હાઈ હીલ્સ પહેરીને સ્પેનિશ વ્યક્તિએ સૌથી ઝડપી 100 મીટર દોડવાનો બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, જુઓ વીડિયો
Guinness World Records: ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સે તેમના સોશિયલ મીડિયા પેજ પર આ વીડીયો પોસ્ટ કર્યુો છે - `ક્રિશ્ચિયન રોબર્ટો લોપેઝ રોડ્રિગ્ઝ દ્વારા હાઇ હીલ્સ (પુરુષ)માં 12.82 સેકન્ડમાં સૌથી ઝડપી 100 મીટર દોડ.
Guinness World Record News: સ્પેનના 34 વર્ષના એક વ્યક્તિએ વર્લ્ડ રેકોર્ડ તોડવા માટે હાઈ હીલ્સ પહેરીને 100 મીટર દોડીને ઈતિહાસ રચ્યો છે. સ્પેનિશ 'સીરીયલ રેકોર્ડ બ્રેકર' ક્રિશ્ચિયન રોબર્ટો લોપેઝ રોડ્રિગ્ઝે 13 સેકન્ડથી પણ ઓછા સમયમાં હાઈ હીલ્સમાં સૌથી ઝડપી 100 મીટર દોડ્યા હતા. ગાઈડલાઈન્સ અનુસાર રોડ્રિગ્ઝે ઓછામાં ઓછા સાત સેન્ટિમીટર ઊંચા અને 1.5 સેન્ટિમીટરથી વધુ પહોળા ન હોય તેવા સ્ટિલેટો પહેરવા જરુરી હતા. આ હીલ્સ દોડવીરની સ્થિરતા અને ગતિની શ્રેણીને ઘણી હદ સુધી મર્યાદિત કરે છે.
આ કેટેગરીમાં અગાઉનો રેકોર્ડ 2019માં જર્મનીના આન્દ્રે ઓર્ટોલ્ફનો હતો તેણે હીલ પહેરીને 14.02 સેકન્ડમાં 100 મીટર પૂરો કરીને બનાવ્યો હતો.
ગુજરાતને ઘમરોળી રહ્યો છે વરસાદ, જાણો આજે કયા વિસ્તારોમાં છે વરસાદની આગાહી?
મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! આ જિલ્લામાં મેઘરાજાની ધોધમાર બેટિંગ, અપાયું ઓરેન્જ એલર્ટ
મહાદેવને ભૂલથી પણ ચડાવશો નહી આ ફૂલ, જાણો કયું ફૂલ ચડાવવાથી કેવું મળે છે ફળ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube