મોટો ખુલાસોઃ ઈરાનના ટોપ જનરલ સુલેમાનીની હત્યામાં હતો ઇઝરાયલનો પણ હાથ
જાન્યુઆરી 2020માં બગદાદમાં એક અમેરિકી ડ્રોન હુમલામાં જનરલ કાસિમ સુલેમાનીનું મોત થયુ હતું. સુલેમાની ઈરાની રિવોલ્યૂશનરી ગાર્ડ કોર્પ્સને લીડ કરી રહ્યા હતા.
Trending Photos
નવી દિલ્હીઃ ઈઝરાયલના પૂર્વ સૈન્ય ગુપ્તચર પ્રમુખે જણાવ્યુ કે ઇઝરાયલ તે અમેરિકી હવાઈ હુમલામાં સામેલ હતું જેણે જાન્યુઆરી 2020માં ઈરાની જનરલ કાસિમ સુલેમાનીની હત્યા કરી હતી. ઇઝરાયલી મેજર જનરલ તામીર હેમૈન જે હવે નિવૃત છે, તેમણે સુલેમાનીની હત્યામાં ઇઝરાયલનો હાથ હોવાનું સ્વીકાર્યુ છે.
મહત્વનું છે કે જાન્યુઆરી 2020માં બગદાદમાં એક અમેરિકી ડ્રોન હુમલામાં જનરલ કાસિમ સુલેમાનીનું મોત થયુ હતું. સુલેમાની ઈરાની રિવોલ્યૂશનરી ગાર્ડ કોર્પ્સને લીડ કરી રહ્યા હતા. રિપોર્ટ પ્રમાણે ઇઝરાયલી ગુપ્ત એજન્સીએ દમિશ્કથી બગદાદ માટે સુલેમાનીની ફ્લાઇટની પુષ્ટિ કરવામાં મદદ કરી હતી. ઇઝરાયલની પાસે સુલેમાનીના નંબર સુધી પણ પહોંચ હતી.
ઇઝરાયલ માટે ઉપલબ્ધિ છે સુલેમાનીની હત્યા?
હેમૈને એક હિબ્રૂ પત્રિકાને જણાવ્યુ હતુ કે સુલેમાનીની હત્યા એક ઉપલબ્ધિ હતી કારણ કે મારી નજરમાં ઈરાની આપણા મુખ્ય દુશ્મન છે. તેમણે કહ્યુ કે, સેનાના ગુપ્તચર પ્રમુખના રૂપમાં મારા કાર્યકાળ દરમિયાન બે મહત્વપૂર્ણ હત્યાઓ થઈ. હેમૈને કહ્યુ કે, ઇઝરાયલના હુમલા સીરિયામાં પોતાના મજબૂત કરવાના ઈરાનના પ્રયાસને રોકવામાં સફળ રહ્યા છે.
આ પણ વાંચોઃ જેની ગણતરી દુનિયાના સૌથી કટ્ટર મુસ્લિમ દેશમાં થાય છે, ત્યાં રેવ પાર્ટી યોજાતા દુનિયા આશ્ચર્યચકિત
મહત્વનું છે કે ઇઝરાયલે છેલ્લા એક દાયકામાં સીરિયામાં અનેકવાર હવાઈ હુમલા કર્યા છે પરંતુ ઇઝરાયલ અત્યાર સુધી તેના પર પ્રતિક્રિયા આપવાથી બચતુ રહ્યું છે. ઇઝરાયલે તે પણ સ્વીકાર્યું કે તેણે ઈરાની સમર્થિત ફોર્સ અને હિઝ્બુલ્લાહને નિશાન બનાવવામાં આવ્યા છે.
ઈઝરાયલ અને ઈરાન બંને એકરીજાને દુશ્મન માને છે. ઈરાન, ઇઝરાયલને દુનિયાના નક્શામાંથી ગાયબ કરવાનું કહે છે તો ઇઝરાયલ કહે છે કે તે ઈરાનને પરમાણુ હથિયાર પ્રાપ્ત કરતું રોકવા તમામ પગલા ભરશે. પરંતુ ઈરાનનું કહેવું છે કે તેનો પરમાણુ કાર્યક્રમ શાંતિપૂર્ણ ઉદ્દેશ માટે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે