World's Most Expensive Cow: દુનિયામાં ઘણા એવા પાલતુ પ્રાણીઓ છે જેના વિશે અલગ-અલગ માન્યતાઓ છે. કેટલાકને દેવતાઓ સાથે પણ સરખાવવામાં આવે છે. દરેકનું એક વિશિષ્ટ અને અલગ મહત્વ છે. ભારતમાં ગાયને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે. તેથી જ લોકો ગાયનું સન્માન અને પૂજા કરે છે. એક ગાય એવી પણ છે જેની કિંમત સૌથી વધુ છે. તેને વિશ્વની સૌથી મોંઘી ગાય તરીકે પણ ઓળખવામા આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બ્રાઝિલમાં એક ગાય આ સમયે ખૂબ જ ચર્ચાનો વિષય બની રહી છે. આ ગાયની કિંમત વિશ્વની અન્ય જાતિની ગાયો કરતા ઘણી વધારે છે. આ કિંમતમાં તમે લક્ઝુરિયસ કાર અને બંગલો તેમજ અન્ય ઘણી વસ્તુઓ ખરીદી શકો છો. આ ગાયનું ભારત સાથે ખાસ જોડાણ છે. આ જાતિનું નામ આંધ્ર પ્રદેશના નેલ્લોર જિલ્લાની નેલ્લોર જાતિના નામ પરથી રાખવામાં આવ્યું છે. અહીંથી આ જાતિને બ્રાઝિલ મોકલવામાં આવી અને બાદમાં વિશ્વના અન્ય ભાગોમાં ફેલાઈ.



આ ગાય નેલ્લોર જાતિની છે અને સાડા ચાર વર્ષની છે. નેલ્લોર જાતિની સાડા ચાર વર્ષની ગાય Viatina-19 FIV Mara Emovis વિશ્વની સૌથી મોંઘી ગાય છે. બ્રાઝિલમાં આ પ્રજાતિની સેંકડો ગાયો જોવા મળે છે. અહેવાલો અનુસાર, ગાયની ત્રીજી માલિકી તાજેતરમાં બ્રાઝિલના અરાન્ડુમાં એક હરાજીમાં 6.99 મિલિયન રીઅલ્સ (રૂ. 11 કરોડ)માં વેચવામાં આવી હતી. જેના કારણે તેની કુલ કિંમત $4.3 મિલિયન (રૂ. 35 કરોડ) થઈ ગઈ.


Viatina-19 FIV Mara Imovis ને ગયા વર્ષે વિશ્વની સૌથી મોંઘી ગાય જાહેર કરવામાં આવી હતી. એકલા બ્રાઝિલમાં આ જાતિની લગભગ 160 મિલિયન ગાયો છે. આ ગાયોમાં ચળકતી સફેદ ફર, ઢીલી ચામડી હોય છે. 


આ પણ વાંચો:
આ 25 રાજ્યોમાં તબાહી મચાવશે વરસાદ! મેઘતાંડવથી ગુજરાતનો વારો પાડશે વરુણદેવ
રાજ્યમાં શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ, જોવા મળશે મેઘતાંડવ, ગુજરાત માટે રેડ એલર્ટ
હવે જો ચોમાસું ખેંચાય તો પણ વાંધો નહિ આવે : જુલાઈના આરંભે જ ગુજરાતના ડેમ છલકાયા

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube