્સ્યુઅલ એક્ટિવિટ પણ ખુબ સારી રહી.
મહિલાએ ઈન્ટરવ્યુમાં આગળ કહ્યું કે તે વખતે અચાનક તેને છાતીમાં દુખાવો થયો. તેની હાર્ટબીટ વધી ગઈ. તેણે એમ પણ કહ્યું કે તેનું માથું ભમવા લાગ્યું અને તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. ત્યારબાદ તેને યાદ આવ્યું કે તે એક એવી દવા લઈ રહે છે જે હાર્ટ સંબંધિત સમસ્યા વધારી શકે છે. જો કે આ મહિલાએ પોતાની હાર્ટબીટને મોનિટર કરવા માટે નિશ્ચિત સમયગાળા પર બે રિપોર્ટ કરાવ્યા હતા જે એકદમ નોર્મલ હતા.
Weird News: ફાઈવ સ્ટાર હોટલના બહુ અભરખા હોય તો એકવાર વાંચી લો આ સમાચાર...ધ્રુજારી છૂટી જશે
રાતે ડોક્ટર નહતા
મહિલાએ જણાવ્યું કે સારી વાત એ હતી કે તે સમયે મારી સાથે હોટલ રૂમમાં એક સમજદાર વ્યક્તિ હતો. તેણે તરત મારી કમર રગડવાનું શરૂ કર્યું. તેણે મને શાંત રાખવાની સાથે રિલેક્સ કરવા માટે ખુબ કોશિશ કરી. અચાનક દર્દ ઓછુ થયું અને મને રાહત મળી. સવારે મે કાર્ડિયોલોજિસ્ટને મળી અને ટેસ્ટ કરાવવા સાથે સમગ્ર ઘટનાક્રમ વિશે વિસ્તારથી જણાવ્યું.
હાલ આ મહિલાની હાલાત ઠીક છે અને સોશિયલ મીડિયા પર મહિલાના આ ખુલાસા બાદ નેટિઝન્સ તેની સાથે ઘટેલી ઘટના પર અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube