ગુજરાતના ચાર જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ; યાત્રાધામ અંબાજીમાં ફરી રસ્તા બન્યા નદીઓ!

બનાસકાંઠા, રાજકોટ અને અમરેલી જિલ્લામાં પવન સાથે વરસાદ વરસ્યો છે. યાત્રાધામ અંબાજીમાં ભારે વરસાદના કારણે માર્ગો પર પાણી વહેતા થયા છે. અમરેલીના સાવરકુંડલમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે બફારા બાદ સાવરકુંડલામાં વરસાદ પડ્યો છે. સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટના જસદણના આટકોટ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. આટકોટ, ચિતલિયા, સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.
 

 ગુજરાતના ચાર જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ; યાત્રાધામ અંબાજીમાં ફરી રસ્તા બન્યા નદીઓ!

Gujarat Rains: ગુજરાતમાં હાલ વરસાદની કોઈ આગાહી નથી, પરંતુ હવામાં રહેલા ભેજના કારણે અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે બપોર બાદ બનાસકાંઠા, રાજકોટ અને અમરેલી જિલ્લામાં  પવન સાથે વરસાદ વરસ્યો હોવાનો સમાચાર મળી રહ્યા છે. બીજી બાજુ યાત્રાધામ અંબાજીમાં ભારે વરસાદના કારણે માર્ગો પર પાણી વહેતા થયા છે. 

અમરેલીના સાવરકુંડલમાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે બફારા બાદ સાવરકુંડલામાં વરસાદ પડ્યો છે. સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તેવી જ રીતે રાજકોટના જસદણના આટકોટ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. આટકોટ, ચિતલિયા, સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

અમરેલી જિલ્લામાં વરસાદ
અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. બપોર બાદ ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ શર થયો છે. જાફરાબાદ સહિત ગ્રામ્યમાં વરસાદ છે. પવનની ગતિમાં વધારો અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો. જાફરાબાદ, કોસ્ટલ બેલ્ટ વિસ્તારના નાગેશ્રી, મીઠાપુર, દુધાળા, લોર, હેમાળ સહિતના ગામોમાં વરસાદ છે.

રાજકોટમાં બપોર બાદ વરસાદ
રાજકોટ જિલ્લાના જસદણ આટકોટ સહિત વિસ્તારોમાં વરસાદ છે. જસદણ પંથકમાં આટકોટ, ચિતલીયામાં આજે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો  હતા. બપોર બાદ ધોધમાર વરસાદ ખાબકતાં રસ્તા પરથી પાણી વહેતા થયા હતા. લોકોને ગરમી અને ઉકાળાટથી રાહત મળી હતી. લાંબા વિરામ બાદ આજે વરસાદ વરસ્યો હતો. જસદણના ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. ગીર સોમનાથ જિલ્લાના છેલ્લા ત્રણ-ચાર દિવસથી અચાનક વાતાવરણમાં પલટો આવે છે અને મુશળધાર મેઘમહેર થાય છે. જેમાં પણ ગીર જંગલ, ઉના, કોડીનાર અને તાલાલામાં અનરાધાર વરસાદથી ખેડૂતો હવે ચિંતામાં મુકાયા છે.

ભક્તિના માહોલ વચ્ચે અંબાજીમાં વરસાદી માહોલ
એકબાજુ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો ઉત્સાહપૂર્વક ચાલી રહ્યો છે. ચારેતરફથી માઇભક્તો અંબાજીમાં દર્શનાર્થે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ત્યારે મેઘરાજા પણ અંબાજીમાં બઘાડાટી બોલાવી નાંખી છે. અંબાજીમાં હજારો પદયાત્રીઓના આગમન વચ્ચે વરસાદે માઝા મૂકી હતી. ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. અચાનક જ તૂટી પડેલા ધોધમાર વરસાદ વચ્ચે પદયાત્રીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘણાં પદયાત્રીઓએ ટેન્ટમાં સહારો લીધો હતો. ભાદરવી પૂનમના પાંચમા દિવસે અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. ત્યારે ભક્તિના માહોલ વચ્ચે અંબાજીમાં વરસાદી માહોલ જામ્યો હતો.

સાવરકુંડલા શહેરમાં ધોધમાર
ભારે બફારા બાદ સાવરકુંડલા શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો છે. વાતાવરણમાં પલટો આવ્યો હતો. શહેરના રિદ્ધિ સિદ્ધિ ચોક, મહુવા રોડ, માર્કેટિંગ યાર્ડ વિસ્તાર, એસટી બસ સ્ટેન્ડ વિસ્તાર, જેસર રોડ, શિવાજીનગર સહિતના શહેરના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. વરસાદ આવતા વાતાવરણમા ઠંડક પ્રસરી હતી. વડીયાના ઢૂંઢિયા પીપળીયા ગામે મુશળધાર વરસાદ પડ્યો. બપોર બાદ વાતાવરણમાં પલટો આવતાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. અસહ્ય ગરમી અને ઉકળાટથી લોકો ત્રસ્ત હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news