VIDEO : હૃતિક રોશનના ગીત પર ભોજપુરી હિરોઇને કર્યો એવો ડાન્સ કે ચોંટી જશે નજર

મોનાલિસાએ આ વીડિયો ઇસ્ટાગ્રામ પર શેયર કર્યો છે અને એ જબરદસ્ત વાયરલ બની ગયો છે

VIDEO : હૃતિક રોશનના ગીત પર ભોજપુરી હિરોઇને કર્યો એવો ડાન્સ કે ચોંટી જશે નજર

નવી દિલ્હી : ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા (Monalisa) હાલમાં સોશિયલ મીડિયામાં બહુ એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાના ડાન્સના વીડિયો અને તસવીર શેયર કરે છે. હાલમાં તેણે હૃતિક રોશન અને ટાઇગર શ્રોફની ફિલ્મ વોરનું ગીત ઘુંઘરુંમાં ડાન્સ કર્યો છે અને એના વીડિયોને સોશિયલ મીડિયામાં શેયર કર્યો છે. મોનાલિસાનો આ વીડિયો વાયરલ થઈ ગયો છે. 

A post shared by MONALISA (@aslimonalisa) on

આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર શેયર કરીને મોનાલિસાએ લખ્યું છે કે બહુ દિવસો પછી દિલતી ડાન્સ કર્યો. આ વીડિયોમાં મોનાલિસા જબરદસ્ત અંદાજમાં જોવા મળી રહી છે અને લોકો તેના ડાન્સના વખાણ કરી રહ્યા છે. કોઈ મોનાલિસાની બ્યુટીના વખાણ કરી રહ્યા છે તો કોઈ ડાન્સના. હાલમાં હૃતિક અને ટાઇગરના આ ગીતમાં મોનાલિસા છવાઈ ગઈ છે. 

મોનાલિસાએ ભોજપુરી સિનેમા સત્યમેવ જયતેથી એન્ટ્રી લીધી હતી. મોનાલિસા નાના પડદા પર ટીવી શો નઝરમાં જોવા મળે છે જેમાં તે ડાયન (મોહના)નો રોલ કરી રહી છે. તેણે મની હૈ તો હની હૈ, સરકાર રાજ, ગંગા પુત્ર અને કાફિલા જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે બિગ બોસ 10માં પણ બહુ ધમાલ મચાવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news