શાળા જવાની જીદ કરતા અમદાવાદી બાળકનો વીડિયો વાયરલ
અમદાવાદના ધોરણ 7 ભણતા વિદ્યાર્થીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકડાઉનમાં ઘરે રહીને તે કેસીનો વગાડવાનું શીખી ગયો
Trending Photos
અમિત રાજપૂત/અમદાવાદ :કોરોના કાળમાં અમદાવાદ (ahmedabad) માં એક બાળક કહે છે કે, મને શાળાએ જવાના સપના આવે છે. સોશિયલ મીડિયામાં હાલ એક વીડિયો વાયરલ (video viral) થયો છે, જેમાં એક બાળક લોકડાઉનમાં શાળાએ જવાની જીદ કરી રહ્યો છે. ઝી 24 કલાકે આ અમદાવાદી બાળક સાથે ખાસ મુલાકાત કરી. આ બાળકને સંગીતમાં બહુ જ રસ છે. ‘મને શાળાએ જવાના સપના આવે છે...’ ગીતને આ બાળક ખૂબ જ સુંદર રીતે ગાઈ રહ્યો છે. મોટા ભાગે લોકડાઉન (lockdown) દરમિયાન બાળકોને મજા પડી ગઈ હતી. સૌ કોઈ લોકડાઉનમાં જલસા કરવાનું જ વિચારતા હતા અને ત્યારપછી ઘરે બેસીને જ ઓનલાઈન ભણી રહ્યાં છે. પરંતુ આ બાળકને ઓનલાઈન શિક્ષણ પણ નથી ગમતુ. એટલુ જ નહીં પણ તેને શિક્ષકનો સોંટી પણ મીઠી લાગી રહી છે.
અમદાવાદના ધોરણ 7 ભણતા વિદ્યાર્થીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકડાઉનમાં ઘરે રહીને તે પિયાનો વગાડવાનું શીખી ગયો અને એક ગીત પણ બનાવ્યું. મોક્ષાંક પટેલ નામના બાળકે "શાળા ક્યારે ખુલશે" નામનું ગીત ગાઈ ઓનલાઈન પ્લેટફોર્મ પર તહેલકો મચાવી દીધો છે. જોકે, આ ગીતના લિરીક્સ (શબ્દો) તેના કાકી દીપ્તિ પટેલે લખી આપ્યા છે.
નવા નરોડા વિસ્તારના આ બાળકનું ગીત પોપ્યુલર બની ગયું છે. ગીત વિશે મોક્ષાંક કહે છે કે, લોકડાઉનમાં ઘરે બેસીને કંટાળો આવતો હતી. સ્કૂલે જવાની ઈચ્છા થતી હતી અને ઓનલાઈન ભણવાનું ગમતુ ન હતું. તેથી ઘરે બેસીને ફ્રી હતી, તેથી મેં અને મારા ભાઈએ પિયાનો શીખી લીધો. મારી જેમ મારા અનેક ફ્રેન્ડ્સને આવા સપના આવે છે. મને તો સપનામાં સ્કૂલ આવે છે. ગીતમાં માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો જેવા શબ્દનો ઉપયોગ અમે કર્યો છે. અમે સેનેટાઈઝિંગ રૂમમાં બેસીને ભણવા તૈયાર છીએ, પણ મને સ્કૂલે જવું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે