પ્યોંગયાંગઃ એક તરફ અમેરિકામાં નવા રાષ્ટ્રપતિના શપથગ્રહણની તૈયારીઓ ચાલી રહી છે, તો બીજીતરફ ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને પોતાનું શક્તિ પ્રદર્શન કર્યુ છે. રાજધાની પ્યોંગયાંગમાં સબમરીનથી લોન્ચ થનારી બેલિસ્ટિક મિસાઇલને એક મિલિટ્રી પરેડમાં રજૂ કરવામાં આવી છે. દેશના મીડિયાએ જણાવ્યું કે, તાનાશાહ કિમ જંગે પાંચ વર્ષ બાદ થયેલી સત્તાધારી વર્કર્સ પાર્ટીની કોંગ્રેસ બાદ આ ખતરનાક હથિયાર રજૂ કર્યું છે. ત્યારબાદ તેને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે કે આ કેટલી ખતરનાક હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેમ ખાસ છે આ મિસાઇલ?
કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી (KCNA) લેધર જેકેટ અને ફરની હેટ પહેરેલા કિમની તસવીરો જારી કરી છે. ખુશ જોવા મળી રહેલ કિમ હજારો સૈનિકો અને સામાન્ય લોકોની સામે જોંગ ઇલ સુંગ સ્ક્વેયર પર ઉભા જોવા મળી રહ્યા છે. તસવીરોમાં જોવા મળી રહ્યું છે કે સોલિડ-ફ્યૂલની ઓછા અંતરની બેલિસ્ટિક મિસાઇલ વધુ મોબાઇલ અને વધુ ઝડપી હોય છે. તસવીરો પ્રમાણે આ SLBMનું નામ પુકગુક્સોન્ગ-5 (Pukguksong-5) છે. તેનું જૂનુ વર્ઝન ઓક્ટોબરમાં થયેલી પરેડમાં દેખાડવામાં આવ્યું હતું. KCNAએ તેને વિશ્વનું સૌથી શક્તિશાળી હથિયાર ગણાવ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે તેને દેશની નૌસેનાની ROMEO-MOD સબમરીન લઈ જઈ શકે છે.


જો બાઈડેને અમેરિકા માટે ખોલ્યો ખજાનો, દરેક નાગરિકના ખાતામાં જશે 1 લાખ રૂપિયા


શરૂ થઈ ગઈ ચર્ચા
આ તસવીરો સામે આવતા વિશ્વમાં ઉત્તર કોરિયાની શક્તિ પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. કેલિફોર્નિયાના જેમ્સ માર્ટિન સેન્ટર ફોર નોન-પ્રોલિફરેશન સ્ટડીઝમાં રિસર્ચર માઇકલ ડૂટ્સમેને ટ્વિટર પર જણાવ્યું કે, આ નવી મિસાઇલ ખુબ લાંબી લાગી રહી છે. તો કાર્નેજી એન્ડોમેન્ટ ફોર ઇન્ટરનેશનલ પીસમાં ન્યૂક્લિયર પોલિસી પ્રોગ્રામના સીનિયર ફેલો અંકિત પાંડાએ કહ્યુ કે, પરેડમાં ઓછા અંતરની બેલિસ્ટિક મિસાઇલ જોવામાં આવી જે પહેલા ક્યારેય દેખાઈ નથી. 


ખતરનાક રોકેટ પણ કર્યા રજૂ
KCNA પ્રમાણે આ પરેડમાં એવા રોકેટ પણ રજૂ કરવામાં આવ્યા છે જે દુશ્મનને પોતાના ક્ષેત્રની બહાર સમાપ્ત કરવાની ક્ષમતા રાખે છે. તેનાથી માનવામાં આવી રહ્યું છે કે તેની ક્ષમતા કોરિયાની બહાર, ઓછામાં ઓછા જાપાન સુધી મારવાની હશે. આ પરેડમાં હથિયારનું પ્રદર્શન કરવું તેથી વધુ મહત્વનું છે કારણ કે થોડા દિવસ પહેલા જ કિમ જોંગે ચેતવણી આપી હતી કે દેશ પોતાના પરમાણુ હથિયારને વધારવા જઈ રહ્યો છે અને પહેલાથી સારી સિસ્ટમ વિકસિત કરવાનો છે. 


કિમે આપી હતી ચેતવણી
કિમે સત્તાધારી વર્કર્સ પાર્ટી કોંગ્રેસ દરમિયાન પોતાના અધિકારીઓને ઘણા હથિયારોને લઈ જવામાં સક્ષમ મિસાઇલો, પાણીની નીચે લોન્ચ થનારી ન્યૂક્લિયર મિસાઇલો, જાસૂસી સેટેલાઇન અને પરમાણુ ક્ષમતા વાળી સબમરીન બનાવવાનું કહ્યું છે. તેમણે કહ્યું કે, ઉત્તર કોરિયાએ પોતાના હુમલાનું નિશાન વધારવુ પડશે અને 15 હજાર કિલોમીટર સુધી મારક ક્ષમતા વિકસિત કરવી પડશે. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે, અમેરિકી હુમલાના ખતરાને જોતા દેશની સૈન્ય અને પરમાણુ ક્ષમતાને મજબૂત કરવી જરૂરી છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube