લા પ્લાટા (આર્જેન્ટીના): એક મહિલાની શરમજનક હરકત સામે આવી છે, જેના કારણે પોલીસે તેની ધરપકડ કરી છે. આ મહિલા પોતાના બે બાળકોને લઈને કારથી જઈ રહી હતી, એટલામાં તે પોતાના બોયફ્રેન્ડ સાથે રોમાન્સ કરવા લાગી. તે માટે તેણે બંને બાળકોને કારમાંથી નીચે ઉતારી દીધા. બંને બાળકો કંઈ સમજી શક્યા નહીં અને તે કારના કાચમાંથી અંદર જોવા લાગ્યા હતા. આ ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં આ ઘટના આર્જેન્ટીનાના લા પ્લાટાની છે. ધ સનના રિપોર્ટ પ્રમાણે મહિલાએ પોતાના બે માસૂમ બાળકોની સામે આવી હરકત કરી કે લોકો ભડકી ગયા. આ બધુ ત્યારે થયું જ્યારે મહિલા પોતાના બોયફ્રેન્ડની સાથે કારની અંદર હતી. રિપોર્ટ પ્રમાણે આ 28 વર્ષની મહિલાએ પોતાના બાળકોને કારમાંથી બહાર કાઢી અંદર પોતાના બોયફ્રેન્ડને બોલાવી લીધો હતો. 


મોટો ખુલાસોઃ ઈરાનના ટોપ જનરલ સુલેમાનીની હત્યામાં હતો ઇઝરાયલનો પણ હાથ


આ દરમિયાન કોઈએ સમગ્ર ઘટનાને પોતાના કેમેરામાં કેદ કરી લીધો અને પોલીસને ફોન કરી દીધો હતો. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે કપલની ધરપકડ કરી છે. રિપોર્ટમાં તે વાતનો ઉલ્લેખ છે કે બાળકોના પિતા ત્યાં નહોતા, તે મહિલાનો બોયફ્રેન્ડ છે. તેની સાથે મહિલા પર સગીર બાળકોને એકલા છોડવા, તેને હેરાન કરવાનો આરોપ લાગ્યો છે. હાલ આ ઘટનાની તપાસ ચાલી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube