Covid-19: તો 2020મા નહીં આવે કોવિડ-19ની વેક્સિન, WHOએ જણાવ્યું ક્યારે આવશે કોરોનાની રસી
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (World Health Organization)એ કહ્યું કે, આગામી વર્ષ 2021ના મધ્ય સુધી કોરોનાની રસી આવવાની આશા નથી.
જિનેવાઃ કોરોના વાયરસ (Coronavirus) મહામારીનો સામનો કરી રહેલી દુનિયા કોવિડ-19 (Covid-19) ની વેક્સિનની રાહ જોઈ રહી છે. આ વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (World Health Organization)એ કહ્યું કે, આગામી વર્ષે 2021ના મધ્યથી પહેલા કોરોના વાયરસની વેક્સિન આવવાની આશા નથી. WHOએ ચાલી રહેલી ટ્રાયલમાં પ્રભાવશીલતા અને સુરક્ષાના મહત્વ પર ભાર આપ્યો છે.
WHOના પ્રવક્તા માર્ગારેટ હેરિસે જણાવ્યું, 'વેક્સિન બનાવનાર કોઈપણ દેશ અત્યાર સુધી એડવાન્સ ટ્રાયલમાં પહોંચ્યો નથી. તેવામાં આગામી વર્ષે મધ્ય પહેલા સુધી વ્યાપક રૂપથી કોરોનાની રસીની ઉપલબ્ધતાની આશા ન કરી શકીએ.' તેમણે કહ્યું કે, વેક્સિનના ટ્રાયલનો ત્રીજો તબક્કો લાંબો ગશે, તેમાં આપણે જોવાની જરૂર છે કે તે કેટલી સુરક્ષિત છે, અને કોરોનાથી કેટલી બચાવી શકે છે. WHOના પ્રવક્તા માર્ગરેટ હેરિસે કહ્યું કે, અત્યાર સુધી ટ્રાયલમાં કોઈપણ વેક્સિનમાંથી ઓછામાં ઓછા 50 ટકાના સ્તર પર પ્રભાવશાળી હોવાના સ્પષ્ટ સંકેત મળ્યા નથી.
રૂસે બનાવી વેક્સિન
જ્યાં એક તરફ WHO આગામી વર્ષે કોરોનાની રસી આવવાની વાત કરી રહ્યું છે. તો રૂસે માનવ પરીક્ષણના બે મહિનાથી પણ ઓછા સમય બાદ ઓગસ્ટમાં કોવિડ-19 વેક્સિનને મંજૂરી આપી દીધી હતી. જેનાથી કેટલાક પશ્ચિમી નિષ્ણાંતોએ તેની સુરક્ષા અને અસર પર સવાલ ઉઠાવ્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પે કરી PM મોદીની પ્રશંસા, કહ્યું- ચીન-ભારત સરહદ વિવાદમાં મદદ માટે તૈયાર
ઓક્ટોબરમાં અમેરિકાની વેક્સિન આવવાની આશા
અમેરિકાના જાહેર સ્વાસ્થ્ય અધિકારીઓ અને ફાઇઝર ફંકે ગુરૂવારે કહ્યું કે, ઓક્ટોબરના અંત સુધી એક રસી વિતરણ માટે તૈયાર થઈ શકે છે. આ 3 નવેમ્બરે અમેરિકાની ચૂંટણી પહેલા થશે, જેમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા બીજો કાર્યકાળ જીતવા પર મતદાતાઓ વચ્ચે મહામારી થવાની સંભાવના છે.
કોરોના વેક્સિનના ત્રીજા તબક્કામાં સૌથી વધુ સમય લાગવો જોઈએ
જિનેવામાં એક યૂએન બ્રીફિંગને હેરિસે જણાવ્યું, 'અમે ચોક્કસપણે આગામી વર્ષના મધ્ય સુધી વ્યાપક ટીકાકરણ આવવાની આશા કરી રહ્યાં છીએ.' તેમણે કહ્યું, 'કોરોના વેક્સિનના ત્રીજા તબક્કામાં વધુ સમય લાગવો જોઈએ. કારણ કે આપણે તે જોવાની જરૂર છે કે રસી વાસ્તવમાં કેટલી સુરક્ષાત્મક છે અને તે કેટલી સુરક્ષિત છે.'
લદાખ સરહદે તંગદીલીના તમામ સમાચારો જાણવા કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube