Watch Video: લાઈવ ન્યૂઝ બુલેટિનમાં મહિલા એંકરને આવ્યો સ્ટ્રોક, પછી જુઓ કઈ રીતે બચ્યો જીવ
News Anchor Suffers Stroke in Live Bulletin: છેલ્લા કેટલાક દિવસોમાં તમે હાર્ટ એટેકના અનેક વીડિયો લાઈવ જોયા હશે. જેમાં કોઈ નાચતા ગાતા હાર્ટ એટેકનો ભોગ બને છે તો કોઈ ચૂપચાપ તેની ઝપેટમાં આવી જાય છે. હાર્ટ એટેક ખુબ ખતરનાક હોય છે. અને આ સ્થિતિમાં જો યોગ્ય રીતે તેની ઓળખ ન થાય અને યોગ્ય સમયે સારવાર ન મળે તો દર્દીનું મોત પણ થઈ જાય છે. આવી જ સ્થિતિ સ્ટ્રોકમાં પણ હોય છે.
Trending Photos
News Anchor Suffers Stroke in Live Bulletin: છેલ્લા કેટલાક દિવસોમાં તમે હાર્ટ એટેકના અનેક વીડિયો લાઈવ જોયા હશે. જેમાં કોઈ નાચતા ગાતા હાર્ટ એટેકનો ભોગ બને છે તો કોઈ ચૂપચાપ તેની ઝપેટમાં આવી જાય છે. હાર્ટ એટેક ખુબ ખતરનાક હોય છે. અને આ સ્થિતિમાં જો યોગ્ય રીતે તેની ઓળખ ન થાય અને યોગ્ય સમયે સારવાર ન મળે તો દર્દીનું મોત પણ થઈ જાય છે. આવી જ સ્થિતિ સ્ટ્રોકમાં પણ હોય છે. બ્રેઈન સ્ટ્રોકનો એટેક પણ હાલતા ચાલતા આવી જાય છે અને જીવલેણ હોઈ શકે છે. સ્ટ્રોક સંલગ્ન એક વીડિયો કાલથી સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. જેમાં એક ન્યૂઝ એંકરને લાઈવ શો દરમિયાન એટેક આવે છે. જાણો આગળ શું થયું.
એંકરે પોતે વીડિયો શેર કર્યો
રિપોર્ટ મુજબ અમેરિકી ન્યૂઝ ચેનલ 2 NEWS ના મહિલા એંકર જૂલી ચિન સમાચાર વાંચી રહ્યા હતા ત્યારે જ તેમને એટેક આવ્યો. ત્યારબાદ તેમણે સાવધાની વર્તતા વચ્ચે અટકીને તરત જ ડોક્ટરને ફોન કર્યો અને યોગ્ય સમયે સારવાર મળવાના કારણે તેઓ હવે ઠીક છે. આ ઘટના અંગે જૂલી ચિને લોકોને જાગૃત કરવા માટે પોતે એક વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે.
Tulsa news anchor Julie Chin has the beginnings of a stroke live on the air. She knew something was wrong, so tossed it to the meteorologist, as her concerned colleagues called 911. She’s fine now, but wanted to share her experience to educate viewers on stroke warning signs. pic.twitter.com/aWNPPbn1qf
— Mike Sington (@MikeSington) September 5, 2022
અચાનક અવાજ બદલાઈ ગયો
આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એંકર જૂલી ચિન સમાચાર વાંચવાના શરૂ કરે છે. તેઓ એક લાઈન બોલે જ છે કે તેમનો અવાજ લથડી જાય છે. તેઓ એક બે વાર ફરીથી બોલવાની કોશિશ કરે છે, પરંતુ અવાજ ફરીથી લથડી જાય છે. તેઓ સમજી જાય છે કે આ એટેક છે. તેઓ તરત દર્શકોની માફી માંગતા બુલેટિને હવામાન સેક્શનમાં ટ્રાન્સફર કરી દે છે અને પોતે ડોક્ટરનો સંપર્ક કરે છે.
સમયસર મળી ગઈ મેડિકલ મદદ
તે બુલેટિન રોકતા દર્શકોને કહે છે કે, મને માફ કરો, આજે સવારથી હું સારું મહેસૂસ કરતી નથી. હું મારા સહયોગી પાસે જતા પહેલા તમારા બધાની માફી માંગુ છું. ત્યારબાદ તેમના સહકર્મીઓએ મહેસૂસ કર્યું કે તેમને મેડિકલ ઈમરજન્સીની જરૂર છે. ટીમે 911 પર કોલ કરીને ડોક્ટરોને બોલાવ્યા. ડોક્ટરોએ જણાવ્યું કે જૂલીને શરૂઆતી સ્ટ્રોક આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે