દુનિયાના એવા નેતા કે જેમની જાહેરમાં કરવામાં આવી હતી હત્યા, ઘણાં કારણો હજુ પણ છે અકબંધ
હાલમાં જ જાપાનના પૂર્વ પીએમ શિંજો આબેની જાહેરમાં ગોળી મારીને હત્યા કરી નાંખવામાં આવી. ત્યારે આ પહેલાં પણ દુનિયાભરમાં જેતે જેશોના રાષ્ટ્રીય નેતાઓને પણ આ રીતે મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યાં હતાં. ભારતના બબ્બે પૂર્વ પ્રધાનમંત્રીઓ પણ આ યાદીમાં છે સામેલ.
ઝી બ્યૂરો, અમદાવાદઃ અત્યાધુનિક વિશ્વના નેતા બનવાનું કામ કાંટાની ડગર પર ચાલવા જેવુ છે. એક નેતાના માથે દેશના સર્વોચ્ચ હોદ્દો ધરાવવાની સાથે સાથે ઘણી બધી જવાબદારીઓ હોય છે. દેશની જનતા તેના હિતો, વિકાસ સહિતના કામ કરવાની સાથે સાથે તેને લોકોની ટીકા-ટિપ્પણીનો સામનો કરવો પડે છે. આ ટિકા-ટિપ્પણી જ્યારે હદથી વધારે ઉગ્ર બની જાય છે ત્યારે હત્યા જેવી ઘટનામાં પરિણમે છે. ઈતિહાસમાં ડોકિયુ કરીએ તો એવા ઘણાં નેતા છે જેમની કોઈને કોઈ કારણોસર હત્યા કરવામાં આવી.
1. અબ્રાહમ લિંકન:
યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના 16માં પ્રમુખ, અબ્રાહમ લિંકનની 14 એપ્રિલ, 1865ના રોજ હત્યા કરવામાં આવી હતી. લિંકને 1862માં ગુલામીને નાબૂદ કરવા માટેની ચળવળ હાથ ધરી હતી. અબ્રાહમ લિંકનની હત્યા કરનાર જ્હોન વિલ્કેસ બૂથ ગુલામતીનો સ્પષ્ટ હિમાયતી હતો. હત્યા પહેલા આરોપીએ અબ્રાહમ લિંકનને શરણાગતિ સ્વીકારવાનો પ્રસ્તાવ મોકલ્યો હતો, જેનો ઈન્કાર કરતા ફેડરલ ટુકડીઓ દ્વારા ગોળી મારીને અબ્રાહમ લિંકનની હત્યા કરવામાં આવી હતી.
2. મેરી ફ્રાન્કોઈસ સાડી કાર્નોટ:
1887 થી 1894 દરમિયાન ફ્રાન્સના પ્રમુખ રહી ચૂકેલા મેરી-ફ્રાન્કોઈસ સાડી કાર્નોટની 25 જૂનના રોજ હત્યા કરવામાં આવી હતી. ફ્રાંસના પ્રમુખ તરીકેની તેમની પસંદગી અનિશ્ચિત કાળ સુધી કરવામાં આવી હતી. ફ્રાંસમાં કાર્નોટની લોકપ્રિયતા દિન-પ્રતિદિન વધી રહી હતી. જેના વિરોધમાં એક ઈટાલિયન અરાજકતાવાદીએ લીવરમાં ફાયરિંગ કરી કાર્નોટને મોતને ઘાટ ઉતારી દીધા હતા....મેરી ફ્રાન્કોઈસ સાડી કાર્નોટ જ્યારે લિયોનમાં ભાષણ આપી રહ્યા હતા તે સમયે હત્યા કરવામાં આવી.
3. મહાત્મા ગાંધી:
ભારતની આઝાદી માટે અહિંસાનું બ્યુગલ ફૂંકનાર મોહનદાસ કરમચંદ ગાંધી વિશ્વના સૌથી પ્રખ્યાત નેતાઓમાંના એક નેતા, વકીલ અને સામાજિક કાર્યકર હતા. 30 જાન્યુઆરી 1948ના રોજ ગાંધીજીની હત્યા કરવામાં આવી હતી. ગાંધીજી જ્યારે પોતાના નિયમ મુજબ સાંજે પ્રાર્થના કરવા જતા હતા ત્યારે નાથુરામ ગોડસે નામના યુવાન કટ્ટરપંથીએ છાતીમાં 3 વખત ગોળી મારીને ગાંધીજીની હત્યા કરી હતી.
4. એલ્ડો મોરો:
એલ્ડો મોરો 1963 થી 1968 દરમિયાન ઈટલીના 38માં રાષ્ટ્રપતિ રહી ચૂક્યા હતા. ઈટલીના ડાબેરી કટ્ટરપંથીઓના જૂથે એલ્ડ મોરોનું અપહરણ કરીને 9 મે, 1978ના રોજ ગોળી મારીને હત્યા કરી હતી. ડાબેરી કટ્ટરપંથીઓએ સરકાર દ્વારા કેદ કરાયેલા પોતાના સાથીઓને મુક્ત કરવાની માગ કરી હતી, જેનો અસ્વીકાર કરતા તત્કાલિન રાષ્ટ્રપતિની 10થી વધુ ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી....
5. જ્હોન એફ કેનેડી:
જ્હોન એફ કેનેડી, 1961 થી 1963 દરમિયાન યુનાઇટેડ સ્ટેટ્સના 35માં પ્રમુખ હતા. જ્હોન કેનેડીની હત્યા 22 નવેમ્બર, 1963ના રોજ કરવામાં આવી હતી. તેમણે તે સમયે ચાલી રહેલા શીત યુદ્ધ દરમિયાન સેવા આપી હતી અને પોતાનો મોટાભાગનો સમય રશિયા સાથે વિતાવ્યો હતો. જ્હોન એફ કેનેડી ખુલ્લા વાહનમાં સવારી કરી રહ્યા હતા ત્યારે લોકોનું ટોળુ તેમના વાહન સામે આવી પહોંચ્યુ. ટોળામાંથી લી હાર્વે ઓસ્વાલ્ડ નામના આરોપીએ જ્હોન કેનેડીના માથાને નિશાન બનાવીને ગોળી મારવામાં આવી. જ્યારબાદ સ્થળ પર જ તેમનું મૃત્યુ થયુ હતું.
6. બેનઝીર ભુટ્ટો:
1988 થી 1990 સુધી પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી રહી ચૂકેલા અને મુસ્લિમ બહુમતી ધરાવતા દેશનું નેતૃત્વ કરનાર પાકિસ્તાનનાં મહિલા નેતા બેનઝીર ભુટ્ટોની હત્યા કરવામાં આવી હતી. બેનઝીર ભુટ્ટો 9 વર્ષના વનવાસ પછી, ફરી ચૂંટણી લડવા માટે 2007 માં પરત ફર્યા હતા. ચૂંટણીના બે અઠવાડિયા પહેલા, એક રેલી દરમિયાન તેમને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગોળીબારની ઘટના બાદ તરત જ એક વિસ્ફોટ કરવામાં આવ્યો. જેમાં અન્ય 20 લોકોના મૃત્યુ થયા હતા.
7. ઈન્દિરા ગાંધી:
જવાહરલાલ નેહરુની પુત્રી અને ભારતના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી, ઈન્દિરા ગાંધીએ 15 વર્ષ સુધી એટલે કે 1969થી 1984 સુધી દેશને સેવા આપી. 31મી ઓક્ટોબર 1984ના દિવસે થયુ હતુ ઈન્દિરા ગાંધીનું નિધન, તેમના જ બે અંગરક્ષક સતવંત સિંહ અને બિઅંત સિંહે ગોળી મારીને કરી હતી હત્યા.
8. રાજીવ ગાંધી:
ભારતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી, કે જેમણે 1984 થી 1989 સુધી રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી, રાજીવ ગાંધીનું નિધન 21 મે, 1991નાં રોજ થયુ હતુ. રાજીવ ગાંધીની હત્યા ઈરાદાપૂર્વક બોમ્બ બ્લાસ્ટથી કરવામાં આવી હતી. તેમની સાથે ઓછામાં ઓછા 14 અન્ય લોકોના પણ મૃત્યુ નીપજ્યા હતા.