અભિનેત્રી પાયલ રોહતગીની અમદાવાદમાંથી અટકાયત, મોતીલાલ નહેરુ પર ટિપ્પણી કરવી ભારે પડી

અભિનેત્રી પાયલ રોહતગીની રાજસ્થાન પોલીસે અટકાયત કરી છે. અમદાવાદ સ્થિત પોતાના ઘરેથી પાયલ રોહતગીની ધરપકડ થઇ હોવાની માહિતી પાયલ રોહતગીએ ટ્વિટ કરીને આપી હતી. સાથે જ સવાલ પણ ઉભો કર્યો છે કે, શું વાણી સ્વતંત્રતા મજાક છે? ઉલ્લેખનીય છે કે અભિનેત્રી સોશિયલ મીડિયામાં નહેરુ પરિવાર અંગે વિવાદિત પોસ્ટ કરી હતી. જે અંગે બુંદી જિલ્લામાં ફરિયાદ નોંધવામાં આવી હતી. જેને લઈ રાજસ્થાનની ટીમ અમદાવાદ આવી હતી. અભિનેત્રી પાયલ રોહતગીએ પોતાની ધરપકડ કરી હોવાનો પોતે જ ખુલાસો કર્યો હતો. જોકે સત્તાવાર ધરપકડ અંગે રાજસ્થાન પોલીસે કોઈ પણ ખુલાસો કર્યો નથી.

અભિનેત્રી પાયલ રોહતગીની અમદાવાદમાંથી અટકાયત, મોતીલાલ નહેરુ પર ટિપ્પણી કરવી ભારે પડી

મૌલિક ધામેચા/અમદાવાદ :અભિનેત્રી પાયલ રોહતગીની રાજસ્થાન પોલીસે અટકાયત કરી છે. અમદાવાદ સ્થિત પોતાના ઘરેથી પાયલ રોહતગીની ધરપકડ થઇ હોવાની માહિતી પાયલ રોહતગીએ ટ્વિટ કરીને આપી હતી. સાથે જ સવાલ પણ ઉભો કર્યો છે કે, શું વાણી સ્વતંત્રતા મજાક છે? ઉલ્લેખનીય છે કે અભિનેત્રી સોશિયલ મીડિયામાં નહેરુ પરિવાર અંગે વિવાદિત પોસ્ટ કરી હતી. જે અંગે બુંદી જિલ્લામાં ફરિયાદ નોંધવામાં આવી હતી. જેને લઈ રાજસ્થાનની ટીમ અમદાવાદ આવી હતી. અભિનેત્રી પાયલ રોહતગીએ પોતાની ધરપકડ કરી હોવાનો પોતે જ ખુલાસો કર્યો હતો. તો બીજી તરફ, પાયલની ધરપકડની પુષ્ટિ રાજસ્થાનના એસપીએ કરી છે. આ વિશે માહિતી આપતા એસપી મમતા ગુપ્તાએ કહ્યું કે, પાયલ રોહતગી કરીને જયપુર લાવવામાં આવી રહ્યાં છે.

— PAYAL ROHATGI & Team- Bhagwan Ram Bhakts (@Payal_Rohatgi) December 15, 2019

એક્ટ્રેસ પાયલ રોહતગીએ હાલમાં જ દેશની સ્વતંત્રતા સેનાની પં.મોતીલાલ નહેરુ પર ટિપ્પણી કરી હતી. તેના બાદ પાયલની વિરુદ્ધ બુંદીના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ હતી. આ સાથે જ તેમના પર અનેક ગંભીર આરોપ પણ લગાવાયા હતા. પોતાની ધરપકડની માહિતી ખુદ રોહતગીએ ટ્વિટર પર આપી છે.

એક્ટ્રેસ પાયલ રોહતગીએ પોતાના ટ્વિટર પર લખ્યું કે, મને રાજસ્થાન પોલીસે મોતીલાલ નહેરુ પર એક વીડિયો શેર કરવા માટે ધરપકડ કરી છે. જેને મેં ગૂગલમાંથી માહિતી લઈને બનાવી હતી. બોલવાની આઝાદી એક મજાક છે. ઉલ્લેખનીય છે કે, પોતાની આ ટ્વિટ તેમણે રાજસ્થાન પોલીસ, પીએમઓ, હોમ મિનીસ્ટ્રીના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટને ટેગ કર્યાં છે. 

શું છે આખો મામલો 
પાયલ રોહતગીએ સ્વતંત્રતા સેનાની પંડિત મોતીલાલ નેહરુ પરિવારની મહિલાઓ અને પૂર્વ વડાપ્રધાનો જવાહરલાલ નેહરુ, ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી પર વાંધાજનક ટીપ્પણી કરી હતી. જેને પગલે યુવા કોંગ્રેસના પ્રદેશ મહા સચિવ ચર્મેશ શર્માએ 10 ઓક્ટોબરના રોજ આઈટી એક્ટ હેઠળ કલમ 66-67 હેઠળ કેસ દાખલ કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news