એક પછી નેતાઓ આવી રહ્યા છે કોરોનાની ઝપેટમાં, કરંજના ધારાસભ્ય પોઝિટિવ

આ પહેલા ભાજપ અને કોંગ્રેસના મળીને 18 થી વધુ નેતાઓ કોરોનાના ઝપેટમાં આવી ચૂક્યા છે, જેમાં આજે વધુ એક નામ ઉમેરાયું 

એક પછી નેતાઓ આવી રહ્યા છે કોરોનાની ઝપેટમાં, કરંજના ધારાસભ્ય પોઝિટિવ

ચેતન પટેલ/સુરત :સુરતમાં હજી કોરોનાનો કહેર યથાવત છે. અકે પછી નેતાઓ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. સુરતમાં હર્ષ સંઘવી બાદ હવે કરંજના ભાજપના ધારાસભ્યનો કોરોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કરંજના ધારાસભ્ય પ્રવીણભાઈ ઘોઘારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ પોઝિટિવ આવ્યા છે તેવી ટ્વિટ કરીને જાણ કરી છે. તાજેતરમાં જ સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવી પણ પોઝિટિવ આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ પહેલા ભાજપ અને કોંગ્રેસના મળીને 18 થી વધુ નેતાઓ કોરોનાના ઝપેટમાં આવી ચૂક્યા છે. 

ગઈકાલે અમરેલીમાં રાજુલા વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જિલ્લા આરોગ્ય અધિકારીએ આ વિશેની પુષ્ટિ કરી હતી. ધારાસભ્ય અંબરીશ ડેર પોઝિટિવ આવતા સ્વૈચ્છિક પોતાના ફાર્મ હાઉસ ખાતે ક્વોરેન્ટાઈન થયા છે. આરોગ્ય વિભાગ દ્વારા તેમના ફાર્મહાઉસને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કર્યું છે. જોકે, અંબરીશ ડેરની તબિયત હાલ સ્થિર છે. 

નામ પક્ષ હોદ્દો હાલની સ્થિતિ
હર્ષ સંઘવી ભાજપ ધારાસભ્ય સારવાર હેઠળ
કિશોર ચૌહાણ ભાજપ ધારાસભ્ય ડિસ્ચાર્જ
નિમાબહેન આચાર્ય ભાજપ ધારાસભ્ય સારવાર હેઠળ
બલરામ થાવાણી ભાજપ ધારાસભ્ય ડિસ્ચાર્જ
પૂર્ણેશ મોદી ભાજપ ધારાસભ્ય ડિસ્ચાર્જ
જગદીશ પંચાલ ભાજપ ધારાસભ્ય ડિસ્ચાર્જ
કેતન ઈનામદાર ભાજપ ધારાસભ્ય ડિસ્ચાર્જ
વી.ડી. ઝાલાવાડિયા ભાજપ ધારાસભ્ય ડિસ્ચાર્જ
રમણ પાટકર ભાજપ રાજ્યકક્ષાના મંત્રી ડિસ્ચાર્જ
સી.જે.ચાવડા કોંગ્રેસ ધારાસભ્ય ડિસ્ચાર્જ
ઈમરાન ખેડાવાલા કોંગ્રેસ ધારાસભ્ય ડિસ્ચાર્જ
નિરંજન પટેલ કોંગ્રેસ ધારાસભ્ય ડિસ્ચાર્જ
કાન્તિ ખરાડી કોંગ્રેસ ધારાસભ્ય ડિસ્ચાર્જ
ચિરાગ કાલરિયા કોંગ્રેસ ધારાસભ્ય ડિસ્ચાર્જ
ગેનીબેન ઠાકોર કોંગ્રેસ ધારાસભ્ય ડિસ્ચાર્જ
રઘુ દેસાઈ કોંગ્રેસ ધારાસભ્ય ડિસ્ચાર્જ
શંકરસિંહ વાઘેલા   પૂર્વ મુખ્યમંત્રી ડિસ્ચાર્જ
ભરતસિંહ સોલંકી કોંગ્રેસ પૂર્વ કેન્દ્રીય મંત્રી સારવાર હેઠળ
રમેશ ધડુક ભાજપ સંસદ સભ્ય સારવાર હેઠળ
અમિત શાહ ભાજપ કેન્દ્રીય ગૃહમંત્રી ડિસ્ચાર્જ
ડો.કિરીટ સોલંકી ભાજપ સંસદ સભ્ય હોમ ક્વોરન્ટીન
હકુભા જાડેજા    મંત્રી સારવાર હેઠળ

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 1,311 નવા કેસ ઉમેરાયા છે. તો કોરોનાથી વધુ 16 દર્દીનાં મૃત્યુ, 1,148 દર્દી રિકવર થયા છે. આમ, ગુજરાતમાં કોરોનાના કુલ 1,03,006 કેસ થયા છે અને કુલ 3,094 મૃત્યુ થયા છે. અત્યાર સુધી કોરોનાની સારવાર બાદ કુલ 83,646 દર્દી રિકવર થયા છે. હાલ રાજ્યમાં 16,281 દર્દી સ્ટેબલ છે અને 85 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં રેપિડ ટેસ્ટ વધારવામાં આવ્યા છે. જેમાં અત્યાર સુધીમાં 27,08,120 ટેસ્ટ કરાયા છે. જેને પગલે ગુજરાતમાં કોરોના રિકવરી રેટ 81.11% થયો છે. અન્ય જિલ્લામાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના કેસ પર એક નજર કરીએ.... 

  • સુરત જિલ્લામાં કોરોનાના નવા 277 કેસ, 6 મૃત્યુ 
  • અમદાવાદ જિલ્લામાં નવા 167 કેસ, 2 મૃત્યુ 
  • રાજકોટમાં 145, વડોદરામાં 119 નવા કેસ 
  • જામનગરમાં 111, ભાવનગરમાં 42 નવા કેસ 
  • ગાંધીનગરમાં 35, પંચમહાલમાં 33 નવા કેસ 
  • ગાંધીનગરમાં 35, પંચમહાલમાં 33 નવા કેસ 
  • અમરેલી અને મોરબીમાં 28-28 નવા કેસ 
  • ભરૂચમાં 25, કચ્છ-સુરેન્દ્રનગરમાં 20-20 કેસ 
  • સાબરકાંઠામાં 19, મહેસાણામાં 18 નવા કેસ 
  • દાહોદ અને પાટણમાં 17-17 નવા કેસ 
  • દેવભૂમિ દ્વારકામાં 15, ગીર સોમનાથમાં 14 કેસ 
  • તાપી 13, બોટાદ 12, નર્મદામાં 11 નવા કેસ 
  • અરવલ્લી અને ખેડામાં 10-10 નવા કેસ 
  • આણંદ, છોટાઉદેપુર, નવસારીમાં 9-9 નવા કેસ 
  • મહીસાગર 8, વલસાડ 6, પોરબંદરમાં 2 કેસ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news