ડોનાલ્ડ ટ્રમ્પે કરી PM મોદીની પ્રશંસા, કહ્યું- ચીન-ભારત સરહદ વિવાદમાં મદદ માટે તૈયાર

ડોનાલ્ડ ટ્રમ્પ ભારતીય-અમેરિકી મતદાતાને પોતાની તરફ લાવવામાં કોઈ કસર છોડવા માગતા નથી. ટ્રમ્પે એક ચૂંટણી સંબોધન દરમિયાન ભારતના લોકોની પ્રશંસા કરી અને કહ્યુ કે, તે લોકો મહાન છે. તેમણે એક શાનદાર નેતાને પસંદ કર્યાં છે. 
 

ડોનાલ્ડ ટ્રમ્પે કરી PM મોદીની પ્રશંસા, કહ્યું- ચીન-ભારત સરહદ વિવાદમાં મદદ માટે તૈયાર

વોશિંગટનઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે કહ્યુ કે, પશ્ચિમિ હિમાલયથી પસાર થતી પર્વત સીમાને લઈને ભારત અને ચીનની વચ્ચે વિવાદને ઉકેલવામાં અમેરિકા મદદ માટે તૈયાર છે. તેમણે કહ્યું કે, 'અમે ચીન અને ભારતના સંબંધમાં મદદ કરવા માટે તૈયાર છીએ. જો અમે તેમાં કંઈ કરી શકીએ તો અમે તેમાં સામેલ થવા અને મદદ કરવાનું પસંદ કરીશું.'

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતીય-અમેરિકી મતદાતાને પોતાની તરફ લાવવામાં કોઈ કસર છોડવા માગતા નથી. ટ્રમ્પે એક ચૂંટણી સંબોધન દરમિયાન ભારતના લોકોની પ્રશંસા કરી અને કહ્યુ કે, તે લોકો મહાન છે. તેમણે એક શાનદાર નેતાને પસંદ કર્યાં છે. તેમણે કહ્યું કે, ભારતીય લોકો અને પીએમ મોદીનું સમર્થન પ્રાપ્ત છે. 

— ANI (@ANI) September 4, 2020

મોટાભાગના ભારતીય-અમેરિકી તેમને મત આપશેઃ ટ્રમ્પ
ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીની પ્રશંસા કરતા કહ્યુ કે, પીએમ મોદી અમારા સૌથી સારા મિત્રોમાંથી એક છે અને તે ખુબ શાનદાર કામ કરી રહ્યાં છે. ટ્રમ્પે કહ્યુ કે, તેમને લાગે છે કે મોટાભાગના ભારતીય-અમેરિકી તેમને મદદ કરશે. 

— ANI (@ANI) September 4, 2020

ચીનના એક વાયરસે વિશ્વના 188 દેશોમાં તબાહી મચાવી
આ દરમિયાન ટ્રમ્પે ચીન પર પણ હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે, આ સમયે રૂસમાં પણ વધુ ચીનની ચર્ચા થવી જોઈએ, કારણ કે તે જે કામ કરી રહ્યું છે, તે ખુબ ખરાબ છે. તેમણે કહ્યું કે, ચીનના એક વાયરસે વિશ્વના 188 દેશોમાં તબાહી મચાવી છે. વિશ્વએ તેને જોયું છે. 

— ANI (@ANI) September 4, 2020

તણાવ ઓછો કરવા માટે ચીન અને ભારતની મદદ માટે હંમેશા તૈયારઃ ટ્રમ્પ
સરહદ પર ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ પર ડોલાન્ડ ટ્રમ્પે કહ્યુ કે, ખુબ ખરાબ સ્થિતિ છે. અમે તણાવ ઓછો કરવા માટે ચીન અને ભારતની મદદ કરવા હંમેશા તૈયાર છીએ. તેમણે કહ્યું કે, આ મામલા પર બંન્ને દેશો સાથે વાત કરીશું. તેમણે કહ્યું કે, ચીનની ચાલાવીને વિશ્વ સમજી રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news