ડોક્ટરોની બેદરકારીથી ગર્ભાશયની કોથળી ફાટી જતાં માતા-બાળકનાં કરૂણ મોત, તડપી તડપીને જીવ ગયો

પારુલ નર્સિંગ હોમ નામની ગાયનેક હોસ્પિટલમાં ડોક્ટરોની બેદરકારીના કારણે સગર્ભા માતા અને બાળકનું મોત નીપજ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સમગ્ર મામલાનો ખુલાસો થતાં બંને ડોક્ટરો સામે કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. 

ડોક્ટરોની બેદરકારીથી ગર્ભાશયની કોથળી ફાટી જતાં માતા-બાળકનાં કરૂણ મોત, તડપી તડપીને જીવ ગયો

તેજસ દવે/મહેસાણા: કડીના પારુલ નર્સિંગ હોમના બે તબીબો વિરૂદ્ધ આખરે ફરિયાદ નોંધાઇ છે. કડીની પારુલ હોસ્પિટલના બે તબીબ પૈકી ગાયનેક ડૉક્ટર હર્ષિલ અરવિંદભાઇ પટેલ અને આયુર્વેદિક ડોકટર ઇશરતબેન ઇકબાલભાઇ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. 

આ મામલો તબીબની બેદરકારીથી ડિલિવરીથી થયેલ સગર્ભા અને બાળકના મોત મામલે ફરિયાદ નોંધાઇ છે. જેમાં સગર્ભા મહિલા ની પ્રેગન્સીની શરૂઆતથી પારૂલ નર્સિંગ હોમમાં સારવાર ચાલુ હતી. જે મહિલાને અગાઉ બે સીજેરીયન થી બાળકો થયેલ હતા. એટલે કે અગાઉ સીજેરિયન હોવા છતાં મહિલાની નોર્મલ ડિલિવરી કરી દેવાઈ હતી. 

મહિલાને ડીલીવરીનો દુખાવો ઉપડતા પારુલ નર્સિંગ હોમમાં જ દાખલ કરી હતી. જે સમયે હોસ્પિટલના તબીબ એ હાજર રહેવું જરૂરી હતી. છતાં ડિલીવરીના આઠ માસ પુરા થઇ ગયેલ હોવાનું જાણતા હોવા છતાં મુખ્ય ડોકટર હર્ષિલ પટેલ આવ્યા નહોતા કે બીજા કોઇ ગાયનેક ડોકટરની વ્યવસ્થા પણ કરી નહોતી. એટલું જ નહીં, બીજી હોસ્પિટલમાં સારવાર માટે પણ ના મોકલ્યા અને પારુલ નર્સિંગ હોમમાં જ આયુર્વેદિક તબીબે સિજેરીયનની જગ્યાએ નોર્મલ ડીલવરી કરવાથી મહિલા અને બાળકનું મોત નિપજી શકે તેવું જાણતા હોવા છતાં ડિલિવરી કરી દેવાઈ હતી. 

ડિલિવરી કરનાર ડો. ઇશરત આયુર્વેદિક ડોકટર હોય અને ડિલીવરી ના કરી શકે તેમ હોવા છતાં નોર્મલ ડીલીવરી કરી હતી. સમગ્ર ઘટનામાં બંને ડોકટરની ગંભીર તબીબી બેદરકારીના કારણે સગર્ભા અને બાળકનું મોત થયું હોવાનું જણાયું હતું. બેદરકારીથી સગર્ભાની ગર્ભાશયની કોથળી ફાટી જવાથી સગર્ભા અને બાળકનું મોત નિપજેલું. જેના પગલે કડી પોલીસ મથકે બંને ડોકટર વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ છે. 

ઉલ્લેખનીય છે કે કડીમાં ડૉ.હર્ષિલ પટેલ ની હોસ્પિટલમાં સગર્ભાના મોત બાદ મેડિકલ કાઉન્સિલ દ્વારા 6 માસ માટે તબીબને સસ્પેન્ડ કરાયા છે. આરોગ્ય વિભાગે પણ તબીબને 6 મહિના માટે સસ્પેન્ડ કર્યો છે. જેથી તબીબ સોનોગ્રાફી કે ગાયનેક પ્રેક્ટિસ 6 મહિના માટે નહિ કરી શકે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news