આ દેશમાં વેચાઈ રહ્યો છે દુનિયાનો સૌથી મોંઘો iPhone, કિંમત જાણીને તમારા હોશ ઉડી જશે!
તુર્કીમાં હાલાત ખૂબ જ ખરાબ થઈ રહ્યા છે અને 30 દિવસમાં તુર્કીમાં એપલ પ્રોડ્ક્સની કિંમત ત્રણ ગણી વધી ગઈ છે. આ સાથે તુર્કી હવે દુનિયાનો સૌથી મોંઘા આઈફોન વેચનારો દેશ બની ગયો છે.
ટેક્નોલોજી જેમ જેમ આગળ વધી રહી છે, તેની કિંમત પણ ઘણી વધી રહી છે. પહેલા ફ્લેગશિપ સ્માર્ટફોનની કિંમત 600 થી 700 ડોલર (50 થી 60 હજાર) હતી, પરંતુ હવે તેની કિંમત વધીને 1000 ડોલર (80 થી 90 હજાર) થી વધુ થઈ ગઈ છે. આ ફોન્સમાં કેમેરા, ગેમિંગ કેપેબીલીટીસ અને ઘણી રોમાંચક વસ્તુઓ છે. તુર્કીમાં હાલાત ખૂબ જ ખરાબ થઈ રહ્યા છે અને 30 દિવસમાં તુર્કીમાં એપલના ઉત્પાદનોની કિંમત ત્રણ ગણી વધી ગઈ છે. આ સાથે તુર્કી હવે દુનિયાનો સૌથી મોંઘા આઈફોન વેચનારો દેશ બની ગયો છે.
આ પણ વાંચો:
ભારત નજીક પહોંચ્યું બિપોરજોય વાવાઝોડું, સૌથી વધુ જોખમ તોળાઈ રહ્યું છે ગુજરાત પર
27 વર્ષ પછી ભારતમાં થશે 'મિસ વર્લ્ડ' સ્પર્ધાનું આયોજન, 130 દેશની યુવતીઓ લેશે ભાગ
Panchak: આજથી પંચક શરુ, 5 દિવસ દરમિયાન ન કરવા આ કામ, કરવાથી મળે છે અશુભ પરિણામ
જ્યારે સસ્તા પર્યટન સ્થળની વાત આવે છે, તો તુર્કિનું નામ આવે છે. પરંતુ તુર્કીના લોકો માટે એવું નથી ત્યાં રહેતા લોકો માટે રહેવુ પણ મુશ્કેલ બની ગયું છે. સરકાર લોકો પાસેથી વધુ ટેક્સ વસૂલી રહી છે. લોકો માટે ખાવાનું અને જીવવું મુશ્કેલ બની ગયું છે. આયાતી માલસામાન અને ટેક ઉત્પાદનોની કિંમતમાં પણ વધારો જોવા મળ્યો છે.
તુર્કીમાં આર્થિક સંકટના કારણે તુર્કી લીરાની વેલ્યુ તેજીથી ઘટી ગઈ છે. તુર્કીમાં પોતાની પ્રોડક્ટ્સનું વેચાણ કરતી એપલને એક મહિનામાં ઘણી વખત કિંમતો બદલવી પડી છે. પરિણામે, જો તમે તુર્કીમાં iPhone 14 Pro Max ખરીદો છો તો 1TB સ્ટોરેજ સાથે હવે વિશ્વનો સૌથી મોંઘો iPhone છે.
1TB સ્ટોરેજ સ્પેસ સાથે iPhone 14 Pro Maxની કિંમત યુનાઇટેડ સ્ટેટ્સમાં $1,599 (રૂ. 1.3 લાખ) છે. તુર્કીમાં તેની કિંમત $3,273 (રૂ. 2.7 લાખ) છે. પરંતુ આ રકમમાંથી માત્ર $1,636 એપલને જાય છે. બાકીના પૈસા ટેક્સ તરીકે તુર્કી સરકારને જાય છે. સરકાર સ્માર્ટફોનમાંથી ટેક્સની ઘણી આવક એકત્રિત કરે છે.
આ પણ વાંચો:
30000% ની તોફાની તેજી, 3 રૂપિયાના આ સ્ટોકે 1 લાખના બનાવ્યા 3 કરોડ રૂપિયા
આ એક ગુજરાતીના કારણે આ બે રાજ્યોમાં થાય છે બર્ડ સર્વે, ગાયક-વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફીના
પનીર ખાતા પહેલા સાવધાન! શું તમે ખાતા નથીને નકલી પનીર? આ રીતે જાણો અસલી નકલીનો ભેદ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube