World's Smallest Country: તમે આજ સુધી દુનિયાના સૌથી નાના દેશ નહીં સાંભળ્યું હોય. અથવા જો તમે વિશ્વના સૌથી નાના દેશ વિશે જાણતા હોવ તો પણ તમે વેટિકન સિટી (Vatican City)ને વિશ્વનો સૌથી નાનો દેશ માનતા હશો. પરંતુ વિશ્વમાં આનાથી પણ નાનો દેશ છે, જે માત્ર બે સ્તંભો પર ટકેલો છે, જેનું નામ છે ધ પ્રિન્સિપાલિટી ઓફ સીલેન્ડ  (The Principality Of Sealand). તે ઈંગ્લેન્ડથી લગભગ 10 થી 12 કિલોમીટરના અંતરે સમુદ્રની મધ્યમાં આવેલું છે. આ દેશમાં રહેતા લોકોની કુલ સંખ્યા 24 છે. હા, અહીં માત્ર 24 લોકો જ રહે છે. આ દેશનું કદ ફૂટબોલના મેદાન કરતા પણ ઓછું છે. પરંતુ તેમની પોતાની એક ફૂટબોલ ટીમ છે. આ સિવાય તમને જણાવી દઈએ કે આ દેશનું પોતાનું બંધારણ અને ધ્વજ છે અને આ દેશને દુનિયાના ઘણા દેશોએ માન્યતા પણ આપી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:
Vastu Tips: શું તમે પણ ઘરમાં રાખો છો પિત્તળનો સિંહ? તો આ વાત જરુર જાણી લેજો
આ 4 રાશિઓ માટે ખૂબ જ શુભ રહેશે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ, થશે જબરદસ્ત ફાયદો!
શું તમારો જન્મ મે મહિનામાં થયો છે? જાણો આ મહિનામાં જન્મેલા લોકોની ખાસિયતો


હકીકતમાં, સીલેન્ડનો ઉપયોગ બ્રિટિશ રોયલ નેવી દ્વારા બીજા વિશ્વયુદ્ધ દરમિયાન કરવામાં આવ્યો હતો. બ્રિટિશરો દ્વારા જર્મન હુમલાનો સામનો કરવા માટે સીલેન્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પરંતુ 1967માં પેડી રોય બેટ્સ નામના બ્રિટિશ વ્યક્તિએ આ જગ્યા પર કબજો કરી લીધો અને ગેરકાયદેસર રીતે પોતાનું રેડિયો સ્ટેશન ચલાવવાનું શરૂ કર્યું. આ સિવાય તેમણે આ જગ્યાને Sovereign State તરીકે દાવો કર્યો.


તમને જણાવી દઈએ કે છેલ્લા લગભગ 50 વર્ષથી તેમના પરિવારે આ "માઈક્રોનેશન"ને એવું ચલાવ્યું છે કે જાણે તે કોઈ વાસ્તવિક દેશ હોય. જો કે, વિશ્વના ઘણા દેશોએ તેને ક્યારેય સત્તાવાર રીતે માન્યતા આપી નથી, પરંતુ વિશ્વના ઘણા દેશો છે જે સીલેન્ડને એક દેશ માને છે.


આજે, સીલેન્ડનું પોતાનું બંધારણ, તેનો પોતાનો ધ્વજ, અને તેનું પોતાનું સત્તાવાર સૂત્ર "E Mare, Libertas" છે જેનો અર્થ થાય છે "સમુદ્રમાંથી, સ્વતંત્રતા."


સીલેન્ડનો આશ્ચર્યજનક પરંતુ ખુબ લાંબો ઇતિહાસ છે. તેના અસ્તિત્વના છેલ્લા પાંચ દાયકાઓમાં, આ માઇક્રોનેશનએ શાહી મૃત્યુ, બંધક પરિસ્થિતિઓ, પ્રાદેશિક વિવાદો અને હેલિકોપ્ટર યુદ્ધ પણ જોયા છે. પરંતુ આજે પણ તે વિશ્વમાં પોતાનું અસ્તિત્વ જાળવી રહ્યું છે.

આ પણ વાંચો:
Met Gala 2023: આલિયા ભટ્ટે ગોર્જીયસ વ્હાઇટ ગાઉનમાં પ્રિન્સેસ બનીને કરી એન્ટ્રી 
Lock Upp ફેમ Anjali Arora એ વધાર્યું Instagram નું તાપમાન
Hina Khan એ ડીપનેક હાઈ સ્લિટ ડ્રેસ પહેરીને આપ્યા કિલર પોઝ, જુઓ હોટ ફોટોઝ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube