Weird News: ફાઈવ સ્ટાર હોટલના બહુ અભરખા હોય તો એકવાર વાંચી લો આ સમાચાર...ધ્રુજારી છૂટી જશે

અનેક લોકો ફાઈવ સ્ટાર હોટલમાં જ રહેવાનું પસંદ કરતા હોય છે. કારણ કે ત્યાં ખુબ સારી અને આલિશાન સુવિધાઓ મળતી હોય છે. ફાઈવ સ્ટાર હોટલના ભાડા પણ ખુબ વધારે હોય છે. જો આટલા મોંઘા રૂમ ભાડા ચૂકવવા છતાં તમને અસુવિધા મળે તો તમે શું કરશો?

Weird News: ફાઈવ સ્ટાર હોટલના બહુ અભરખા હોય તો એકવાર વાંચી લો આ સમાચાર...ધ્રુજારી છૂટી જશે

નવી દિલ્હી: અનેક લોકો ફાઈવ સ્ટાર હોટલમાં જ રહેવાનું પસંદ કરતા હોય છે. કારણ કે ત્યાં ખુબ સારી અને આલિશાન સુવિધાઓ મળતી હોય છે. ફાઈવ સ્ટાર હોટલના ભાડા પણ ખુબ વધારે હોય છે. જો આટલા મોંઘા રૂમ ભાડા ચૂકવવા છતાં તમને અસુવિધા મળે તો તમે શું કરશો? આવું જ કઈક સાઉથ વેલ્સ (South Wales) માં રહેતી એક મહિલા સાથે થયું. મહિલા પોતાના ફેમિલી સાથે મેક્સિકો ફરવા માટે ગઈ હતી. આ દરમિયાન તેણે ફાઈવ સ્ટાર હોટલમાં રૂમ બુક કર્યો. પરંતુ તેની સાથે જે થયું તે તમે સપનામાં પણ વિચારી નહીં શકો. 

મહિલાએ હોટલ પર લગાવ્યો આ આરોપ
મહિલા તેના બે બાળકો સાથે હોટલમાં રહેવા માટે આવી હતી. તેણે જે હોટલમાં રૂમ બુક કર્યો તેમાં અનેક માંકડ હતા. આ માંકડે તેની હાલત ખરાબ કરી નાખી. મહિલાએ હોટલ પર ગંદકી અને ખરાબ વ્યવસ્થાનો આરોપ લગાવ્યો છે. 

બેડ પર માંકડનું સામ્રાજ્ય
મળતી માહિતી મુજબ મહિલાનું નામ સારાહ ફિંચ છે. સારાહે વેલ્સઓનલાઈન સાથે વાત કરતા જણાવ્યું કે જે હોટલમાં તેણે રૂમ બુક કર્યો હતો ત્યાં તે રૂમમાં ગઈ તો આખા બેડ પર માંકડ ફરી રહ્યા હતા. હોટલમાં રોકાયેલા અન્ય ગેસ્ટને પણ આ જ સમસ્યા હતી. અંધારામાં મહિલા અને તેના બાળકોને માંકડ કરડી ગયા. જ્યારે સારાહે લાઈટ ચાલુ કરી તો તેણે જોયું કે બેડ પર અનેક માંકડ ફરતા હતા. 

Sarah Finch

મહિલાના બાળકોના ચહેરા પર નિશાન પડી ગયા
સારાહે જણાવ્યું કે તેની એક વર્ષની બાળકીને સૌથી વધુ દર્દ થઈ રહ્યું હતું અને તેના સમગ્ર હાથ અને ચહેરા પર માંકડ કરડી જવાના નિશાન હતા. તે બેબી ગ્રોમાં સૂએ છે. આથી માંકડ તેને ફક્ત હાથ અને ચહેરા પર જ કરડી શક્યા. નાની બાળકીને ચહેરા પર બળતરા થતી હતી. આથી તેને બળતરા ઓછી થવાની દવા આપી. 

સોશિયલ મીડિયા પર શેર કર્યો અનુભવ
સારાહના જણાવ્યાં મુજબ તે ફાઈવ સ્ટાર હોટલમાં આરામના ઈરાદે રોકાયેલી હતી. પરંતુ તેને શું ખબર હતી કે આ તેના માટે એક ખરાબ સપનું સાબિત થશે. તેની રજાઓ ખરાબ થઈ ગઈ અને તબિયત પણ બગડી. સારાહે પોતાનો અનુભવ સોશિયલ મીડિયા પર શેર કર્યો. 10 દિવસ રજા ગાળવાના ઈરાદે તેઓ મેક્સિકો ગયેલા આ પરિવારને હવે 5 સ્ટાર હોટલના નામથી જ બીક લાગવા માંડી છે. લોકોએ આ પોસ્ટ પર પોતાના અનુભવ પણ શેર કર્યા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news