કોંગ્રેસ અધ્યક્ષ પદની દોડમાં મનમોહનસિંહ, વાસનિક ટોપ પર, ગાંધી પરિવાર ફરી પરોક્ષ સંચાલન કરશે?

મનમોહન સિંહનું નામ પાર્ટીનાં કેટલાક સીનિયર નેતાઓની તરફથી ઉછાળવામાં આવ્યો અને દલીલ કરવામાં આવી કે મનમોહન સિંહને અધ્યક્ષ બનાવીને તેમની નીચે 4 વર્કિંગ પ્રેસિડેન્ટ બનાવી દેવામાં આવે

કોંગ્રેસ અધ્યક્ષ પદની દોડમાં મનમોહનસિંહ, વાસનિક ટોપ પર, ગાંધી પરિવાર ફરી પરોક્ષ સંચાલન કરશે?

નવી દિલ્હી : કોંગ્રેસમાં અધ્યક્ષ પદ મુદ્દે હજી પણ કોંગ્રેસમાં શોધખોળ ચાલી રહી છે. તમામ વિકલ્પો અંગે પાર્ટીવિચાર કરી રહી છે. સુત્રો અનુસાર હાલનાં સમયમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને કોંગ્રેસ મહાસચિવ પૂર્વ કેન્દ્રીય મંત્રી મુકુલ વાસનિકનાં નામ પરનાં નામ પર ગંભીર ચર્ચા ચાલી રહી છે. જો કે અત્યાર સુધી આ અંગે સંમતી સાંધી શકાઇ નથી. સુત્રો અનુસાર મનમોહન સિંહનું નામ પાર્ટીનાં કેટલાક સીનિયર નેતાઓની તરફથી ઉછાળવામાં આવ્યો છે અને તે દલીલ આપવામાં આવી રહી છે કે મનમોહન સિંહને અધ્યક્ષ બનાવીને તેમની નીચે 4 વર્કિંગ પ્રેસિડેન્ટ બનાવી દેવામાં આવ્યા જે ચાર અલગ અલગ રીઝનનું પ્રતિનિધિત્વ કરતા હોય અને અલગ અલગ જાતીઓનાં હોય. 

જાહેર ક્ષેત્રની 56 કંપનીઓ દેવાળું ફૂંકવાના આરે, એર ઈન્ડિયા સૌથી ટોચે
મનમોહન સિંહની સાથે સાથે પ્લસ પોઇન્ટ તે છે કે તેની છબી ચોખ્ખી અને ઇમાનદાર વ્યક્તિની છે. જો તેઓ અધ્યક્ષ બને છે તો તેની નીચે કામ કરવામાં કોંગ્રેસ પાર્ટીનાં કોઇ નેતાને પરેશાની નહી થાય અને જુથબાજી પર પણ લગામ લાગશે. જો કે મનમોહન સિંહનું નામ આગળ વધારવમાં જે વસ્તું તેમનો પક્ષ નથી ખેંચતી તે છે તેમની ઉંમર. મનમોહન સિંહની ઉંમર આશરે 86 વર્ષ છે. 

લોકસભામાં NIA સંશોધન વિધેયકને મંજુરી, વિરોધમાં માત્ર 6 મત પડ્યાં
કોંગ્રેસ અધ્યક્ષ તરીકે તેમને તમામ રાજ્યોની મુલાકાતો કરતી રહેવી પડશે. પબ્લિક મીટીંગ્સને એડ્રેસ કરવી પડશે. તેમની તબિયતને જોતા આ બધુ અશક્ય લાગી રહ્યું છે. જો સિંહ કોંગ્રેસ અધ્યક્ષ બને તો તેમના પર રબર સ્ટંપ હોવાનો પણ આરોપ લાગી શકે છે, કારણ કે ભાજપ વડાપ્રધાન રહેવા દરમિયાન પણ તેમના પર આ પ્રકારનાં આરોપો લાગી ચુક્યા છે. 

