વોશિંગ્ટન: ચીન (China) માં ઉત્પતિ બાદ કોરોના (Corona) નો ફેલાવો આખી દુનિયામાં થયો અને મહામારીમાં પરિણમ્યો. જેણે લોકોના જીવનમાં ધરમૂળ ફેરફાર કરી નાખ્યા. ચીન પર વાયરસને લેબમાં બનાવવા અને તે અંગે આંકડા છૂપાવવાનો પણ આરોપ લાગ્યો જેની WHO તરફથી તપાસ પણ કરાઈ. હવે ચીનની વુહાન લેબ (Wuhan Institute of Virology) વિશે એક વધુ મોટો ખુલાસો થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચીન પર ફરી ઉઠ્યા સવાલ
રોયટર્સમાં પ્રકાશિત ખબરમાં અમેરિકી ગુપ્તચર અહેવાલના હવાલે લખવામાં આવ્યું છે કે કોરોના મહામારી ફેલાઈ તે અગાઉ નવેમ્બર 2019માં વુહાન લેબના ત્રણ સભ્યો બીમાર પડ્યા હતા જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેના મહિના પછી ચીન તરફથી કોરોના મહામારી ફેલાયાની વાત જાહેર કરાઈ હતી. 


અમેરિકાના આ ગુપ્તચર અહેવાલમાં લેબમાં બીમાર થયેલા રિસર્ચર્સ, સમય અને તેમના હોસ્પિટલમાં દાખલ થયાની વિગતો આપવામાં આવી છે. આ રિપોર્ટ એવા સમયે બહાર આવ્યો છે કે જ્યારે WHO ની આગામી બેઠકમાં કોરોના વાયરસની ઉત્પતિને લઈને ચર્ચાનો અંદાજો છે. 


અમેરિકાનું કડક વલણ યથાવત
નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના પ્રવક્તાએ રિપોર્ટ પર કમેન્ટ કરવાનો ઈન્કાર કરતા ચીન પર પોતાના આરોપો ફરીથી દોહરાવ્યા છે. તેમણે કહ્યું કે બાઈડેન પ્રશાસન સતત ચીનની ભૂમિકાને માનતું રહ્યું છે અને વાયરસની શરૂઆતને લઈને તેના પર ગંભીર સવાલ ઉઠી ચૂક્યા છે. 


પ્રવક્તાએ કહ્યું કે હજુ તો અનેક સવાલના જવાબ મળવાના બાકી છે અને WHO પણ વાયરસની ઉત્પતિને લઈને શોધખોળમાં લાગ્યું છે. જો કે તેમણે કહ્યું કે તેમા કોઈ પણ પ્રકારનો રાજકીય હસ્તક્ષેપ થઈ રહ્યો નથી.


અમેરિકા, નોર્વે, કેનેડા અને બ્રિટન સબિત અનેક દેશોએ કોરોનાની ઉત્પતિને લઈને WHO તરફથી કરાઈ રહેલા સ્ટડી પર સવાલ ઉઠાવ્યા હતા. આ સાથે જ આ દેશોએ ચીન પર વાયરસ અંગે શરૂઆતની જાણકારી છૂપાવવાનો આરોપ પણ લગાવ્યો હતો. પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોનાને 'ચીની વાયરસ' સુદ્ધા ગણાવી દીધો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube