વિશ્વના અનેક દેશોમાં ફરી વધવા લાગ્યા કોરોના કેસ, વિશ્વ આરોગ્ય સંગઠને જણાવ્યું કારણ
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે, એક મહિનાથી વધુ સમય સુધી કેસમાં ઘટાડા બાદ અનેક દેશોમાં ફરી કેસ વધી રહ્યાં છે. મહામારીના પ્રકોપને રોકવા માટે ઝઝૂમી રહેલા ચીન જેવા દેશોએ લૉકડાઉનનો સહારો લેવો પડી રહ્યો છે.
વોશિંગટનઃ વિશ્વના અનેક દેશોમાં ફરી કોરોના સંક્રમણના કેસ વધી રહ્યાં છે. તેને લઈને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચેતવણી આપી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને મંગળવારે કહ્યુ કે, કોોરના સંક્રમણના કેસમાં વૈશ્વિક વૃદ્ધિના આંકડા મોટી સમસ્યા ઉભી કરી શકે છે કારણ કે દેશોમાં ટેસ્ટિંગની સંખ્યા ઘટી રહી છે. આ સાથે વિશ્વ આરોગ્ય સંસ્થાએ દેશોને વાયરસ વિરુદ્ધ સાવચેત રહેવાની સલાહ આપી છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે, એક મહિનાથી વધુ સમય સુધી કેસમાં ઘટાડા બાદ અનેક દેશોમાં ફરી કેસ વધી રહ્યાં છે. મહામારીના પ્રકોપને રોકવા માટે ઝઝૂમી રહેલા ચીન જેવા દેશોએ લૉકડાઉનનો સહારો લેવો પડી રહ્યો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું કે, કેસ વધવા પાછળ ઘણા કારણ છે. તેમાં ઓમિક્રોન વેરિએન્ટ અને તેનો બીએ.2 સબ-વેરિએન્ટ જ્યારે જાહેર ઉપાયોમાં ઢીલ આપવી સામેલ છે.
આ પણ વાંચોઃ ચીનમાં ફરી બગડી રહી છે સ્થિતિ! કોરોના ટેસ્ટિંગ માટે મારામારી, ક્વોરૅન્ટીન માટે જગ્યા જ નથી...
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ડાયરેક્ટર ટેડ્રોસ અઢાનમ ધેબ્રેયેસસે સંવાદદાતાઓને કહ્યુ કે, કેટલાક દેશોમાં કોવિડ-19 ટેસ્ટિંગમાં કમી છતાં કેસની સંખ્યા વધી રહી છે. તો ડબ્લ્યૂએચઓના અદિકારીઓએ તે પણ કહ્યું કે કેટલાક દેશોમાં રસીકરણ દરમાં ઘટાડો થયો છે. પાછલા સપ્તાહની તુલનામાં વૈશ્વિક સ્તર પર નવા સંક્રમણમાં આઠ ટકાની વૃદ્ધિ થઈ છે.
સમાચાર એજન્સી રોયટર પ્રમાણે 7થી 13 માર્ચ દરમિયાન 1.1 કરોડ નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 43 હજારથી વધુ મોત થયા છે. જાન્યુઆરી બાદ કોરોના સંક્રમણમાં આટલી મોટી સંખ્યામાં વૃદ્ધિ જોવા મળી છે. દક્ષિણ કોરિયા અને ચીન સહિત પશ્ચિમી પ્રશાંત ક્ષેત્રમાં સંક્રમણના કેસમાં 25 ટકા અને મોતમાં 27 ટકાનો વધારો જોવા મળ્યો છે. આફ્રિકામાં નવા કેસમાં 12 ટકા જ્યારે મોતમાં 14 ટકાની વૃદ્ધિ થઈ છે. તો યુરોપમાં સંક્રમણમાં બે ટકાની વૃદ્ધિ થઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube