ટોક્યોઃ તમે બેરોજગાર છો? તમને કામ કરવાનું પણ પસંદ નથી? તેવામાં આ નોકરી તમારા માટે સૌથી સારી છે. ચોંકી ગયા? ચોંકો નહીં, પગાર પણ સારો છે. જી હાં, જાપાનના શોજી મોરિમોટોને કંઈ ન કરવા માટે પણ કંપની ખુબ મોટી રકમ આપે છે. તેનું કામ માત્ર ક્લાયન્સ સાથે સમય પસાર કરવાનો છે. દરેક મીટિંગ માટે તેને 10,000 યેન એટલે કે 71 ડોલર મળે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટોક્યોના રહેવારી મોરિમોટોએ ન્યૂઝ એજન્સી રોયટર્સને જણાવ્યું, 'મૂળ રૂપથી હું ખુદને ભાડા પર આપુ છું. મારૂ કામ તે છે કે મારા ગ્રાહક જ્યાં કહે ત્યાં રહુ છું. આ દરમિયાન મારે કંઈ કરવાનું હોતું નથી. છેલ્લા ચાર વર્ષમાં તેણે આશરે 4,000 સેશન કર્યા છે. એટલે કે ચાર વર્ષમાં તેણે 2.84 લાખ અમેરિકી ડોલરની કમાણી કરી છે.'


મોરિમોટો દેખાવમાં ખાસ નથી. ટ્વિટર પર તેના આશરે 2.5 લાખ ફોલોઅર્સ છે. મોટાભાગના ક્લાઇન્ટ તેનો સંપર્ક રરે છે. કંઈ ન કરવાનો અર્થ તે નથી કે મોરિમોટો ગમે તે કરશે. તેણે ફ્રીઝને શિફ્ટ કરવા અને કંબોડિયા જવાના પ્રસ્તાવને ઠુકરાવી દીધા હતા. આ સિવાય શારીરિક સંબંધ બનાવવા જેવી વિનંતીને પણ તે ઠુકરાવી દે છે. 


આ પણ વાંચોઃ Watch Video: લાઈવ ન્યૂઝ બુલેટિનમાં મહિલા એંકરને આવ્યો સ્ટ્રોક, પછી જુઓ કઈ રીતે બચ્યો જીવ


પાછલા સપ્તાહે તેણે 27 વર્ષીય ડેટા વિશ્લેષક અરૂણા ચિદાની સાથે સમય પસાર કર્યો. આ દરમિયાન બંનેએ ચા પીધી અને કેક ખાધી, પરંતુ ખુબ ઓછી વાતચીત કરી. ચિદા ભારતીય વસ્ત્રોને જાહેર રૂપથી પહેરવા ઈચ્છતી હતી, પરંતુ તેને ચિંતા હતી કે તેના મિત્રોને આ પસંદ આવશે નહીં. તેથી તેણે મોરિમોટોની મદદ લીધી. 


મોરિમોટોએ આ પહેલા એક પ્રકાશક માટે પણ કામ કર્યું હતું. આ નોકરીમાં કંઈ ન કરવા માટે તેણે ગુસ્સાનો સામનો કરવો પડતો હતો. હવે મોરિમોટોની આવકનો એકમાત્ર સ્ત્રોત આ છે. તેની પત્ની બાળકો પણ તેનું સમર્થન કરે છે. પરંતુ તેણે જણાવવાનો ઈનકાર કરી દીધો કે તેની કમાણી કેટલી છે. તેણે કહ્યું કે તે દિવસમાં માત્ર એક બે ક્લાઇન્ટ્ને સમય આપે છે. કોરોના મહામારી પહેલા તેની સંખ્યા આખરે 3-4 હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube