પોતાની પત્નીનો 80થી વધુ પુરુષો પાસે રેપ કરાવ્યો! રોજ નવો વીડિયો બનાવી જોતો હતો પતિ
મરજી વિરુદ્ધ સેક્સની વિકૃત મજા માણવા પતિએ 83 પુરુષો પાસે પોતાની પત્નીનો રેપ કરાવી વીડિયો બનાવ્યાં. આ ઘટનાથી ચકચાર મચી ગઈ.
નવી દિલ્લીઃ ઘણીવાર આપણાં સભ્ય સમાજમાં એવી એવી અસભ્ય ઘટનાઓ સામે આવતી હોય છે જેને કારણે સભ્ય સમાજને પણ લાંચ્છન લાગે છે. કંઈક આવું જ બન્યુ છે ફ્રાંન્સના એક શહેરમાં. જેને કારણે હાલ આ મામલો હાલ ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે. ફ્રાંસના મઝાન સિટીમાં પોતાની જ પત્નીને ડ્રગ્સ આપી અનેક વખત દુષ્કર્મનો શિકાર બનાવ્યાની અનોખી ઘટના સામે આવી છે. એટલું જ નહીં જ્યારે પણ પત્ની દુષ્કર્મનો ભોગ બનતી ત્યારે તેનો પતિ વીડિયો બનાવી લેતો.
અંગ્રેજી ન્યૂઝ વેબસાઇટ ડેઇલી મેઇલના રિપોર્ટ પ્રમાણે માથાફરેલા આ પતિની પાસે કુલ 83 એવા વીડિયો મળી આવ્યા છે જેમાં તેની પત્ની પર દુષ્કર્મ આચરવામાં આવતું હોય. એના પણ ચોંકાવનારી વાત એ સામે આવી કે જે લોકોએ આ વ્યક્તિની પત્ની પર દુષ્કર્મ આચર્યું હતું તેઓ આ વ્યક્તિ કે તેની પત્નીને જાણતા જ નથી.તપાસમાં બહાર આવ્યું કે આરોપી પતિ ઇન્ટરનેટ પર એવા ગ્રૂપ સાથે સંકળાયેલો હતો જેમાં મરજી વિરુદ્ધ સેક્સ પર ચર્ચા થતી હતી.
પોતાની પત્નીના રેપનો વીડિયો ઉતારતો પતિ!
ઉલ્લેખનીય છેકે, આ મહિલાનો પતિ એટલી હદ્દે વિચિત્ર હતો કે તે પોતાની જ પત્નીનો નગ્ન વીડિયો અને અન્ય પુરુષો સાથેના દુષ્કર્મનો વીડિયો ઉતારીને પોતાની પાસે રાખતો હતો. આ કેસમાં એવી પણ ચોંકાવનારી વિગતો સામે આવી છેકે, પત્નીને ડ્રગ્સ આપી 80 પુરુષો સાથે કરાવ્યો રેપ, પછી હદ વટાવે તેવું કર્યું કામ, રૂંવાડા ઉભા કરી દે તેવો કેસ. ફ્રાંસના મઝાન સિટીમાં ચોંકાવનારી ઘટનાઆરોપીએ પોતાની જ પત્નીને ડ્રગ્સ આપી અનેક વખત દુષ્કર્મનો શિકાર બનાવીઆરોપીના મોબાઈલમાંથી 83 વીડિયો મળી આવ્યા.
અલગ અલગ 80થી વધુ પુરુષો સાથે પત્નીનો રેપ કરાવ્યો-
ફ્રાંસના મઝાન સિટીમાં પોતાની જ પત્નીને ડ્રગ્સ આપી અનેક વખત દુષ્કર્મનો શિકાર બનાવ્યાની અનોખી ઘટના સામે આવી છે. એટલું જ નહીં જ્યારે પણ પત્ની દુષ્કર્મનો ભોગ બનતી ત્યારે તેનો પતિ વીડિયો બનાવી લેતો. અંગ્રેજી ન્યૂઝ વેબસાઇટ ડેઇલી મેઇલના રિપોર્ટ પ્રમાણે માથાફરેલા આ પતિની પાસે કુલ 83 એવા વીડિયો મળી આવ્યા છે જેમાં તેની પત્ની પર દુષ્કર્મ આચરવામાં આવતું હોય. એના પણ ચોંકાવનારી વાત એ સામે આવી કે જે લોકોએ આ વ્યક્તિની પત્ની પર દુષ્કર્મ આચર્યું હતું તેઓ આ વ્યક્તિ કે તેની પત્નીને જાણતા જ નથી.
મરજી વિરુદ્ધ સેક્સ પર ચર્ચાનું બનાવ્યું હતું ગ્રૂપ-
તપાસમાં બહાર આવ્યું કે આરોપી પતિ ઇન્ટરનેટ પર એવા ગ્રૂપ સાથે સંકળાયેલો હતો જેમાં મરજી વિરુદ્ધ સેક્સ પર ચર્ચા થતી હતી. વીડિયો શોષણ નામના ફોલ્ડરમાં સેવ કર્યા હતા. મહિલાની જાણકારી વગર સંબંધ બનાવવા પર ચાલતા વિધાઉટ હર નોઇંગ નામના ગ્રૂપ સાથે આરોપી ડોમિનિક પી જોડાયેલો હતો. આ ગ્રૂપના સભ્યો અજાણી મહિલાઓ સાથે સંબંધ બનાવતા હતા. આરોપી ડોમિનિકે પોતાની તમામ ફિલ્મોની પેનડ્રાઇવમાં પત્ની પર થયેલા દુષ્કર્મના વીડિયો એમ્યુઝ એટલે કે શોષણ નામના ફોલ્ડરમાં સેવ કર્યા હતા.
તપાસમાં બહાર આવ્યું કે આરોપી પતિ પોતાની પત્નીને રાતના ભોજનમાં લોરાજેમ્પ નામનું ડ્રગ્સ ભેળવીને આપતો હતો. ધરપકડ થયેલા વ્યક્તિઓ 26થી લઇને 73 વર્ષની ઉંમરના 80 થી વધુ પુરુષો સાથે પોતાની જ પત્નીનો રેપ કરાવ્યો હતો. પોલીસમાં દાખલ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે 51 યુવક વિરુદ્ધ કેસ દાખલ કરી તમામની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. મહિલા સાથે દુષ્કર્મના કુલ 92 કેસ દાખલ થયા છે, આ તમામ દુષ્કર્મ વર્ષ 2011થી 2022ની વચ્ચે થઇ હતી.
સ્કર્ટ પહેરેલી મહિલાનો વીડિયો ઉતારતી વખતે ઝડપાયો આરોપી-
ધરપકડ થયેલા વ્યક્તિઓ 26થી લઇને 73 વર્ષની ઉંમરના છે. તો તેનાથી પણ ચોંકાવનારી વાત એ છે કે પકડાયેલા વ્યક્તિઓમાં કેટલાક રાજકારણી, ફાયર સર્વિસ સાથે જોડાયેલા અધિકારી, જેલના ગાર્ડ, નર્સ અને પત્રકારો પણ સામેલ છે. જેમાંથી 33 લોકો વર્ષ 2021 સુધી જેલ જઇ ચૂક્યા છે. કેવી રીતે મામલો સામે આવ્યો? આરોપી ડોમિનિક પોતાના ઘરની નજીક આવેલી એક માર્કેટમાં સ્કર્ટ પહેરેલી મહિલાઓનો વીડિયો બનાવી રહ્યો હતો. આ બાબતે ફરિયાદ થતાં તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ જ્યારે પોલીસે તેની આગવીઢબે પુછપરછ કરી તો આ ચોંકાવનારી વિગત સામે આવી હતી.