ટોકિયો: જાપાનની સંસદમાં બુધવારે થયેલા મતદાનમાં યોશિહિદે સુગાને ઔપચારિક રીતે નવા પ્રધાનમંત્રી તરીકે ચૂંટી લેવાયા. સ્વાસ્થ્ય કારણોસર શિંજો આબેએ બુધવારે સવારે પ્રધાનમંત્રી પદેથી રાજીનામું આપી દીધુ હતું. સુગોને સોમવારે જાપાનની સત્તાધારી લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના નવા નેતા તરીકે પસંદ કરાયા હતાં. આ સાથે જ તેઓ નવા પ્રધાનમંત્રી બનશે તે પણ નક્કી થઈ ગયું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ તેમને ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બ્રિટને 40 વર્ષ બાદ ભારતને પરત કરી શ્રીરામ, લક્ષ્મણ અને માતા સીતાની સદીઓ જૂની મૂર્તિઓ


મંત્રિમંડળના પ્રમુખ સચિવ રહી ચૂકેલા યોશિહિદે સુગા લાંબા સમયથી આબેની નીકટ રહ્યા છે. તેઓ બુધવારે જ પોતાના મંત્રીમંડળની પસંદગી કરશે. આ અગાઉ જાપાનના પ્રધાનમંત્રી શિંજો આબેએ પદ પરથી રાજીનામું આપી દેતા પોતાના ઉત્તરાધિકારીનો રસ્તો ક્લિયર કરી દીધો હતો. જાપાનના સૌથી લાંબા સમય સુધી પ્રધાનમંત્રી રહેલા આબેએ ગત મહિને જાહેરાત કરી હતી કે તેઓ સ્વાસ્થ્ય કારણોસર પદ છોડશે. 


વૈશ્વિક રાજકારણ માટે 'ઐતિહાસિક દિવસ', 2 શક્તિશાળી આરબ દેશોએ ઈઝરાયેલને આપી માન્યતા


સુગાએ કહ્યું કે તેઓ આબેની નીતિઓને આગળ વધારશે અને તેમની પ્રાથમિકતા કોરોના વાયરસને પહોંચી વળવાની અને વૈશ્વિક મહામારી દરમિયાન અર્થવ્યવસ્થાને સારી બનાવવાની રહેશે. યોશોહિદે સુગા એક સામાન્ય ખેડૂતના પુત્ર છે.  તેમના પિતા સ્ટ્રોબેરીની ખેતી કરતા હતાં. પોતાના ગૃહનગરમાં હાઈસ્કૂલનું શિક્ષણ મેળવ્યા બાદ તેઓ ટોકિયો ગયા. એક મીડિયા રિપોર્ટ મુજબ પોતાનો ખર્ચ કાઢવા માટે તેમણે એક સમયે કાર્ડબોર્ડ ફેક્ટરીમાં નોકરી કરવી પડી હતી તો ક્યારેક ફિશ માર્કેટમાં પણ કામ કર્યું હતું. હકીકતમાં સુગા કામની સાથે જ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતાં. અહીં નોકરી કરીને તેમને ખર્ચ કાઢવામાં મદદ મળતી હતી. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube