આ છે દુનિયાનું સૌથી ગોળ ઈંડું, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો!
Most Expensive Egg: ઓસ્ટ્રેલિયાના સુપરમાર્કેટમાંથી એક અનોખું ઈંડું મળી આવ્યું છે. ઈંડાની કિંમત પણ ઘણી વધારે છે. જાણો આ ઈંડામાં શું છે ખાસ?
Round Egg: શું તમે ક્યારેય ઈંડાને ધ્યાનથી જોયા છે? તેનો આકાર કેવો હોય છે? સામાન્ય રીતે ઈંડાનો આકાર અંડાકાર હોય છે. ઇંડાનો એક છેડો ગોળ હોય છે અને બીજો છેડો થોડો પોઇન્ટેડ હોય છે. આ પ્રકારના આકારને અંડાકાર કહેવામાં આવે છે, પરંતુ શું તમે આ સિવાય ઇંડાનો બીજો કોઈ આકાર જોયો છે? શું તમે ક્યારેય આખું ગોળ ઈંડું જોયું છે? શક્ય છે કે તમારો જવાબ ના હશે. તમને જાણીને નવાઈ લાગશે કે એક ગોળ આકારનું ઈંડું મળ્યું છે. એટલું જ નહીં આ ઈંડાની કિંમત જાણીને પણ તમે ચોંકી જશો.
ઓસ્ટ્રેલિયાના સુપરમાર્કેટમાંથી આ અનોખું ઈંડું મળી આવ્યું છે. ઈંડાની કિંમત ઘણી વધારે જણાવવામાં આવી રહી છે. હવે જરા વિચારો જો તમારી પાસે આટલું મોંઘું ઈંડું હોય તો તમે તેને ખાશો કે શોરૂમમાં સજાવીને રાખશો? આ ઈંડા વિશે કહેવામાં આવી રહ્યું છે કે તે લાખોમાં એક છે. હા, કેમ નહિ? અરે! સામાન્ય રીતે ઇંડા અંડાકાર હોય છે, પરંતુ તેનો આકાર એકદમ ગોળાકાર હોય છે.
પત્રકાર જેકલીન ફેલગેટે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ ઇંડા વિશે જણાવ્યું છે. તેણે તેનો ફોટો પણ શેર કર્યો છે. પોસ્ટ અનુસાર, આ ઈંડું ઓસ્ટ્રેલિયાના મેલબોર્નના એક સુપરમાર્કેટમાંથી મળી આવ્યું હતું. જ્યારે આ અંગે વધુ માહિતી મેળવવામાં આવી તો જાણવા મળ્યું કે કરોડોમાંથી માત્ર એક ઈંડું ગોળ હોય છે. એકવાર એક ગોળ ઈંડું 78 હજાર રૂપિયામાં વેચાયુ હતું. તે મુજબ આ ઈંડાની કિંમત પણ આની આસપાસ હોઈ શકે છે. એ જોઈને ખરેખર નવાઈ લાગે કે ઈંડા પણ આટલા ઊંચા ભાવે વેચી શકાય છે.
આ પણ વાંચો:
આગામી બે દિવસ આ રાજ્યો તૂટી પડશે વરસાદ, જાણો બિપોરજોય બાદ શું થશે ગુજરાતના હાલ
Astro Tips: રવિવારે કરેલા આ કામથી ઘરમાં આવે છે ગરીબી, કાર્યોમાં પણ મળે છે નિષ્ફળતા
સુહાના ખાન, ખુશી કપૂર અને અગસ્ત્ય નંદાની ડેબ્યુ ફિલ્મ ધ આર્ચીઝનું ટીઝર રિલીઝ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube