ભારતમાં 5 ઓક્ટોબરે લોન્ચ થશે Motorola Razr 5G, જાણો આ સ્માર્ટફોનની ખાસિયતો

Motorola Razr 5G ફોલ્ડેબલ સ્માર્ટફોન 5 ઓક્ટોબરના રોજ ભારતમાં લોન્ચ થશે. મોટોરિલા ઇન્ડિયાએ ટ્વિટ કરીને ફોનની લોન્ચીંગ ડેટનો ખુલાસો અક્ર્યો છે. સાથે જ એ જાણકારી શેર કરી છે કે Motorola Razr 5G ને ફ્લિપકાર્ટ પરથી વેચવામાં આવશે.

ભારતમાં 5 ઓક્ટોબરે લોન્ચ થશે Motorola Razr 5G, જાણો આ સ્માર્ટફોનની ખાસિયતો

નવી દિલ્હી: Motorola Razr 5G ફોલ્ડેબલ સ્માર્ટફોન 5 ઓક્ટોબરના રોજ ભારતમાં લોન્ચ થશે. મોટોરિલા ઇન્ડિયાએ ટ્વિટ કરીને ફોનની લોન્ચીંગ ડેટનો ખુલાસો અક્ર્યો છે. સાથે જ એ જાણકારી શેર કરી છે કે Motorola Razr 5G ને ફ્લિપકાર્ટ પરથી વેચવામાં આવશે. 

મોટોરોલાનો આ ફોલ્ડેબલ સ્માર્ટફોન ગત વર્ષે લોન્ચ થયેલા Motorola Razr નું સક્સેસર છે. તેમાં 6.2 ઇંચ પ્લાસ્ટિક OLED મેન ફ્લેક્સિબલ ડિસ્પ્લે અને 48 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા જેવી ખૂબીઓ છે. 

— Motorola India (@motorolaindia) September 30, 2020

કેટલી હશે કિંમત
Motorola Razr 5G ની ભારતમાં કિંમત તે રેંજમાં રહેવાની આશા છે, જેટલી તેની અમેરિકામાં કિંમત છે. અમેરિકામાં આ ફોનને 8 જીબી રેમ અને 256 સ્ટોરેજ સાથે 1,399.99 ડોલર (લગભગ 1.03 લાખ રૂપિયા)માં લોન્ચ કરવામાં આવ્યો છે. 

Motorola Razr 5G ની ખૂબીઓ
Motorola Razr 5G ફોલ્ડેબલ ફોન My UX સાથે એન્ડ્રોઇડ 10 પર કામ કરે છે. તેમાં 6.2 ઇંચની પ્લાસ્ટિક OLED મેન સ્ક્રીન આપવામાં આવી છે. આ ઉપરાંત 2.7 ઇંચનો ગ્લાસ OLED સેકન્ડરી સ્ક્રીન છે. આ ફોલ્ડેબલ ફોનમાં ઓક્ટા-કોર સ્નૈપડ્રૈગન 765G પ્રોસેસર સાથે 8જીબી રેમ છે. ઇન્ટરલ સ્ટોરેજ 256 જીબી છે. 

મોટોરોલા સાથે ફોનમાં 48 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા પણ આપવામાં આવ્યો છે. તો બીજી તરફ સેલ્ફી માટે ફોનમાં 20 મેગાપિક્સલનો કેમેરો પણ છે. તેમા6 15 વોલ્ટ ટર્બોપાવર ફાસ્ટચાર્જિંગ સાથે 2,800mAh ની બેટરી આપવામાં આવી છે. ફિંગરપ્રિંટ સેન્સર ફોનની પાછળની તરફ મળે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news