World Most Expensive Potato:  બટાકાનો ઉપયોગ લગભગ તમામ શાકભાજીમાં થાય છે. તેથી જ બટેટાને શાકભાજીનો રાજા કહેવામાં આવે છે, કારણ કે તે સદાબહાર છે. બટાકા કોઈપણ શાકભાજીમાં સરળતાથી ભળી જાય છે. બટાકાને લાંબા સમય સુધી સંગ્રહિત કરી શકાય છે. સૌથી મહત્વની વાત એ છે કે બટાકાની કિંમત અન્ય શાકભાજી કરતાં ઓછી હોય છે. પરંતુ બટાકાની એક જાત છે જે તેને ખરેખર રાજાનું બિરુદ આપે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે અમે તમને બટાકાની આ વિવિધતા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની કિંમત બજારમાં 10-20 રૂપિયા પ્રતિ કિલો નથી. પગારથી ઘર ચલાવતા લોકોએ તો આ બટાટા ખરીદવા હોય તો લોન લેવી પડી શકે છે. તમારા મનમાં એક સવાલ તો ઉઠતો જ હશે કે બટાકાની આ વેરાયટી શું છે અને તેની કિંમત કેટલી છે?


આ પણ વાંચો:
Vastu Tips: શું તમે પણ ઘરમાં રાખો છો પિત્તળનો સિંહ? તો આ વાત જરુર જાણી લેજો
આ 4 રાશિઓ માટે ખૂબ જ શુભ રહેશે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ, થશે જબરદસ્ત ફાયદો!
શું તમારો જન્મ મે મહિનામાં થયો છે? જાણો આ મહિનામાં જન્મેલા લોકોની ખાસિયતો


વાસ્તવમાં બટાકાની આ વિદેશી જાતનું નામ છે Le Bonnotte, જેની કિંમત જાણીને તમે પણ ચોંકી જશો. આ બટાકાની એક કિલોની કિંમત 50 હજાર રૂપિયા છે. આ બટાકાની એક કિલોની કિંમતમાં 10 ગ્રામ સોનું ખરીદી શકાય છે.


આ બટાકાની ખાસ ખેતી ફ્રેન્ચ ટાપુ Ile de Noirmoutier પર કરવામાં આવે છે. તેની ખેતી રેતાળ જમીન પર થાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેની ખેતી માત્ર 50 ચોરસ મીટર જમીન પર થાય છે. આ બટાટા ફક્ત આ ટાપુ પર જ ઉગાડવામાં આવે છે અને બજારમાં માત્ર 10 દિવસ માટે ઉપલબ્ધ થાય છે, જેના કારણે તે આટલા મોંઘા વેચાય છે.


આ પણ વાંચો:
Met Gala 2023: આલિયા ભટ્ટે ગોર્જીયસ વ્હાઇટ ગાઉનમાં પ્રિન્સેસ બનીને કરી એન્ટ્રી 
Lock Upp ફેમ Anjali Arora એ વધાર્યું Instagram નું તાપમાન
Hina Khan એ ડીપનેક હાઈ સ્લિટ ડ્રેસ પહેરીને આપ્યા કિલર પોઝ, જુઓ હોટ ફોટોઝ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube