નવી દિલ્હી: થોડા કલાકો સુધી ઠપ્પ રહ્યાં બાદ આખરે યુટ્યુબ ચાલુ થઈ જતા યૂઝર્સને મોટી રાહત મળી છે. વીડિયો શેરિંગ વેબસાઈટ યુટ્યુબ બુધવાર સવારથી જ દુનિયાભરમાં ઠપ્પ પડી જતા હાહાકાર મચી ગયો હતો. જેના કારણે અનેક દેશોમાં યુઝર્સ હેરાન પરેશાન થઈ ગયા હતા.. યુઝર્સ સોશિયલ મીડિયામાં યુટ્યુબના સ્ક્રીનશોટ શેર કરી રહ્યાં હતાં. હકીકતમાં બુધવાર સવારથી જ યુટ્યુબ ખોલતા જ તેના હોમપેજ પર એરરનો મેસેજ આવી રહ્યો હતો.. ત્યારબાદ જો યુઝર્સ તેમાં કઈ સર્ચ કરવાનો પ્રયત્ન કરે  તો પણ વીડિયો સ્ક્રીન કાળી થઈને તેમાં પણ એરર જોવા મળી રહી હતી. કંપનીએ આ સમસ્યાને ખુબ ગંભીરતાથી લીધી હતી. અત્રે જણાવવાનું કે યુટ્યુબ સૌથી મોટી વીડિયો શેરિંગ વેબસાઈટ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


યુટ્યુબની ટેક્નિકલ ખામી ઠીક થતા જ કંપની દ્વારા ટ્વિટર પર જણાવાયું કે 'અમે પાછા આવી ગયા છીએ. તમારા લોકોના ધૈર્ય બદલ ધન્યવાદ. જો તમને કોઈ નિયમિત પરેશાની થતી હોય તો અમને જરૂરથી જણાવજો.'બુધવાર સવારથી યુટ્યુબ ઠપ્પ પડી જવાના કારણે દુનિયાભરમાં યુઝર્સ તેમાં વીડિયો ન જોઈ શકતા તેમનામાં નિરાશા વ્યાપી ગઈ હતી.  




યુટ્યુબે ટ્વિટર પર પોતાના અધિકૃત એકાઉન્ટ પરથી કહ્યું હતું કે લોકોને યુટ્યુબ, યુટ્યુબ ટીવી અને યુટ્યુબ મ્યુઝિકને લઈને જે પરેશાની થઈ રહી છે તેનાથી માહિતગાર કરાવવા બદલ આભાર, અમે આ ખરાબીને ઠીક કરાવાનો પ્રયત્ન કરી રહ્યાં છીએ અને જેવી આ ખરાબી ઠીક થશે કે તમને જાણ કરીશું. લોકોને થઈ રહેલી પરેશાનીઓ બદલ અમે શરમિંદા છીએ. 



જો કે હજુ સુધી એ જાણવા મળ્યું નથી કે દુનિયાની સૌથી મોટી વીડીયો શેરિંગ વેબસાઈટ અચાનક ઠપ્પ કેવી રીતે થઈ ગઈ. વિશેષજ્ઞોનું માનવું છે કે તેના સર્વરમાં કઈંક ખરાબી આવવાના  કારણે આમ થયું હોઈ શકે છે.