આખરે ઘીનાં ઠામમાં ઘી: કેતન ઇનામદારને મનાવી લેવાયાની જીતુ વાઘાણીની જાહેરાત

સાવલીનાં ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા ધારાસભ્ય તરીકે રાજીનામું ધરવામાં આવ્યું છે. જો કે આ રાજીનામા બાદ નવો હાઇવોલ્ટેજ ડ્રામા ચાલુ થઇ ગયો છે. ઇનામદારનાં સમર્થકો સેંકડોની સંખ્યામાં તેમનાં ઘરે પહોંચી ચુક્યા છે. તેમણે ભારે હૃદયથી રાજીનામું આપી રહ્યા હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત વારંવાર તેમની અવગણના થઇ રહી છે તેવું પણ જણાવ્યું હતું. આ ઉપરાંત તેઓ સરકારની આંખ ઉઘાડવા માટે રાજનામું ધર્યું હોવાનું જણાવી રહ્યા છે. જો કે તેમને અગાઉ ઘણા ઉચ્ચ નેતાઓ દ્વારા મનાવવા માટે દોડાવવામાં આવ્યા હતા. સીનિયર નેતાઓએ પોતાનું કામ સફળતા પુર્વક કર્યું છે.

આખરે ઘીનાં ઠામમાં ઘી: કેતન ઇનામદારને મનાવી લેવાયાની જીતુ વાઘાણીની જાહેરાત

હિતલ પારેખ/ગાંધીનગર : સાવલીનાં ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા ધારાસભ્ય તરીકે રાજીનામું ધરવામાં આવ્યું છે. જો કે આ રાજીનામા બાદ નવો હાઇવોલ્ટેજ ડ્રામા ચાલુ થઇ ગયો છે. ઇનામદારનાં સમર્થકો સેંકડોની સંખ્યામાં તેમનાં ઘરે પહોંચી ચુક્યા છે. તેમણે ભારે હૃદયથી રાજીનામું આપી રહ્યા હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત વારંવાર તેમની અવગણના થઇ રહી છે તેવું પણ જણાવ્યું હતું. આ ઉપરાંત તેઓ સરકારની આંખ ઉઘાડવા માટે રાજનામું ધર્યું હોવાનું જણાવી રહ્યા છે. જો કે તેમને અગાઉ ઘણા ઉચ્ચ નેતાઓ દ્વારા મનાવવા માટે દોડાવવામાં આવ્યા હતા. સીનિયર નેતાઓએ પોતાનું કામ સફળતા પુર્વક કર્યું છે.

આ અંગે અધિકારીક રીતે જાહેરાત કરતા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ મોડી રાત્રે પત્રકાર પરિષદ સંબોધિ હતી. કેતન ઇનામદારની સાથે કાલે મારી મુલાકાત થવાની છે. તેમનાં વિકાસનાં કાર્યોનાં જે મુદ્દાઓ છે તેનો ઉકેલ અમે લાવીશું. કેતન ઇનામદાર સાથે 3-4 વખત વાતચીત થઇ છે. કેતનભાઇ લાગણીશીલ ધારાસભ્ય છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષે ઘીના ઠામમાં ઘી ઢોળાયું હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, કામ નહી થતું હોવાથી કદાચ તેમને અસંતોષ હોય પરંતુ તેમને મનાવી લેવામાં આવશે. તેઓ પણ જનતા માટે કામ કરી રહ્યા છે અમે પણ જનતા માટે કામ કરીએ છીએ. સંવેદનશીલ સરકાર છે. દરેકની સંવેદનાને ધ્યાનમાં રાખવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સાવલીનાં ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા ધારાસભ્ય તરીકે રાજીનામું ધરવામાં આવ્યું છે. જો કે આ રાજીનામા બાદ નવો હાઇવોલ્ટેજ ડ્રામા ચાલુ થઇ ગયો છે. ઇનામદારનાં સમર્થકો સેંકડોની સંખ્યામાં તેમનાં ઘરે પહોંચી ચુક્યા છે. તેમણે ભારે હૃદયથી રાજીનામું આપી રહ્યા હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત વારંવાર તેમની અવગણના થઇ રહી છે તેવું પણ જણાવ્યું હતું. આ ઉપરાંત તેઓ સરકારની આંખ ઉઘાડવા માટે રાજનામું ધર્યું હોવાનું જણાવી રહ્યા છે. જો કે તેમને અગાઉ ઘણા ઉચ્ચ નેતાઓ દ્વારા મનાવવા માટે દોડાવવામાં આવ્યા છે. 

બીજી તરફ સાવલિનગર પાલિકાનાં તમામ સભ્યો રાજીનામાની ચિમકી ઉચ્ચારી છે. સાવલી નગરપાલિકાનાં તમામ 21 સભ્યોએ સરકાર દ્વારા થઇ રહેલા અન્યાયની વિરુદ્ધ અને કેતનભાઇનાં સમર્થનમાં રાજીનામું આપવાની ચિમકી ઉચ્ચારી છે. નગરપાલિકા પ્રમુખ કેતન શેઠ દ્વારા સામાન્ય સભા બોલાવવામાં આવી છે. આ સામાન્ય સભામાં તમામ સભ્યો પોતાનાં રાજીનામાં આપશે. આ ઉપરાંત ભાજપનાં મોવડી મંડળને પણ આ અંગે જાણ કરવામાં આવશે. સાવલી ભાજપમાં ખુબ જ મોટો ભડકો થયો છે. ત્યારે ભાજપ ધારાસભા અને નગરપાલિકા બંન્ને ગુમાવે તેવી શક્યતા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news