બ્રિટને 40 વર્ષ બાદ ભારતને પરત કરી શ્રીરામ, લક્ષ્મણ અને માતા સીતાની સદીઓ જૂની મૂર્તિઓ
મોદી સરકારના કપરા પરિશ્રમઅને પીએમ મોદીની શાનદાર વૈશ્વિક કીર્તિના દમ પર ભારતે મોટી સફળતા મેળવી છે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ, માતા સીતા અને લક્ષ્મણની લગભગ 500 વર્ષ જૂની ઐતિહાસિક મૂર્તિઓ ભારતને પાછી મળવા જઈ રહી છે.
Trending Photos
નવી દિલ્હી: મોદી સરકારના કપરા પરિશ્રમઅને પીએમ મોદીની શાનદાર વૈશ્વિક કીર્તિના દમ પર ભારતે મોટી સફળતા મેળવી છે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ, માતા સીતા અને લક્ષ્મણની લગભગ 500 વર્ષ જૂની ઐતિહાસિક મૂર્તિઓ ભારતને પાછી મળવા જઈ રહી છે. કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી પ્રહ્લાદ પટેલ (Prahlad Patel) ને લંડન સ્થિત હાઈ કમિશનમાં આ ત્રણેય મૂર્તિઓ સોંપવામાં આવી.
તામિલનાડુના એક મંદિરથી ચોરી થઈ હતી
અત્રે જણાવવાનું કે તામિલનાડુના એક મંદિરમાંથી 40 વર્ષ પહેલા આ મૂર્તિઓ ચોરી થઈ હતી જે 15મી સદીની હોવાનું કહેવાય છે. બ્રિટિશ પોલીસે મંગળવારે લંડનમાં આ મૂર્તિઓને ભારતીય દૂતાવાસને સોંપી દીધી. સંસ્કૃતિ મંત્રાલય તરફથી જાહેર કરાયેલા એક નિવેદનમાં આ જાણકારી અપાઈ. કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી પ્રહ્લાદ પટેલ, લંડન સ્થિત દૂતાવાસમાં ત્રણ પ્રતિમાઓ સોંપવા અંગે યોજાયેલા સમારોહમાં ડિજિટલ માધ્યમથી સામેલ થયા હતા.
ઐતિહાસિક ગૌરવનો પરિચય કરાવે છે આ મૂર્તિઓ
પોતાના સંબોધનમાં સંસ્કૃતિ મંત્રીએ કહ્યું કે આ હર્ષનો વિષય છે કે સ્વતંત્રતા પ્રાપ્તિ બાદ વિદેશમાંથી આપણને ફક્ત 13 મૂર્તિઓ પાછી મળી હતી. પરંતુ 2014થી લઈને અત્યાર સુધીમાં 40થી વધુ પ્રતિમાઓ પાછી લાવવામાં સફળ રહ્યાં છીએ અને આવનારા વર્ષોમાં હજુ વધુ કલાકૃતિઓ પાછી લાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છીએ.
તેમણે કહ્યું કે અમે વાગ્દેવીની પ્રતિમાને ભારત પાછી લાવવા માટે બ્રિટિશ સંગ્રહાલય સાથે વાતચીત કરી રહ્યાં છીએ. નોંધનીય છે કે પીત્તળની બનેલી ભગવાન રામ, લક્ષ્મણ અને માતા સીતાની પ્રતિમાઓ ભારતીય ધાતુ કલાનો બેજોડ નમૂનો છે. આ મૂર્તિઓને તામિલનાડુના નાગપટ્ટિનમ જિલ્લામાં આવેલા વિજયનગર કાળના એક મંદિરમાંથી 1978માં ચોરી કરાઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે