Worlds Most Expensive Cow: તમારા મતે ગાયની મહત્તમ કિંમત કેટલી હોય શકે છે? કદાચ તમે કહેશો કે થોડા લાખ રૂપિયા. પરંતુ, તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયાની સૌથી મોંઘી ગાય (Most Expensive Cow In The World) કરોડો રૂપિયામાં વેચાઈ છે. આ હોલ્સટીન જાતિની ગાય ઇસ્ટસાઇડ લેવિસડેલ ગોલ્ડ મિસી (Eastside Lewisdale Gold Missy હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રની વર્ચ્યુઅલ બેઠક બાદ ઋષિકેશ પટેલનું મોટુ નિવેદન, 'લોકોએ સાવચેત રહેવાની જરૂર'


2009માં કેનેડામાં વેચાયેલી આ ગાયની કિંમત (Missy Cow Price) 1.2 બિલિયન ડોલર હતી. આજની તારીખે આ રકમ 98163600 કરોડ છે. જ્યારે, 2009 માં ભારતીય રૂપિયામાં મિસીની કિંમત 57,600,000 કરોડ હતી, કારણ કે તે સમયે 1 યુએસ ડોલરની કિંમત 48 ભારતીય રૂપિયા હતી.


ગુજરાતના ખેડૂતો આનંદો! કૃષિ વીજ જોડાણોને લઈ રાજ્ય સરકારે લીધો સૌથી મહત્વપૂર્ણ નિર્ણય


હોલ્સટીન જાતિની ગાયો વિપુલ પ્રમાણમાં દૂધ આપવા માટે વિશ્વભરમાં જાણીતી છે. જે સમયે મિસી વેચવામાં આવી હતી તે સમયે તે દરરોજ 50 લિટર દૂધ આપતી હતી. મિસીમાં એકવાર ગાભણ થયા બાદ લગભગ 10,000 લિટર દૂધ આપવાની ક્ષમતા હતી. પરંતુ, તમને એ જાણીને પણ નવાઈ લાગશે કે વધુ દૂધ આપવાના કારણે મિસીને આટલા રૂપિયામાં નહોતી ખરીદાઈ કે ડેન્માર્કના ખરીદદારને દૂધ વેચવાનો કોઈ ઈરાદો હતો. 


આઈસ્ક્રીમ માર્કેટમાં તહેલકો મચાવવાની તૈયારીમાં અંબાણી! 20,000 કરોડના બજાર પર નજર


Eastside Lewisdale Gold Missy એ સફેદ અને કાળી ગાય છે. 11 નવેમ્બર, 2009ના રોજ, કેનેડાના ઓન્ટારિયોમાં ઉક્સબ્રિજમાં મોર્સન રોડ પરની રોયલ હરાજીમાં તેને $1.2 મિલિયનમાં ખરીદવામાં આવી હતી. તેના માલિક અને ઈસ્ટસાઈડ હોલ્સટીન જાતિના સંવર્ધક, બ્લેઈસ થોમ્પસનને આશા હતી કે મિસી ચોક્કસપણે રેકોર્ડ બનાવશે, પરંતુ તેની કિંમત એટલી બધી હશે, તેને કોઈ ખ્યાલ પણ ન હતો.


વિજય દેવરાકોંડા સાથે લિવ-ઈન રિલેશનશિપ પર રશ્મિકા મંદાનાએ તોડ્યું મૌન, કર્યો ખુલાસો!


ગાય જે શોમાં ગઈ ત્યાં છવાઈ ગઈ
મિસી જે પણ સ્પર્ધામાં ગઈ ત્યાં વિજેતા જ બનતી હતી. 2009માં તે  વેસ્ટર્ન ફોલ નેશનલ શોની ગ્રાન્ડ ચેમ્પિયન બની હતી. 2011માં મેડિસન, વિસ્કોન્સિનમાં  વર્લ્ડ ડેરી એક્સ્પોમાં તેને તમામ જાતિઓમાં ગ્રાન્ડ ચેમ્પિયન જાહેર કરવામાં આવી હતી. 2011માં ટોરોન્ટો ઓન્ટારિયોમાં રોયલ એગ્રીકલ્ચરલ ફેરમાં સુપ્રીમ ગ્રાન્ડ ચેમ્પિયનનું બિરુદ હાંસલ કર્યું હતું. 2012માં મિસીને હોલ્સ્ટીન કેનેડા ગાય ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવી હતી.


દાળભાતિયા ગુજરાતીઓનું મ્હેણું બે અમદાવાદીઓએ ભાંગ્યું, જગત જમાદાર અમેરિકા માટે લડશે


આ ખાસિયતને કારણે તૂટી પડ્યા ખરીદદારો
મિસીમાં કેટલાક અદ્ભુત આનુવંશિક લક્ષણો હતા. મિસીના જેનેટિક મટિરિયલનો ઉપયોગ કરીને, વધુ સારી જાતિ બનાવી શકાય છે. હોલ્સટીનની શ્રેષ્ઠ જાતિ બનાવવા માટે ડેનિશ સંવર્ધકે મિસીને $1.2 મિલિયનમાં ખરીદી હતી. મિસી દ્વારા ઉત્પાદિત વાછરડાઓની કિંમત પણ લાખો રૂપિયામાં છે.