જુન મહિનામાં જથ્થાબંધ મોંઘવારીનો દર ઘટીને 2.02 ટકા રહ્યો
મુકુલ વાસનિક પણ હોઇ શકે છે પહેલી પસંદ
મનમોહન સિંહ ઉપરાંત કોંગ્રેસ મહાસચિવ મુકુલ વાસનિકનાં નામ પર પણ વિચારણા ચાલી રહી છે. તે અંગે દલીલ અપાઇ રહી છે કે મુકુલ વાસનિકનું સંગઠનમાં મોટુ નામ હોવા ઉપરાંત 40 વર્ષનો અનુભવ પણ છે. તેમણે કોંગ્રેસ પાર્ટીનાં તમામ પદો પર સફળતાપુર્વક કામ કર્યું છે. આ ઉપરાંત મુકુલ વાસનિક સ્પષ્ટ છબીનાં દલિત નેતા છે. તેમના પર આજ સુધી જુથબાજી અથવા કરપ્શનનો કોઇ આરોપ નથી લાગ્યો. મુકુસ વાસનિક લોકસભામાં બે વખત સાંસદ રહી ચુક્યા છે. બીજી તરફ મનમોહન સિંહની સરકારમાં કેન્દ્રીય મંત્રી પણ રહી ચુક્યા છે. 

BPSCની મુખ્ય પરિક્ષામાં વિચિત્ર સવાલ! શું બિહારના રાજ્યપાલ કઠપુતળી છે ?
તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં કોંગ્રેસનું સારુ પ્રદર્શન
તેમનાં પક્ષમાં તે વાત પણ છે કે 2019ની લોકસભા ચૂંટણીમાં તેઓ તમિલનાડુ પુડુચેરી અને કેરળ જેવા રાજ્યોમાં પાર્ટીના ઇન્ચાર્જ રહ્યા જ્યાં પાર્ટીએ લોકસભામાં સારુ પર્ફોમન્સ કર્યું છે. પૂર્વ વડાપ્રધાન સિંહ અને વાસનિક ઉપરાંત સુશીલ કુમાર શિંદે, મલ્લિકાર્જુન ખડગે સહિત તમામ નેતાઓના નામ પર ચર્ચા ચાલી હતી. જો કે ખડગે અને સુશીલ કુમાર શિંદેનાં નામ પર હાલ સંમતી સાધી શકાઇ નથી. 

VIDEO : નદીમાં કૂદકો મારી CRPFના બે જવાનોએ બચાવ્યો 14 વર્ષીય કિશોરીનો જીવ
જો કે પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહે કોઇ યુવા નેતાને અધ્યક્ષ બનાવવામાં આવે તેવી ભલામણ કરી હતી. જ્યોતિરાદિત્ય સિંધિયા, સચિન પાયલોટ, મિલિંદ દેવડાનાં નામ પર પણ વિચારણા કરી હતી. જો કે સુત્રો અનુસાર ગાંધી પરિવારનાં નજીકનાં કેટલાક સીનિયર નેતા કોઇ યુવાનો અધ્યક્ષ બનાવવામાં આવે તે અંગે સંમત નથી. તેમને લાગે છે કે જો કોઇ નવયુવાન અધ્યક્ષ બને તો પાર્ટીમાં જુથવાદ વધી શકે છે. પાર્ટી પર નિયંત્રણ માટે સીનિયર અને જુનિયર નેતાઓમાં લડાઇ પણ થઇ શકે છે. જેના કારણે કોંગ્રેસને વધારે નુકસાન પહોંચશે. 

કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું, જો સિદ્ધુ કામ નથી કરવા ઇચ્છતા તો હું કંઇ કરી શકું નહી
મહારાષ્ટ્ર અને હરિયાણા જેવા રાજ્યોમાં થઇ શકે છે નિર્ણય
અનિર્ણયની સ્થિતીમાંકોંગ્રેસ નબળું પડી રહ્યું છે. આગામી થોડા મહિનામાં મહારાષ્ટ્ર, ઝારખંડ, દિલ્હી, હરિયાણા જેવા રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. જ્યાં પાર્ટી તૈયારીઓ પણ ચાલુ કરી શકી નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news