Iraq: પ્રધાનમંત્રીના ઘર પર વિસ્ફોટકો ભરેલા ડ્રોનથી હુમલો, માંડ માંડ થયો બચાવ, અનેક લોકો ઘાયલ

ઈરાકના પ્રધાનમંત્રી મુસ્તફા અલ કદીમીના નિવાસ સ્થાન પર વિસ્ફોટક ભરેલા ડ્રોનથી હુમલો થયો છે.

Iraq: પ્રધાનમંત્રીના ઘર પર વિસ્ફોટકો ભરેલા ડ્રોનથી હુમલો, માંડ માંડ થયો બચાવ, અનેક લોકો ઘાયલ

નવી દિલ્હી: ઈરાકના પ્રધાનમંત્રી મુસ્તફા અલ કદીમીના નિવાસ સ્થાન પર વિસ્ફોટક ભરેલા ડ્રોનથી હુમલો થયો છે. આ હુમલો આજે વહેલી સવાર થયો. જો કે ઈરાકના પ્રધાનમંત્રીનો આ જીવલેણ હુમલામાં બચાવ થયો છે. ઈરાકી સેનાએ તેને પીએમની હત્યાની કોશિશ ગણાવી છે. આ બાજુ અલ અરેબિયાના સમાચાર મુજબ આ હુમલામાં કેટલાક લોકો ઘાયલ થયા છે. 

ઈરાકની સેના દ્વારા જારી થયેલા એક નિવેદન મુજબ આ હુમલો કદીમીના બગદાદ સ્થિત નિવાસ સ્થાનના ગ્રીન ઝોનને નિશાન બનાવીને કરવામાં આવ્યો. જો કે સેના દ્વારા હાલ આ અંગે કોઈ વધુ જાણકારી અપાઈ નથી. બે અન્ય સરકારી અધિકારીઓએ જણાવ્યું કે કદીમીના આાસ પર વિસ્ફોટકો ભરેલા ડ્રોનથી હુમલો કરાયો. 

— ANI (@ANI) November 7, 2021

સમાચાર એજન્સી રોયટર્સે પણ એવી જાણકારી આપી છે કે હુમલામાં પ્રધાનમંત્રી કદીમી માંડ માંડ  બચ્યા. કદીમીએ પણ હુમલા બાદ ટ્વીટ કરીને કહ્યું કે તેઓ સુરક્ષિત છે. તેમણે લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. 

આ હુમલાની હાલ કોઈ પણ આતંકવાદી જૂથી જવાબદારી લીધી નથી. પ્રધાનમંત્રી આવાસના ગ્રીન ઝોન વિસ્તારમાં સરકારી ઈમારતો, અને વિદેશી દૂતાવાસ છે. અહીં રહેનારા પશ્ચિમી દેશોના રાજદૂતોએ જણાવ્યું કે તેમણે ધડાકા અને ગોળીબારીના અવાજ સાંભળ્યા. અત્રે જણાવવાનું કે ઈરાન સાથે મળીને સશસ્ત્ર સમૂહોએ હાલના સમયમાં ગ્રીન ઝોન પાસે ગત મહિને થયેલી સંસદીય ચૂંટણીઓ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news