Why we celebrate world syndrome day 2023: વિશ્વ ડાઉન સિન્ડ્રોમ દિવસ (WDSD) દર વર્ષે 21 માર્ચે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. વિશ્વ ડાઉન સિન્ડ્રોમ દિવસની ઉજવણી વર્ષ 2012 માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની પહેલથી શરૂ થઈ હતી. 2012 માં, યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ 21 માર્ચને વિશ્વ ડાઉન સિન્ડ્રોમ દિવસ તરીકે જાહેર કર્યો. ડાઉન સિન્ડ્રોમ વિશે જાગૃતિ લાવવા અને ડાઉન સિન્ડ્રોમ ધરાવતા લોકોના અધિકારો વિશે જાગૃતિ લાવવા માટે આ દિવસ મનાવવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડાઉન સિન્ડ્રોમ શું છે? 
ડાઉન સિન્ડ્રોમ એક એવી આનુવંશિક સ્થિતિ છે જે તમામ જાતિના લોકોને અસર કરે છે. ડાઉન સિન્ડ્રોમ ત્યારે થાય છે જ્યારે વ્યક્તિ પાસે ક્રોમોસોમ 21ની અતિરિક્ત કોપી અથવા આંશિક કોપી હોય. આ કારણોસર, વિશ્વ ડાઉન સિન્ડ્રોમ દિવસ 21 માર્ચે ઉજવવામાં આવે છે.


ડાઉન સિન્ડ્રોમ ધરાવતી વ્યક્તિનું IQ સ્તર ઓછું હોય છે. ડાઉન સિન્ડ્રોમ ધરાવતા લોકોનો IQ મધ્યમથી નીચી શ્રેણીમાં હોય છે. સિન્ડ્રોમવાળા બાળકો સામાન્ય બાળકો કરતાં ધીમેથી વિકાસ પામે છે. ડાઉન સિન્ડ્રોમ ધરાવતા લોકો વિશ્વભરમાં જોવા મળે છે. ડાઉન સિન્ડ્રોમ ધરાવતા લોકોમાં સામાન્ય રીતે વિશિષ્ટ લક્ષણો હોય છે અને તેમને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ હોઈ શકે છે, જેમ કે હૃદયની ખામી, સાંભળવાની અને દ્રષ્ટિની સમસ્યાઓ અને થાઇરોઇડ...


આ પણ વાંચો:
કોવિડ ટાસ્ક ફોર્સની ચેતવણી, સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં આવી શકે છે કોરોનાની ત્રીજી લહેર 
Religion:પરિણીત દીકરીને ક્યારેય ન આપશો આ વસ્તુઓ, બાકી તેનું લગ્ન જીવન થઈ જશે બરબાદ!
IPLમાં માત્ર 5 ભારતીય ખેલાડીઓ જીત્યા છે ઓરેન્જ કેપ, લિસ્ટમાં સચિન પણ સામેલ


ડાઉન સિન્ડ્રોમ સાથે જન્મેલા બાળકનો શારીરિક દેખાવ કંઈક અલગ હોય છે
ડાઉન સિન્ડ્રોમ સાથે જન્મેલા બાળકનો શારીરિક દેખાવ કંઈક અલગ હોય છે. આવી સ્થિતિમાં, તમે તેમના કેટલાક લક્ષણોને જોઈને અનુમાન લગાવી શકો છો જેમ કે- સપાટ ચહેરો, નાનું માથું અને કાન, બદામ આકારની આંખો, બહાર નીકળેલી જીભ, માથું, કાન અને આંગળીઓ ટૂંકી અને પહોળી વગેરે. આ સિવાય ડાઉન સિન્ડ્રોમથી પીડિત બાળકોનું વર્તન પણ સામાન્ય બાળકો કરતા અલગ હોય છે. તેમનું મન ઝડપથી એક જગ્યાએ એકાગ્ર થઈ શકતું નથી, જેના કારણે તેમની શીખવાની ક્ષમતા ઘણી ઓછી થઈ જાય છે.


વર્લ્ડ ડાઉન સિન્ડ્રોમ ડેનો ઈતિહાસ 
વર્લ્ડ ડાઉન સિન્ડ્રોમ દિવસ સૌપ્રથમ 21 માર્ચ 2006ના રોજ મનાવવામાં આવ્યો હતો અને 2011માં યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા તેને સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી હતી. જે પછી 2012 થી આ દિવસ દર વર્ષે 21 માર્ચે મનાવવામાં આવે છે. ડાઉન સિન્ડ્રોમ વિશે જાગૃતિ લાવવા અને ડાઉન સિન્ડ્રોમ ધરાવતા લોકોના અધિકારો, ગૌરવ અને સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.


આ વર્ષના વર્લ્ડ ડાઉન સિન્ડ્રોમ દિવસની થીમ શું છે?
વર્લ્ડ ડાઉન સિન્ડ્રોમ ડે 2023 ની થીમ "With Us Not For Us" સંયુક્ત રાષ્ટ્ર દ્વારા દર વર્ષે વર્લ્ડ ડાઉન સિન્ડ્રોમ દિવસની થીમ આપવામાં આવે છે. આ જ થીમને ધ્યાનમાં રાખીને દર વર્ષે વર્લ્ડ ડાઉન સિન્ડ્રોમ ડે ઉજવવામાં આવે છે.


આ પણ વાંચો:
ભારતમાં 81% મહિલાઓ રહેવા માંગે છે સિંગલ, સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો
કિશિદાને મોદીએ ખવડાવી પાણીપુરી, જણાવી લસ્સીની રેસિપી, આવું હતું જાપીની PM રિએક્શન
માત્ર 4 લાખ રૂપિયામાં ઘરે લઇ જાવ Maruti Swift, નંબર પ્લેટ પણ તાત્કાલિક મળશે!


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube