વિશ્વના માથે મોતનું જોખમઃ હવાથી ફેલાતો રોગચાળો મિનિટોમાં કરોડોને ભરખી શકે છે

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના વડાએ ચેતવણી ઊચ્ચારી છે કે, દુનિયા પર હવા દ્વારા ફેલાતા વાઈરસના દેશવ્યાપી રોગચાળાનું `અત્યંત વાસ્તવિક જોખમ` તોળાઈ રહ્યું છે અને તેનું ભયંકર પરિણામ ધરતીવાસીઓએ ભોગવવું પડી શકે એમ છે. શ્વસનતંત્ર સંબંધિત આ રોગચાળો 5 થી 8 કરોડ લોકોને ભરખી જાય તેવી સંભાવના આરોગ્ય નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે.
લંડનઃ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના વડાએ ચેતવણી ઊચ્ચારી છે કે, દુનિયા દેશવ્યાપી રોગચાળાના 'અત્યંત વાસ્તવિક જોખમ' સામે બિલકૂલ તૈયાર નથી અને તેનું ભયંકર પરિણામ ધરતીવાસીઓએ ભોગવવું પડી શકે એમ છે. તાજેતરમાં જ વિશ્વના આરોગ્ય નિષ્ણાતો દ્વારા તૈયાર કરાયેલા એક રિપોર્ટ અનુસાર વિશ્વમાં જે પ્રકારે આરોગ્યલક્ષી ઈમરજન્સીમાં વધારો થયો છે તે અત્યંત ચિંતાજનક છે.
વૈજ્ઞાનિકોએ થોડા દિવસો અગાઉ અત્યંત વિનાશકારી પ્લેગ જેવા 'ડિસીઝ એક્સ'ની ચેતવણી ઉચ્ચારી હતી, જેમાં ગણતરીના દિવસોમાં જ લાખો લોકોનાં મોત નિપજે તેવી સંભાવના વ્યક્ત કરાઈ હતી. હવે 'ગ્લોબલ પ્રોપેર્ડનેસ મોનિટરિંગ બોર્ડ' (The Global Preparedness Monitoring Board) દ્વારા જણાવાયું છે કે, આજે દુનિયા દેશવ્યાપી રોગચાળાના 'ગંભીર જોખમ'નો સામનો કરી રહી છે.
આરોગ્ય નિષ્ણાતો દ્વારા બુધવારે જાહેર કરાયેલા રિપોર્ટ અનુસાર "સમગ્ર વિશ્વમાં દેશવ્યાપી રોગચાળો ફાટવાનું જોખમ વધી ગયું છે. આ રોગચાળો એવો હશે જેમાં ગણતરીના દિવસોમાં જ લાખો લોકો મોતને ભેટશે, અર્થતંત્ર અસ્ત-વ્યસ્ત થઈ જશે અને રાષ્ટ્રીય સુરક્ષા સામે પણ જોખમ પેદા કરશે."
શ્વસનતંત્ર સંબંધિત આ રોગચાળો 5 થી 8 કરોડ લોકોને ભરખી જાય તેવી સંભાવના આરોગ્ય નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, આજે દુનિયા વધુ નજીક આવી છે, જેના કારણે આ પ્રકારનો રોગચાળો માત્ર 36થી 50 કલાકમાં સમગ્ર વિશ્વને પોતાના ભરડામાં લઈ શકે છે અને તેને નિયંત્રણમાં લેવામાં આવે તે પહેલાં જ કરોડોની સંખ્યામાં લોકો મોતને ભેટી શકે છે.
વિવિધ ઉપખંડોમાં જોવા મળેલા નવા રોગ
યુરોપ
- ક્રિપ્ટોસ્પોરોડિઓસિસઃ આંતરડા સંબંધિત બિમારી, જે માઈક્રોસ્કોપિક જીવાણુઓથી થાય છે.
- ઈ-કોલી0104:H4 : જર્મનીમાં 2011માં બેક્ટેરિયા દ્વારા ફેલાયો હતો.
- વેરિયન્ટ ક્રૂટ્ઝફેલ્ડટ(જેકોબ ડિસીઝ): ચેપી માંસ ખાવાથી થતી મગજની બીમારી
ઉત્તર અમેરિકા
- એન્ટ્રોવાયરસ D68 : વિવિધ વાયરસનું જૂથ જેનાથી પોલિયો, હાથ, પેટ અને મોઢાની બિમારી થઈ શકે.
- હાર્ટલેન્ડ વાયરસઃ વાયરલ બિમારી.
- હેન્ટાવાયરસ પલ્મોનરી સિન્ડ્રોમઃ ગંભીર અને ક્યારેક મોત લાવતી શ્વસનતંત્ર સંબંધિત બીમારી
- ક્રિપ્ટોસ્પોરિડીઓસિસ
- H3N2v ઈન્ફ્લૂએન્ઝાઃ ડૂક્કરો દ્વારા ફેલાતો ફ્લૂ.
- ઈ-કોલી O157:H7 : બેક્ટેરિયાથી ફેલાતી બિમારી.
- સ્વાઈન ફ્લૂ
- બૂરબોન વાયરસ
દક્ષિણ અમેરિકા
- હેન્ટાવાયરસ પલ્મોનરી સિન્ડ્રોમ
આરોગ્ય સંબંધિત વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....
આફ્રિકા
- હ્યુમન મંકીપોક્સ
- ઈબોલા વાયરસ
- ઝીકા વાયરસ
- HIV
- હેપિટાઈટિસ સી
એશિયા
- એખમેટા વાયરસ
- મધ્ય પૂર્વના દેશોમાં શ્વસનતંત્ર સંબંધિત વાયરલ બિમારી
- થ્રોમોબોસટોપેની સિન્ડ્રોમ બન્યાવાયરસ
- ઈ-કોલી O157:H7 : બેક્ટેરિયાથી ફેલાતી બિમારી.
- બર્ડ ફ્લૂના વિવિધ પ્રકારઃ H5N6 ઈન્ફ્લૂએન્ઝા, H10N8 ઈન્ફ્લૂએન્ઝા, H7N9 ઈન્ફ્લૂએન્ઝા, H5N1 ઈન્ફ્લૂએન્ઝા
- શ્વસનતંત્ર સંબંધિત ગંભીર બિમારી 2002થી 2004માં ફેલાઈ હતી.
- નિપાહ વાયરસ
ઓસ્ટ્રેલિયા
- હેન્ડ્રા વાયરસ
ફરી-ફરીને ઉથલો મારી રહેલા રોગો
માર્ગબર્ગ વાયરસ, ઈબોલા વાયરસ, પોવાસન વાયરસ, વેસ્ટ નીલ વાયરસ, મીઝલ્સ (ઓરી), હ્યુમન મંકીપોક્સ, લિસ્ટેરિઓસિસ, લાઈમ ડિસીઝ, ચિકનગુનિયા, ડેગ્યુ, કોલેરા, ઝિકા વાયરસ, દવા પણ અસર ન કરે તેવો મેલેરિયા, યલો ફીવર, ડિપ્થેરિયા, ટાયફોઈડ, MDR/XDR ટ્યુબરક્લોસિસ, લાસા ફીવર, ઈબોલા વાયરસ, પ્લેગ, હ્યુમન આફ્રિકન ટ્રાયપેનોસોમિઆસિસ.
દુનિયા તૈયાર નથી
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(WHO) દ્વારા ચેતવણી ઉચ્ચારવામાં આવી છે કે આ પ્રકારના હવામાં ફેલાતા વાયરસથી ફેલાતા દેશવ્યાપી રોગચાળાને નાથવા માટે આજે દુનિયા તૈયાર નથી. રિપોર્ટમાં ટાંકવામાં આવ્યું છે કે, 1918માં ફેલાયેલા 'સ્પેનિશ ફ્લૂ'ના કારણે લગભગ 5 કરોડ લોકો મોતને ભેટ્યા હતા.
જુઓ LIVE TV....