નવી દિલ્લીઃ બ્રિટેનના પ્રધાનમંત્રી બનવાની રેસમાં દોડી રહેલા ભારતીય મૂળના ઋષિ સુનક આજકાલ બહુ ચર્ચામાં છે. ત્યાં સુધી કે તેમના નામે અનેક ફેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ વીડિયો ઋષિ સુનક પ્રધાનમંત્રી બની ગયા ત્યારની જાહેરાતનો છે. જે બાદ તેઓ ખુશી મનાવી રહ્યા છે. શું ખરેખર ઋષિ સુનક બ્રિટેનના પ્રધાનમંત્રી બની ગયા છે? જાણવા માટે વાંચો આ આર્ટિકલ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



 


ઋષિ સુનકનો આ વીડિયો 20 જુલાઈ 2022નો છે. જેમાં તેઓ સ્ક્રીન સામે સતત જોઈ રહ્યા છે અને પરિણામોની રાહ જોઈ રહ્યા છે. આખરે તેમના નામની જાહેરાત થાય છે અને ઋષિ સુનક તેની ખુશીઓ મનાવતા જોવા મળે છે. ઋષિ સુનક તેમના સાથીઓને મળે છે અને તેમને સંબોધન પણ કરે છે. વીડિયોમાં તેઓ ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે.


ZEE 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મે જ્યારે તપાસ કરી તો જાણવા મળ્યું કે, આ વીડિયો સાચો છે અને ઋષિ સુનકના ચહેરા પર જોવા મળતી ખુશી અને ચમક પણ સાચી છે. ખોટો છે તો બસ તેની સાથે કરવામાં આવેલો દાવો. આ વીડિયો ત્યારનો છે જ્યારે ઋષિ સુનકને ખબર પડી કે તેઓ પાર્ટીના મુખિયા અને બ્રિટેનના પ્રધાનમંત્રી બનવાની રેસની ફાઈનલમાં આવી ગયા છે. એટલે કે હવે તેમની સામે માત્ર એક જ ઉમેદવાર છે. જેમને જો તેઓ હરાવી દે તો તેઓ બ્રિટેનના નવા પ્રધાનમંત્રી બની જશે. મહત્વનું છે કે, ઋષિ સુનકની સામે લિઝ ટ્રસ ઉમેદવાર છે. બંને કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા છે. બંનેમાંથી જે જીતશે તે પાર્ટીના મુખિયાની સાથે સાથે બ્રિટેનના પ્રધાનમંત્રી પણ બનશે.