close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

અમદાવાદ: સ્કૂલ બસને નડ્યો અકસ્માત, પૂરપાટ ઝડપે આવતી કારે મારી ટક્કર

શહેરના બોડકદેવ પાસે ઉદગમ સ્કૂલ બસ અને કાસ વચ્ચે અકસ્માત સર્જાયો છે. સદનસીબે આ અકસ્માતમાં કોઇ જાનહાની થઇ નથી. અકસ્માત સમયે સ્કૂલ બસમાં વિદ્યાર્થીઓ સવાર હતા. જો કે, અકસ્માતની ઘટના બાદ તેમને બસમાંથી ઉતારી અન્ય બસમાં સ્કૂલે લઇ જવામાં આવ્યા હતા.

Ketan Panchal - | Updated: Jul 25, 2019, 10:03 AM IST
અમદાવાદ: સ્કૂલ બસને નડ્યો અકસ્માત, પૂરપાટ ઝડપે આવતી કારે મારી ટક્કર

જાવેદ સૈયદ, અમદાવાદ: શહેરના બોડકદેવ પાસે ઉદગમ સ્કૂલ બસ અને કાસ વચ્ચે અકસ્માત સર્જાયો છે. સદનસીબે આ અકસ્માતમાં કોઇ જાનહાની થઇ નથી. અકસ્માત સમયે સ્કૂલ બસમાં વિદ્યાર્થીઓ સવાર હતા. જો કે, અકસ્માતની ઘટના બાદ તેમને બસમાંથી ઉતારી અન્ય બસમાં સ્કૂલે લઇ જવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

વધુમાં વાંચો:- રાજ્યમાં ભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વાંસદામાં વરસાદ નોંધાયો

પ્રાપ્ત માહિતી અનુસરા, અમદાવાદના બોડકદેવ પાસેથી ઉદગમ સ્કૂલની એક બસ પસાર થઇ રહી હતી. તે દરમિયાન પૂરપાટ ઝડપે આવતી એક સ્વિફટ કાર બસની સાથે અથડાઇ હતી. અકસ્માત બાદ કારની મહિલા ચાલક ઘટના સ્થળ પર જ ઉભી રહી હતી. જો કે, બસમાં 25થી વધુ વિધ્યાર્થીઓ સવાર હતા. પરંતુ અકસ્માતમાં બાળકોને કોઇ ઇજા પહોંચી ન હતી.

વધુમાં વાંચો:- ફેસબુક પર દેખવાડી છોકરીની પ્રોફાઇલ બનાવી પૈસા પડાવતી ગેંગનો પર્દાફાશ

જો કે, અકસ્માતની ઘટના બાદ બાળકોને બસમાંથી ઉતારી અન્ય બસમાં સ્કૂલે લઇ જવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટના સર્જાતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. સ્થાનિક પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

જુઓ Live TV:- 

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે હીં ક્લિક કરો...